Food For Brain: ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, કમ્પ્યૂટર જેવી થઈ જશે યાદશક્તિ, લોકો કહેશે Genius

Brain Power Booster Foods: આહારની મગજ પર ઘણી અસર થાય છે. આપણા મગજને કામ કરવા માટે પોષણની જરૂર હોય છે. જો મગજને આવા પોષક તત્વો ન મળે તો તે નબળું પડવા લાગે છે. પોષક તત્વોની ઉણપ પણ યાદશક્તિ પર ખરાબ અસર કરે છે. આ કારણથી આજકાલ લોકોની યાદશક્તિ નાની ઉંમરમાં જ નબળી પડવા લાગી છે. આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી મગજ મજબૂત અને યાદશક્તિ તેજ બની શકે છે.
 

નટ્સ

1/5
image

બદામ અને અખરોટ જેવા નટ્સ મગજ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન ઈ, વિટામિન સી અને એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે, જે મગજને તેજ બનાવવાનું કામ કરે છે. નટ્સને પલાળીને ખાવાથી ફાયદો થાય છે. 

 

 

 

લીલા શાકભાજી

2/5
image

લીલા શાકભાજીમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી મગજની કોશિકાઓને મજબૂતી મળે છે. લાલા શાકભાજી મગજને તેજ કરવાનું કામ કરે છે. 

 

 

સંપૂર્ણ અનાજ

3/5
image

પ્રોટીન, ફાઇબર, એન્ટી ઓક્સીડેન્ટ્સ, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર અનાજ મગજને મજબૂત બનાવવાનું કામ કરે છે. સંપૂર્ણ અનાજને પલાળીને ખાવાથી મજગ ઝડપી બને છે. 

 

 

માછલી

4/5
image

માછલી મગજ માટે ખુબ ફાયદાકારક છે. સેલ્મેન અને ટૂના માછલીમાં રહેલા પોષક તત્વો મગજને મજબૂત કરે છે. આ બ્રેન સેલ્સને એક્ટિવ બનાવે છે. માછલી ખાવાથી યાદશક્તિ મજબૂત થાય છે. 

 

 

ઓટ્સ

5/5
image

પોષક તત્વોથી ભરપૂર ઓટ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ, ફાઇબર અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. ઓટ્સ મગજ માટે ફાયદાકારક છે.