Football Star: આ વર્ષે આ 5 Football Player છે ગોલ્ડન બૂટ મેળવવાની રેસમાં

ઝી બ્યૂરો, અમદાવાદઃ TOP CONTENDERS FOR GOLDEN BOOT: યુરોપીયન ક્લબ ફૂટબોલની 2020/21ની સીઝન આવતા મહિના પતવા જઈ રહી છે. પ્રિમિયર લીગ (PREMIER LEAGUE) અને સીરી આ (SERIE A) તો પતવા જ આવી છે. લીગ 1, બુન્ડેસ લીગા અને લા લીગા હજુ શરૂ છે અને આવતા મહીને તે પતી જશે. ત્યારે, આ સીઝનમાં કેટલાક ફૂટબોલરોએ પોતાનું સારૂ પ્રદર્શન બતાવ્યું છે. જેને જોઈ આજે અમે તમને જણાવીશું 5 પ્લેયરો વિશે જે આ વર્ષે ગોલ્ડન બૂટની રેસમાં છે.

 

 

 

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)

1/5
image

રોનાલ્ડોએ બતાવ્યું છે કે તે કોઈ પણ દેશની લીગ હોય પણ તેમાં ટોપ પર તો રોનાલ્ડો જ રહેશે. રોનાલ્ડોએ સીરી આ (SERIE A)માં જુવેન્ટસ માટે 29 મેચ રમતા લીગમાં 25 ગોલ સ્કોર કર્યા છે. જ્યારે, અન્ય લીગ અને સીરી આના ગોલનો ટોટલ કર્યે તો રોનાલ્ડોએ 32 ગોલ માર્યા છે અને 4 આસ્સિટઆપ્યા છે.

લીયોનલ મેસ્સી (Leone Messi)

2/5
image

થોડા સ્લો સ્ટાર્ટ બાદ જેમ જેમ લા લીગા (LA LIGA)ની આ સિઝન આગળ વધી તેમ તેમ મેસ્સી ફોર્મમાં આવતો ગયો. બાર્સેલોનાના આ સ્ટાર પ્લેયરે લા લીગાની 30 મેચોમાં 25 ગોલ ફટકાર્યા છે. જ્યારે, અન્ય લીગ અને લા લીગાના ટોટલ ગોલની વાત કર્યે તો મેસ્સીએ 33 ગોલ કર્યા છે અને 14 આસ્સિટ આપ્યા છે.

કાઈલીયન એમબાપ્પે (Kylian Mbappé)

3/5
image

એમબાપ્પે (MBAPPE) એક ટોપ ફ્રેન્ચ ફૂટબોલર છે. જેણે લીગ 1 (LIGUE 1)ની 29 મેચોમાં 25 ગોલ સ્કોર કર્યા છે. જેના સારા પ્રદર્શનનો ફાયદો PSG પેરિસ સેન્ટ જર્મન્સને થયો છે. અને જેના કારણે તે ગોલ્ડન બૂટની રેસમાં છે.

રોબર્ટ લેવનડોવસ્કી (Robert Lewandowsk)

4/5
image

બાર્યન મ્યુનિચના આ પ્લેયરે બુન્ડેસલીગામાં (BUNDESLIGA)માં ધમાલ મચાવી છે. આ પોલેન્ડના પ્લેયરો બાર્યન મ્યુનિચ માટે 26 ગેમોમાં 36 ગોલ માર્યા છે. જ્યારે, અન્ય લીગ અને બુન્ડેસલીગામાં લેવનડોવસ્કીએ ટોટલ 43 ગોલ કર્યા છે અને 8 ઓસ્સિટ આપ્યા છે. જેના કારણે તે ગોલ્ડન બૂટની રેસમાં છે.  

હેરી કેન (Harry Kane)

5/5
image

ભલે હેરી કેનની ટીમ ટોટનહેમ હોટ્સ્પર પ્રિમીયર લીગમાં 7માં નંબરો હોય. પરંતુ, હેરી કેનનું પ્રદર્શન ગોલ સ્કોરિંગના રિતે બહુ સારૂ રહ્યું છે. હેરી કેને પોતાને એક ઈંગ્લીશ ફૂટબોલમાં પોતાને એક લીથલ ફિનીશર તરીકે સાબિત કર્યો છે. આ પ્રિમીયર લીગની સિઝનમાં 30 મેચોમાં હેરી કેને 21 ગોલ સ્કોર કર્યા છે. જ્યારે, અન્ય ટૂર્નામેન્ટના અને પ્રિમીયર લગીના ગોલના ટોટલ કર્યે તો હેરી કેને 31 ગોલ કર્યા છે અને 16 આસ્સિટ આપ્યા છે.  જેના જોતા તે ચોક્કસ ગોલ્ડન બૂટની રેસમાં સામેલ છે.