ફ્રિજમાં થશે એવો ધમાકો કે ઉડી જશે હોશ, જો આ ભૂલ કરશો તો તમને પડી જશે ભારે
Fridge Blast: રેફ્રિજરેટરનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં થાય છે. તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થો રાખવા માટે થાય છે. માર્કેટમાં વિવિધ સાઈઝના ફ્રિજ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કંપનીઓ એવા ફ્રિજ પણ લાવી રહી છે જે ઉત્તમ ફીચર્સથી સજ્જ છે. રેફ્રિજરેટરનું કામ ખાવાની વસ્તુઓને તાજી રાખવાનું છે. પરંતુ, ઘણી વખત શિયાળા દરમિયાન, લોકો રેફ્રિજરેટરની સંભાળ રાખવામાં બેદરકાર હોય છે, જેના કારણે તેમને પાછળથી પસ્તાવો કરવો પડે છે. આ ભૂલો તમારા ફ્રિજને બગાડી શકે છે. અમે તમને એવી ભૂલો વિશે જણાવીએ છીએ જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમે તમારા ફ્રિજને નુકસાન થવાથી બચાવી શકો.
ફ્રિજને દીવાલથી અડાળી રાખવું
શિયાળામાં ઘરોનું તાપમાન ઓછું હોય છે. તેવામાં ફ્રિજ દીવાલને અડાળી રાખવાથી તેની ઠંડક બહાર નિકળી શકતી નથી અને કંપ્રેસરને વધુ કામ કરવું પડે છે. તેનાથી કંપ્રેસર ઓવરહીટ થઈ શકે છે અને ફ્રિજ ખરાબ થઈ શકે છે.
ફ્રિજમાં વધુ સામાન રાખવો
શિયાળામાં લોકો ફ્રિજમાં વધુ સામાન ભરી દેતા હોય છે. તેનાથી ફ્રિજને ઠંડક બનાવી રાખવામાં મુશ્કેલી થાય છે અને કંપ્રેસર પર વધુ ભાર પડે છે, જેનાથી તે ખરાબ થવાની સંભાવના વધી જાય છે. એટલે ફ્રિજમાં કેપિસિટીથી વધારે સામાન ન રાખો.
ફ્રિજને ગરમ જગ્યા પરર રાખવું
ફ્રિજને ક્યારેય ગરમ જગ્યા પર ન રાખો. તે ફ્રિજ ખરાબ થવાનું સામાન્ય કારણ હોય છે. શિયાળામાં ફ્રિજને હીટરની પાસે ન રાખો. ફ્રિજને હંમેશા ઠંડી અને હવા આવે તેવી જગ્યાએ રાખો.
ફ્રિજની નિયમિત સફાઈ
ફ્રિજની અંદર જમા બરફ અને ગંદકી કંપ્રેસર પર વધુ ભાર આપે છે. સાથે ફ્રિજની અંદર જમા ગંદકી પણ તેને ખરાબ કરી શકે છે. એટલે તમારે નિયમિત ફ્રિજ સાફ કરવું જોઈએ.
વોલ્ટેજ ફ્લક્ચુએશન
વીજળીના ઉતાર-ચડાવથી પણ ફ્રિજ ખરાબ થઈ શકે છે. તે માટે વોલ્ટેજ સ્ટેબલાઇઝરનો ઉપયોગ કરી શકો છો. સાથે ફ્રિજને વારંવાર ન ખોલો. તેનાથી ઠંડી હવા બહાર નિકળી જાય છે અને કંપ્રેસરે વધુ કામ કરવું પડે છે.
Trending Photos