સાઉથથી બોલીવુડ સુધી આ ફિલ્મોએ ખાલી કર્યા મેકર્સના ખિસ્સા, બજેટ સાંભળીને ઉડી જશે હોશ

Upcoming big budget movies list: મણિરત્નમની અપકમિંગ ફિલ્મ પોન્નિયિન સેલ્વન જ નહીં, શાહરૂખ ખાનની પઠાણ સહિત આવનારી આ ફિલ્મો પર પણ નિર્માતાઓના કરોડો રૂપિયા દાવ પર લાગ્યા છે. એહીં જુઓ બીગ બજેટ ફિલ્મોનું લિસ્ટ...

આ 9 ફિલ્મોને બનાવવામાં મેકર્સે લૂંટાવ્યા કરોડો રૂપિયા

1/10
image

વર્ષ 2022 ના પહેલા છ મહિના વિતી ચૂક્યા છે. આ અડધા વર્ષમાં ઘણી શાનદાર ફિલ્મો દર્શકોને મળી. આવનારા બીજા છ મહિનામાં પણ ધમાકેદાર પસાર થવાના છે. બોલીવુડ અને સાઉથની કેટલીક બિગ બજેટ ફિલ્મ લાઈનમાં ઉભી છે. જે થિયેટરોમાં આવતા જ ધમાલ મચાવી શકે છે. આ ફિલ્મોમાં મણિરત્નમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પોન્નિયિન સેલ્વનથી લઇને સુપરસ્ટાર સલમાન ખાનની ટાઈગર 3 સુધીના નામ છે. જેમને બનાવવામાં મેકર્સે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે.

પોન્નિયિન સેલ્વન

2/10
image

સુપરસ્ટાર ચિયાન વિક્રમ, કાર્થી, એશ્વર્યા રાય બચ્ચન અને એક્ટ્રેસ તૃષા સ્ટારર નિર્દેશક મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન આ લિસ્ટમાં ટોપ પર છે. ફિલ્મ બનાવવા માટે મેકર્સે પૂરા 500 કરોડ રૂપિયા લગાવ્યા છે.

આદિપુરૂષ

3/10
image

લિસ્ટમાં બીજા નંબર પર સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનોન સ્ટારર ફિલ્મ આદિપુરૂષ છે. જેને તાન્હાજી ફેમ નિર્દેશક ઓમ રાઉત બનાવી રહ્યા છે. આ ફિલ્મને પણ બનાવવામાં નિર્માતાઓએ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ટાઈગર 3

4/10
image

સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કેફ સ્ટારર નિર્દેશક મનીષ શર્માની ફિલ્મ વર્ષ 2023 સુધીમાં સ્લિવર સ્કરીન પર આવી જશે. આ ફિલ્મને બનાવવામાં નિર્માતાઓએ 400 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

બ્રહ્માસ્ત્ર

5/10
image

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રને કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શન હેઠલ બનાવવામાં આવી છે. આ ફિલ્મને બનાવવામાં મેકર્સે 300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

બડે મિયા છોટે મિયા

6/10
image

ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર સ્ટારર નિર્દેશક અલી અબ્બાસ ઝફરની અપકમિંગ ફિલ્મ બડે મિયા છોટે મિયા પણ આ લિસ્ટમાં સામેલ છે. સમાચાર છે કકે આ ફિલ્મ બનાવવામાં મેકર્સે 280 કરોડ રૂપિયાનું બજેટ બનાવ્યું છે.

પઠાણ

7/10
image

સુપરસ્ટાર શાહરૂખ ખાન સ્ટારર નિર્દેશક સિદ્ધાર્થ આનંદની મચઅવેટેડ ફિલ્મ પણ બિગ બજેટની લિસ્ટમાં સામેલલ છે. આ ફિલ્મને બનાવવામાં મેકર્સે લગભગ 250 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

ઇન્ડિયન 2

8/10
image

વિક્રમ બ્લોકબસ્ટર થતા જ તમિલ સુપરસ્ટાર કમલ હસન તેમની અધૂરી ફિલ્મ ઇન્ડિયન 2 ની શૂટિંગ પૂર્ણ કરશે. આ ફિલ્મને નિર્દેશક શંકર બનાવી રહ્યા છે. ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

લાલ સિંહ ચડ્ઢા

9/10
image

આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર નિર્દેસક અદ્વૈત ચંદનની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પણ એક બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મ બનાવવામાં મેકર્સને 180 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

શમશેરા

10/10
image

સુપરસ્ટાર રણબીર કપૂર અને વાણી કપૂર સ્ટારર નિર્દેશક કરણ મલ્હોત્રાની ફિલ્મ શમશેરા પણ એક બિગ બજેટ ફિલ્મ છે. તેને બનાવવામાં મેકર્સે 150 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.