Gandhi Jayanti 2021: આ 8 મહિલા મહાત્મા ગાંધીના વિચારોથી થયા હતા પ્રભાવિત, તેમના જીવનમાં ગાંધીજીનું રહ્યું ખૂબ મહત્વ

આ મહિલાઓએ મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવ્યા. જાણીએ 8 મહિલાઓ જેઓ મહાત્મા ગાંધીથી રહ્યા નજીક...

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી છે. મહાત્મા ગાંધીનું સમગ્ર જીવન દેશવાસીઓ માટે પ્રેરણાદાયી રહ્યુ છે. આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીની નીતિઓથી લાખો દેશવાસીઓ પ્રભાવિત થયા. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે દેશમાં 8 મહિલાઓ કે જે ગાંધીજીની નજીક રહ્યા અને તેમનો પ્રભાવ આ મહિલાઓના જીવનમાં ઊંડો રહ્યો. આ મહિલાઓએ મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવ્યા. આવો જાણીએ આ 8 મહિલાઓ વિશે, જેઓ મહાત્મા ગાંધીથની રહ્યા નજીક...

મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાબહેન (1892-1982)

1/7
image

મેડેલીન બ્રિટીશ એડમિરલ સર એડમંડ સ્લેડની પુત્રી હતા. એક બ્રિટીશ ઓફિસરના દીકરી હોવાના કારણે તેમના જીવનમાં અનુશાસન રહ્યુ હતું. મેડેલીન જર્મન પિયાનિસ્ટ અને સંગીતકાર બીથોવેનની દીવાની હતી. મેડલીને રોમન રોલેન્ડની લખેલી મહાત્મા ગાંધી પરની બાયોગ્રાફી વાંચી હતી. ગાંધીજી પર લખાયેલી બાયોગ્રાફીથી મેડેલીન ખૂબ પ્રભાવિત થઈ. ત્યારબાદ મેડેલીને ગાંધીજીના જીવન ચરિત્રને અનુસરવાનું નક્કી કરી દીધું. મહાત્મા ગાંધીજી વિશે જાણીને મેડલીને ગાંધીજીને પત્ર લખ્યા અને આશ્રમમાં તેમને મળવાની ઈચ્છા વ્યકત કરી.. ગાંધીજીને મળીને મેડેલીને દારૂ સહિતનું વ્યસન છોડ્યું, શાકાહારી બની અને ખેતીકામ પણ કર્યું. મેડલીને ગાંધીજીનું સમાચારપત્ર યંગ ઈન્ડિયા વાંચવાનું શરૂ કર્યુ હતું. ઓકટોબર 1925માં મુંબઈના રસ્તા મેડલીન ગાંધીજીને મળવા અમદાવાદ પહોંચ્યા હતા. મેડલીન જ્યારે મહાત્મા ગાંધીને પહેલીવાર મળ્યા ત્યારે તે ભાવુક થઈ ગઈ અને આંખોમાં પાણી આવી ગયા. મેડલીન બાપુના પગ પકડીને નીચે બેસી જાય છે.ત્યારે બાપુ મને પકડીને ઉભી કરે છે અને કહે છે કે- તું મારી દીકરી છે, મેડલીન અને મહાત્મા ગાંધી વચ્ચે નવો સંબંધ બન્યો અને ત્યારબાદથી મેડલીનનું નામ મીરાબાઈ પડ્યું.  

સરલા દેવી ચૌધરાની (1872-1945)

2/7
image

ઉચ્ચ શિક્ષણ, હળવા સ્વભાવના સરલા દેવીને ભાષા, સંગીત અને લેખનમાં ઊંડો રસ હતો. સરલા રવીન્દ્રનાથ ટાગોરની ભત્રીજી પણ હતા. ગાંધીજી લાહોરમાં સરલાના ઘરે રોકાયા હતા. આ એ સમય હતો જ્યારે સરલાના પતિ રામભુજ દત્ત ચૌધરી સ્વતંત્રતા માટેની લડતના કારણે જેલમાં હતા. લાહોરમાં ગાંધીજી અને રામભુજ દત્ત ચૌધરીના પત્ની સરલા દેવી એકબીજાની ખૂબ નજીક રહ્યા. આ નિકટતાનો અંદાજ એ વાત પરથી આવી જાય કે ગાંધીજી સરલા દેવીને તેમની 'આધ્યાત્મિક પત્ની' કહેતા હતા. કહેવાય છે કે ગાંધીજીએ પણ માન્યુ હતું કે આ સંબંધના કારણે તેમના લગ્ન તૂટતા તૂટતા બચ્યા હતા. ગાંધીજી અને સરલાએ ખાદીના પ્રચાર માટે સાથે ભારતની યાત્રા કરી. ગાંધીજી અને સરલાદેવીના નજીકના લોકોને પણ બંને વચ્ચે સંબંધોની ખબર પહોંચી હતી. સરલા દેવીની તેમના પર હક જમાવવાની આદતના કારણે ગાંધીજી તેમનાથી દૂર જતા રહ્યા. કેટલાક સમય બાદ હિમાલયમાં એકાંતવાસ બાદ સરલાદેવીનું નિધન થઈ ગયું.

રાજકુમારી અમૃત કૌર (1889-1964)

3/7
image

શાહી પરિવારમાંથી આવતા રાજકુમારી પંજાબના કપૂરથલાના રાજા સર હરનામસિંહના પુત્રી હતા. રાજકુમારી અમૃત કૌરનું શિક્ષણ ઇંગ્લેન્ડમાં થયું હતું. રાજકુમારી અમૃત કૌરની ગણતરી ગાંધીજીના સૌથી નજીકના સત્યાગ્રહીઓમાં થતી હતી. સત્યાગ્રહની લડત માટે તેમણે કોઈ કસર છોડી નહોંતી. વર્ષ 1934માં ગાંધીજી સાથેની તેમની પ્રથમ મુલાકાત બાદ ગાંધીજી અને અમૃત કૌરે એકબીજાને સેંકડો પત્રો મોકલ્યા હતા. વર્ષ 1942માં મીઠાના સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલન દરમિયાન અમૃત કૌર જેલમાં પણ ગયા હતા. રાજકુમારી અમૃત કૌરને સ્વતંત્ર ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી બનવાનો લ્હાવો પણ મળ્યો હતો. ગાંધીજી જ્યારે અમૃત કૌરને પત્ર લખતા ત્યારે શરૂઆતમાં 'મેરી પ્યારી પાગલ અને બાગી' લખતા હતા, પત્રના અંતમાં ગાંધીજી પોતાને 'તાનાશાહ' કહેતા હતા.

સરોજિની નાયડૂ (1879-1949)

4/7
image

સરોજિની નાયડુ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. મહાત્મા ગાંધીજીની ધરપકડ બાદ મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ સરોજિની નાયડૂના ખભા પર હતું. સરોજિની અને મહાત્મા ગાંધીની પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી. ગાંધીજીને મળ્યા બાદ સરોજિની નાયડૂએ કહ્યુ હતું કે "ટૂંકા કદનો માણસ, જેના માથા પર વાળ નહોંતા. જમીન પર ધાબળો ઓઢીને બેસેલો આ માણસ ઓલિવ તેલમાં પલાળેલા ટામેટા ખાતો હતો. આટલી મહાન વ્યક્તિને આ રીતે જોઈને હું હસવા લાગી હતી. મને જોઈ ગાંધીજીએ કહ્યું- 'તમે જરૂર મિસેઝ નાયડૂ છો, ચલો મારા સાથે ખાવા બેસો'... સરોજિની નાયડૂએ આભાર માન્યો અને કહ્યું- આ કેવી બકવાસ રીત છે ખાવાની?, આ રીતે બંને વચ્ચે મિત્રતાની શરૂઆત થઈ.

ડો.સુશિલા નય્યર (1914-2001)

5/7
image

સુશીલા પ્યારેલાલના બહેન હતા. પ્યારેલાલ મહાદેવ દેસાઈ પછી ગાંધીજીના સચિવ બન્યા. પ્યારેલાલ પંજાબી પરિવારના હતા. પરિવારના ભારે વિરોધ બાદ પણ પ્યારેલાલ અને તેમના બહેન ગાંધીજી પાસે આવી ગયા હતા. પરંતુ ત્યારબાદ તેમના માતા પણ ગાંધીજીના સમર્થક બન્યા. સુશીલા નય્યર મહાત્મા ગાંધીના અંગત ડોકટર બન્યા હતા. મનુ અને આભા સિવાય ગાંધીજી જેના ખભે પોતાનો સહારો લેતા હતા તેમાં સુશિલા પણ સામેલ હતા. 'ભારત છોડો આંદોલન' દરમિયાન કસ્તૂરબા ગાંધીની સાથે સુશિલાએ ધરપકડ વહોરી હતી. કસ્તુરબાના અંતિમ દિવસોમાં સુશિલા તેમની સાથે રહ્યા હતા. આ સિવાય સુશિલા ગાંધીજીના બ્રહ્મચર્યાના કરેલા પ્રયોગમાં સામેલ થઈ હતી.

આભા ગાંધી (1927-1995)

6/7
image

આભા જન્મથી બંગાળી હતા.આભાના લગ્ન ગાંધીજીના પૌત્ર કનુ ગાંધી સાથે થઈ હતી. ગાંધીજીની પ્રાર્થના સભાઓમાં આભા ભજન ગાતા હતા અને કનુએ ફોટોગ્રાફી કરી હતી. 1940માં મહાત્મા ગાંધીના ઘણા ફોટોગ્રાફ્સ કનુએ લીધા હતા.  આભા મહાત્મા ગાંધી સાથે નોઆખાલીમાં રહી હતી, આ તે સમય હતો જ્યારે સમગ્ર દેશમાં રમખાણો ફાટી નીકળ્યા હતા અને ગાંધી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમયે જ નથુરામ ગોડસેએ ગાંધીજીની ગોળી મારીની હત્યા કરી હતી અને ત્યારે આભા પણ હાજર હતા.

મનુ ગાંધી (1928-1969)

7/7
image

મનુ ગાંધી ખૂબ નાની ઉંમરે મહાત્મા ગાંધી પાસે આવ્યા હતા. તે બાપુના દૂરના સંબંધી હતા. ગાંધીજી મનુને પોતાની પૌત્રી માનતા હતા.આભા સિવાય, તે મનુ જ હતી જે  બાપુને સાથે લઈને ફરતી હતી. વિરોધીઓ મહાત્મા ગાંધીના માર્ગ પર મળ અને મૂત્ર ઠાલવતા હતા તે રસ્તાઓ પર આભા અને મનુ સાવરણીથી સફાઈ કરતી હતી. કસ્તુરબાના અંતિમ દિવસોમાં સેવા કરવામાં મનુનું નામ સૌથી ઉપર આવે. મનુની ડાયરીમાંથી અંદાજો આવે કે ગાંધીજીના છેલ્લા દિવસો કેવા વીત્યા હતા.