Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશે

આજે ગણેશ ચતુર્થી છે અને આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. ગણેશ ઉત્સવની શરૂઆત 4 ખુબ જ શુભ યોગમાં થઈ રહી છે. જે 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે. તેમના જીવનમાં અપાર ધન દૌલત અને ખુશીઓ આવશે. 

1/5
image

Ganesh Chaturthi 2024 Shubh Yog: ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી. આજના દિવસથી 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. એક અન્ય પૌરાણિક કથા દરમિયાન આ 10 દિવસમાં ભગવાન ગણેશે જરાય અટક્યા વગર મહાભારત લખ્યું હતું. જેનાથી તેમના શરીર પર માટી જામી ગઈ હતી  અને તેને હટાવવા માટે તેમણે અનંત ચતુર્દશીના દિવસે નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારથી જ 10 દિવસ ગણપતિ સ્થાપના બાદ પ્રતિમાને નદીમાં વિસર્જન કરવામાં આવે ચે. આ વર્ષે ગણેશ ઉત્સવ અનેક શુભ યોગમાં શરૂ થઈ રહ્યો છે. 

4 યોગો મહાસંયોગ

2/5
image

આજે ગણેશ ચતુર્થી પર એક કે બે નહીં પરંતુ ચાર ચાર શુભ યોગોનો મહાસંયોગ બની રહ્યો છે. 7 સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશ ચતુર્થી પર બ્રહ્મ યોગ, રવિ યોગ, ઈન્દ્ર યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. આ ઉપરાંત સ્વાતિ અને ચિત્રા નક્ષત્ર પર રહેશે. આ શુભ યોગોમાં ગણેશ ઉત્સવની શરૂઆત ખુબ જ ખાસ રહેશે. જે 3 રાશિવાળાને અપાર સુખ સમૃદ્ધિ અપાવશે. જાણો આ લકી રાશિઓ વિશે...

વૃષભ રાશિ

3/5
image

વૃષભ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થી ખુબ જ શુભ છે. તેમના સારા દિવસો શરૂ થશે. દરેક  કામમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નવી નોકરી મળી શકે છે. વેપાર સારો ચાલશે. ચારેબાજુથી બસ લાભ જ લાભ અને ખુશીઓ મળશે. 

કર્ક રાશિ

4/5
image

કર્ક રાશિવાળા માટે પણ આ યોગ ખુબ ફળદાયી છે. આજના  દિવસે તમારા પર ગણેશજીની અપાર કૃપા થઈ શકે છે. ધન અને માન સન્માન મળશે. નોકરીયાત વર્ગને પણ ઉન્નતિ મળવાના યોગ છે. 

કન્યા રાશિ

5/5
image

ગણેશ ચતુર્થી પર કન્યા રાશિવાળાને પણ અપાર લાભ થશે. આવકમાં વધારો થવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. ઘરમાં સુખ અને શાંતિની સાથે રિદ્ધિ સિદ્ધિનો વાસ થશે.  કરિયરમાં પ્રગતિ થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)