નેગેટીવિટી દૂર કરવા આ ગણેશ પંડાલમાં કરાઈ છે ખાસ વ્યવસ્થા, તસવીરો જોઈ પ્રફૂલ્લિત થઈ જશે મન
હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરા શહેરમાં એક એવા શ્રીજી બિરાજમાન છે કે જેમના દર્શન માત્રથી તમારી અંદર રહેલી નકારાત્મકતા દૂર થઈ જશે અને તમે એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરવા લાગશો. મહારાષ્ટ્ર બાદ જો કોઈ સ્થળે ગણેશ ચતુર્થીની ધામધૂમ થી ઉજવવા કરાતી હોય તો એ એક માત્ર વડોદરા શહેર છે. વડોદરા શહેરને ઉત્સવ પ્રિય નગરી કેહવમા આવે છે, જેથી જ અહીના નાગરિકો તમામ તહેવારોની ધામધૂમથી ઉજવવા કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ગણેશ ચતુર્થીએ વડોદરા શહેરમાં વિવિધ થીમ સાથે શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે.
શહેરના દાંડિયા બજાર પ્રગતિ યુવક મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમ સાથે ગણેશજીની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ મંડળ દ્વારા સર્વે ભક્તોના કલ્યાણ તેમજ સ્વાસ્થ્ય જીવન માટે વિશેષ થીમ પર શ્રીજી બિરાજમાન કરવામાં આવ્યા છે.
હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે અગરબત્તી ભગવાનને ખુબ પ્રિય હોય છે કારણ કે આ અગરબત્તીની સુગંધ વાતાવરણમાંથી નકારાત્મકતા દૂર કરી સકારાત્મકતા પ્રસરાવે છે. જેથી જ ધાર્મિક કાર્યક્રમો હોય કે પછી ઘરમાં સ્થાપિત દેવસ્થાન ત્યાં અગરબત્તી અચૂક સળગાવવામાં આવે છે.
દાંડિયા બજાર પ્રગતિ યુવક મંડળ દ્વારા પણ સર્વેજનો ના કલ્યાણ હેતુ આ વર્ષે અગરબત્તીની થીમ સાથે શ્રીજીનો શણગાર કરવામાં આવ્યો છે. આ મંડળનો ઉદ્દેશ્ય એક જ છે કે શ્રીજીમાં સ્થાપિત અગરબત્તી સમગ્ર શહેર તેમજ દર્શનાર્થે આવતા ભક્તોમાં સકારાત્મકતાની સુવાસ પ્રસરે અને સરવેજનોનું કલ્યાણ થાય.
આ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી શ્રીજીની મૂર્તિ પર અગરબત્તી લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ અને દાતાઓની મદદથી એક લાખથી વધુ સુગંધિત અગરબત્તી એકત્રિત કરવામાં આવી હતી. ત્યારબાદ રાત દિવસ એક કરી શ્રીજીની મૂર્તિ પર અગરબત્તીનું અદભુત ડેકોરેશન કરવામાં આવ્યું હતું.
મંડળ દ્વારા અહી સ્થાપિત શ્રીજીની મૂર્તિ ની પવિત્રતા જળવાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. મૂર્તિના ડેકોરેશનમાં વપરાયેલી તમામ અગરબત્તી ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવી છે. જેથી આ શ્રીજીની મૂર્તિ તહેવારની ઉજવણી સાથે પ્રકૃતિના જતનનો પણ વિશેષ સંદેશો આપી જાય છે.
Trending Photos