સોના-ચાંદીનું સંસદ ભવન બન્યું આકર્ષણનું કેન્દ્ર, સુરતના પ્રદર્શનમાં રજૂ કરાયું, જુઓ PHOTOs
Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં GJEPC દ્વારા જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. જેમાં સોના અને ચાંદીથી બનાવાયેલું સંસદ ભવન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિલ્હીમાં બની રહેલું નવું સંસદ ભવન ગોલ્ડ અને સિલ્વરમાં બનાવાયું છે. આ સંસદ ભવન બનાવવા માટે 100 ગ્રામ ગોલ્ડ અને 15 કિલો ચાંદીનો વપરાશ કરાયો છે. આ બનાવવા માટે 50 જ્વેલર્સ અને 20 કારીગરોએ દિવસરાત મહેનત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આઝાદીના 75માં અમૃત મહોત્સવના ભાગરૂપે આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સોના-ચાંદીનું સંસદભવન જોવા આવી રહ્યાં છે.
1/5
2/5
3/5
4/5
5/5
Trending Photos