Surat news News

ગુજસીટોકના આરોપીની મિર્ઝાપુર સ્ટાઈલમાં દાદાગીરી, જુઓ સુરતનો Viral Video
Surat viral video: સુરતમાં ગુજસીટોકનો આરોપી 5 મહિના પછી છુટ્યા બાદ ફરી મિર્ઝાપુર સ્ટાઈલમાં દાદાગીરી કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો દ્વારા તે પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યો છે અને કહી રહ્યો છે અમે અહિંના બાહુબલી છીએ. સચિન, ઉધના અને ખટોદરા વિસ્તારમાં કાર રેલીએ ફરી ચર્ચા જગાડી છે. વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ ફરી એક્શન મોડમાં આવી છે. ચીકણાએ પોલીસની માફીને ઘોળીને પી લીધી છે. લક્ઝરી કારના કાફલા સાથે ફિલ્મી અંદાજમાં એન્ટ્રી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. બેકગ્રાઉન્ડમાં મરાઠી ડાયલોગથી ભય ફેલાવવાનો પ્રયાસ પણ કરતો જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આવા વીડિયો બાદ સચિન પોલીસે કાર્યવાહી કરી હતી.
Feb 3,2026, 19:42 PM IST
  ખેલ મહાકુંભ પહેલા વિવાદ, સુરતની શાળાના વિદ્યાર્થીઓને નથી મળ્યા યુનિફોર્મ
Jan 27,2026, 14:45 PM IST
 સુરત 'આપ' ના મહામંત્રી શ્રવણ જોશી અને સંપત ચૌધરી ફરી જેલભેગા, પોલીસની કાર્યવાહી
Jan 20,2026, 17:25 PM IST
  સુરતમાં આરોગ્ય વિભાગની તપાસ, ઘી-ગોળ અને દહીંના નમૂના લેવાયા
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે Zee 24 કલાક દ્વારા સુરતમાં એક મોટું રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું...મનપાના આરોગ્ય વિભાગની તપાસમાં જેમના નમૂના ફેઈલ થયા હતા, તેવા વેપારીઓ હજુ પણ બેફામ પણે અશુદ્ધ ચીજવસ્તુઓ વેચી રહ્યા હોવાનું સામે આવ્યું છે...સુરતમાં આવેલી ન્યૂ ધનલક્ષ્મી નામની દુકાન પર જ્યારે અમારી ટીમ પહોંચી, ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા...અગાઉ આરોગ્ય વિભાગની તપાસમાં અહીંનો ગોળ અશુદ્ધ હોવાનું સાબિત થયું હોવા છતાં, વેપારી હજુ પણ બેફામ રીતે આ ભેળસેળિયો ગોળ વેચી રહ્યો છે...આ એ જ વેપારી છે જેણે અગાઉ તંત્રને બાંહેધરી આપી હતી કે તે આવો ગોળ નહીં વેચે. પરંતુ Zee 24 કલાકના કેમેરામાં તેની આ બાંહેધરી પોકળ સાબિત થઈ છે...
Jan 20,2026, 13:01 PM IST
સુરતમાં મહિલાની દાદાગીરી, બસના ડ્રાઇવર પર કર્યો હુમલો, જુઓ CCTV VIdeo
Surat CCTV Video: સુરતમાં એક મહિલાએ સીટી બસના ડ્રાયવરને માર માર્યાની ઘટના સામે આવી છે, આ ઘટના રૂટ નંબર 126ની સીટી બસમાં થઈ હતી. એક મુસ્લિમ મહિલા જે અંબાણી સ્કૂલ પાસેથી બસમાં બેઠી હતી, ત્યારબાદ આ મહિલા અચાનક ઉશ્કેરાઈ ડ્રાઇવર સાથે મારામારી કરી હતી. ડ્રાઇવર એ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, મહિલા પોલીસ સ્ટેશન આવશે ત્યારે તેનું સ્ટેટમેન્ટ લેવાશે અને સાચી હકીકત બહાર આવશે. બસમાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે, આ મહિલા જ્યાં કહે ત્યાં ઉતારવા માટે દબાણ કરતી હતી. મનપા જાહેર પરિવહનના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું કે, ડ્રાઇવર ઉપર ચાલુ નોકરીએ હુમલો કરવામાં આવે છે તે નિંદનીય છે, આ ઘટના નિંદા લાયક છે એક ડ્રાઇવર સાથે આવી રીતે વર્તન કરવું યોગ્ય નથી, પોલીસને કડક કાર્ય કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જો કે આ હુમલામાં ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ બાદ જ સાચી હકીકત શું છે તે સામે આવશે.
Jan 18,2026, 16:56 PM IST
સુરતમાં સાંસદ પરશોત્તમ રૂપાલાની સમાજની આકરી ટકોર, જુઓ Video
Surat Patidar Samaj: સુરતમાં રાજકોટથી સાંસદ અને પાટીદાર પરશોત્તમ રૂપાલાએ સમાજને ટકોર કરી હતી, હાલ સમાજોમાં ચાલતા કૂરિવાજો પર રૂપાલાએ ટિપ્પણી કરી હતી. હાલમાં સમગ્ર ગુજરાતમાં અનેક સમાજો દ્વારા હાલમાં નવા બંધારણ લાવી રહ્યા છે, તેમણે કહ્યું હતું કે, આજે દિકરીના છુટાછેડા બાદ બાપ પૈસા ગણવા બેસે છે, દિકરીના નામે પૈસા લેવા આપડા માટે શરમજનક બાબત છે. હાલ સમગ્ર ગુજરાતમાં ઠાકોર બાદ અનેક સમાજોએ બંધારણ બનાવ્યું છે અને અનેક નવા નિયમો લાવ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે અન્ય સમાજ કરતા આપડે ઘણા પાછળ રહી ગયા છીએ, હવે જાગી જવાનો સમય આવી ગયો છે. ત્યારે હવે આગળના સમયમાં જોવાનું રહેશે કે પાટીદાર સમાજ પણ નવા નિયમો કે બંધારણ લાવે છે કે નહીં.
Jan 16,2026, 22:37 PM IST

Trending news