સુરતીઓનો ચંદી પડવો બનશે સોનેરી : સોનાના વરખની ગોલ્ડન ઘારી બનાવાઈ, ભાવ સાંભળીને ઉડી જશે હોંશ

ચેતન પટેલ/સુરત :સુરતી લાલાઓ હંમેશા કંઈક નવું કરવામા માને છે ત્યારે આ વર્ષે કોરોનાકાળમાં પણ સુરતીઓએ ચંદી પડવાને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાઓ દ્વારા ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારીને નવીન રૂપ આપવામાં આવ્યું છે અને આ રૂપ છે સોનાના વરખનું. રાજા રજવાડા તેઓના સમયમાં સુવર્ણ ભસ્મ વાપરતા હતા જેનાથી પ્રેરિત થઈને આ ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે. 

1/5
image

સુરતની ઘારી આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને આ વખતે ચંદી પડવો સોનેરી બનવા જઈ રહ્યો છે. કારણકે સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતા 24 કેરેટ દ્વારા સોનાના વરખવાળી ગોલ્ડન ઘારી તૈયાર કરાઈ છે. સુરતીઓએ ખાણીપીણીમાં ક્યારેય મોંઘવારીનો સમય જોયો નથી એ વાતનો સાક્ષી સુરતનો ઈતિહાસ છે. ત્યારે સુરતમાં હાલ કેસર પિસ્તા ફ્લેવરમાં આ ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે. 

2/5
image

આજે ચંદી પડવો છે. શરદ પૂનમના બીજા દિવસે સુરતીઓ દ્વારા ચંદી પડવાની જાહેરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સોમવારે સુરતીઓ શાનદાર રીતે ચંદી પડવાને ઉજવશે. ત્યારે અનેક ઈન્ક્વાયરીઓને પગલે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે. આ ઘારીની બનાવટમાં ડ્રાયફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને તબક્કાવાર પ્રોસેસ કર્યા બાદ અંતે ઘારી પર સોનાની વરખ ચડાવવામાં આવે છે.

3/5
image

સુરતની ઘારીની ડિમાન્ડ ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે. ત્યારે આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે પણ અમેરિકામાં 25 કિલો જેટલી ગોલ્ડન ઘારી લગ્નપ્રસંગે મોકલવામાં આવી છે. ઘારીના વિક્રેતા રાધાબેન મીઠાઈવાલાએ કહ્યું કે, પ્રાચીન કાળમાં આયુર્વેદની દ્રષ્ટિએ સોનાની ભસ્મ એટલે કે સોનાના વરખને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવતી હતી. જેથી જે તે સમયે રાજા રજવાડાઓના સમયમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ જોઈને ગોલ્ડન ઘારી બનાવાઈ છે. 10 દિવસ સુધી આ ઘારી બગડ્યા વગર રહી શકે છે અને હાલ 9000 રૂપિયા પ્રતિ કિલોએ ઘારી વેચવામાં આવી રહી છે. આ વર્ષે આ ઘારી વિદેશ મોકલવા માટે વિશેષ પેકિંગ બનાવવામાં આવ્યુ છે. જેથી 10 થી12 દિવસ સુધી ઘારી સારી રહે છે.   

4/5
image

5/5
image