PSI-ASIની 1382 જગ્યા પર જાહેરાત, જાણો ક્યારે ભરી શકાશે ફોર્મ, કઇ છે અંતિમ તારીખ

લાંબા સમયથી યુવાનો જે પદની ભરતીની જાહેરાતની રાહ જોઇ રહ્યા હતા તે પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) અને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સપેક્ટર (ASI) ના પદ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Bharti bord) ના  અધ્યક્ષ વિકાસ સહાય (Vikas Sahay) તથા ગૃહ વિભાગ (Home Department of Gujarat)  દ્વારા અધિકારીક જાહેરાત કરી દેવામાં આવી છે. જેના કારણે યુવાનોમાં ખુશી જોવા મળી રહી છે. 

1/4
image

અમદાવાદ : લાંબા સમયથી જે પોલીસ ભરતીની રાહ જોવાઇ રહી હતી તે પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) સંવર્ગની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અંગેનું અધિકારીક નોટિફિકેશન પણ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. 

2/4
image

વિકાસ સહાય દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહિલા અને પુરૂષ પોલીસ સબ ઇન્સપેક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની 202 જગ્યા છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (મહિલા) માટે 98 પદ છે. 

3/4
image

હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફીસર (પુરૂષ)18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) 659, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (મહિલા) 324 આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.

4/4
image

16-03-2021 ના દિવસે ભરતી અંગેનાં નિયમોની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત 16-03-2021 થી 31-03-2021 સુધી આ પદો માટે અરજી કરી શકાશે. આ અંગેના જરૂરી તમામ માર્ગદર્શન સાથે એટેચ કરવામાં આવશે.