ગુજરાતમાં ભાજપની આંધી-મોદી મેજિકમાં વિરોધીઓના સૂપડાં સાફ, 10 ઉમેદવારો તો 1 લાખથી વધુ મત સરસાઈથી જીત્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને પરિણામ પણ આવી ગયું. જેમાં ગુજરાતની જનતાએ 27 વર્ષથી શાસન કરી રહેલા ભાજપને ફરીથી ખોબલે ખોબલે મત આપીને સત્તામાં લાવી દીધુ. ભારતીય જનતાએ એક પછી એક રેકોર્ડ પણ સર્જ્યા. જેમાં એક રેકોર્ડ તો કોંગ્રેસનો તોડ્યો. 1985માં કોંગ્રેસે 149 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે આ વખતે ભાજપે તે રેકોર્ડ તોડીને 156 બેઠકો મેળવી બધા રેકોર્ડ  તોડી નાખ્યા. બીજો રેકોર્ડ એ પણ બન્યો કે ભાજપના 10 ઉમેદવારો તો એક લાખ કરતા પણ વધુ મતની સરસાઈથી જીત્યા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1.92 લાખ મતથી જીત્યા. આ 10 ઉમેદવારો જંગી સરસાઈથી જીત્યા..

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ-૧,૯૨,૨૬૩ લીડ

1/10

ચોર્યાસી- સંદિપ દેસાઈ-૧,૮૧,૮૪૬ લીડ

2/10

મજુરા- હર્ષ સંઘવી-૧,૧૬,૬૭૫ લીડ

3/10

ઓલપાડ- મુકેશ પટેલ-૧,૧૫,૧૩૬ લીડ

4/10

રાજકોટ પશ્ચિમ-ડૉ. દર્શિતા શાહ- ૧,૦૫,૯૭૫ લીડ

5/10

કાલોલ- ફતેસિંહ ચૌહાણ- ૧,૦૫,૪૧૦ લીડ

6/10

એલિસબ્રીજ- અમિત શાહ-૧,૦૪,૪૯૬ લીડ

7/10

સુરત પુર્વ- પૂર્ણેશ મોદી- ૧,૦૪,૩૧૨ લીડ

8/10

વલસાડ- ભરત પટેલ- ૧,૦૩,૭૭૬ લીડ

9/10

માંજલપુર- યોગેશ પટેલ- ૧,૦૦,૭૫૪ લીડ

10/10