વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો, તાપમાનમાં થશે 2થી 4 ડિગ્રીનો ઘટાડો

Gujarat Winter Alert: રાજ્યમાં શિયાળો શરૂ થઈ ગયો છે અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આ વચ્ચે રાજ્યમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. 
 

1/6
image

ગુજરાતમાં ઠંડીને વાત કરીએ તો સૌથી ઠંડું નલિયા 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધારે નોંધાયું છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વાતાવરણ બદલાશે.   

2/6
image

ભારતીય હવામાન વિભાગએ નવી આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. 

3/6
image

ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે. 

અંબાલાલે કરી છે વાવાઝોડાની આગાહી

4/6
image

અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.

5/6
image

ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

6/6
image

ડિસેમ્બરમાં બે-બે વાવાઝોડાની અસર જોવા મળવાની છે. જેની અસર ઠંડી પર જોવા મળવાની છે. તેને કારણે આ ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે શિયાળો હળવો રહેશે અને શીત લહેરના દિવસોની સંખ્યા પણ સામાન્ય કરતાં ઓછી રહેશે. જોકે, વાતાવરણ આગામી સમયમાં કેવી કરવટ બદલવાની છે તે તો આગામી સમયમાં જોવા મળશે.