Gujarat Weather Forecast: હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાનના બદલાતા મિજાજ જોતા એવું લાગી રહ્યું છે કે આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતા વહેલું દસ્તક દઈ શકે છે. ખાસ કરીને કેરળમાં ચોમાસું વહેલું બેસી જવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. ગરમીના આકરા રાઉન્ડ બાદ હવે મે ના છેલ્લા સપ્તાહમાં કુદરત મહેરબાન થાય તેવા સંકેતો છે. વહેલું ચોમાસું ખેતી માટે આશાનું કિરણ લઈને આવશે.
Mini Cyclone with Ahmedabad: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને 40 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે મંગળવારે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ મોડી સાંજે ધૂળની ડમરીઓ અને તેજ પવન સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. શહેરના પશ્ચિમથી લઈને પૂર્વ વિસ્તાર સુધી સર્વત્ર વરસાદી માહોલ છવાતા નગરજનોને ગરમીથી મોટી રાહત મળી છે.
Gujarat Weather Forecast: અમદાવાદના અનેક વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ અચાનક આવેલા વાવાઝોડા જેવા માહોલને કારણે શહેરના અનેક માર્ગો પર હોર્ડિંગ્સ ઉડ્યા હતા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. મોડી રાત્રે શરૂ થયેલા પવન અને વરસાદે શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોને ધમરોળ્યા હતા. ખાસ કરીને પૂર્વ અમદાવાદના બાપુનગર, નિકોલ, નરોડા. જ્યારે પશ્ચિમ અમદાવાદના થલતેજ, શીલજ, એસ.જી. હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઈટ અને સરખેજમાં વરસાદી માહોલ જોવા મળ્યો.
Ambalal Patel Big Prediction: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગત મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ અચાનક આવેલા વાવાઝોડા જેવા માહોલને કારણે શહેરના અનેક માર્ગો પર હોર્ડિંગ્સ ઉડ્યા હતા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ 23 મી આસપાસ થઈ શકે છે પણ આગામી દિવસોમાં આ જગ્યાએ વરસાદ થઈ શકે છે.
Gujarat Rain Forecast: સમગ્ર દેશના રાજ્યો ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારો ભીષણ ગરમીની લપેટમાં હતા, પરંતુ છેલ્લા 4-5 દિવસથી લૂ અને બફારાવાળી ગરમીથી રાહત મળી છે. તોફાની પવનો સાથે વરસાદ થવાને કારણે વાતાવરણ ઠંડુ પડ્યું છે. હવામાન વિભાગે (IMD) આ અઠવાડિયે પણ વરસાદ અને પવનનો દોર ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ચાલો જાણીએ કે આગામી 5 દિવસ એટલે કે 8 મે સુધી હવામાન કેવું રહેશે.
Gujarat Rain Forecast: ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જળક્રાંતિ ટ્રસ્ટની બેઠક અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું આશાસ્પદ રહેવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્યમાં કાળઝાળ ઊનાળા પછી ચોમાસું કેવું રહેશે તે અંગે સૌથી પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન નિષ્ણાતોએ 40થી 50 ઇંચ વરસાદ વરસવાની આગાહી સાથે વાવાઝોડાનું જોખમ વિશે વાત કરી છે.
Gujarat Weather forecast paresh goswami latest weather prediction watch video
Gujarat Monsoon Forecast: સમગ્ર દેશ છેલ્લા 15 દિવસથી ભીષણ ગરમીની લપેટમાં હતો. પરંતુ છેલ્લા 2 દિવસથી ઉત્તર ભારતના લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તોફાની પવન ફૂંકાવા સાથે ક્યાંક હળવો વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ચાલો જાણીએ કે આગામી 5 દિવસ એટલે કે 6 મેસુધી દેશભરમાં કયા રાજ્યમાં કેવું હવામાન રહેશે?
Ambalal Patel forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી અને લૂના પ્રકોપથી લોકો ત્રાસી ગયા છે. અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે. આ કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને પવનને લઈને મહત્વની આગાહી કરી છે.
2 people die due to intense heat and heatwave in Gujarat
Ambalal Patel forecast: દેશમાં પ્રી-મોન્સૂન દસ્તક દઈ ચૂક્યું છે, કારણ કે એપ્રિલ મહિનાના અંતમાં ભીષણ ગરમી વચ્ચે અચાનક હવામાન પલટાયું છે. તોફાની પવનો અને ગાજવીજ સાથે વાદળો વરસ્યા છે. હવામાન વિભાગ (IMD) એ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વરસાદ અને હિમવર્ષાનો દોર ચાલુ રહેવાની ધારણા વ્યક્ત કરી છે. ચાલો જાણીએ કે આગામી 5 દિવસ એટલે કે 4 મે સુધી દેશભરમાં હવામાન કેવું રહેશે?
Gujarat Weather Update: દેશભરમાં હવામાનના મિજાજમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ ભીષણ ગરમીએ રેકોર્ડ તોડ્યા છે, તો બીજી તરફ આગામી 48 કલાકમાં 12 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે અને કરા પણ પડી શકે છે.
Ambalal Patel forecast: ગુજરાતમાં ઉનાળો હવે તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓને કારણે રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાકમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતા છે.
Ambalal Patel forecast: ગુજરાતમાં ઉનાળો હવે પોતાનું અસલી રૂપ બતાવી રહ્યો છે, ત્યારે અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઈને એક મહત્વની આગાહી કરી છે. આજથી રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીના પારામાં મોટો ઉછાળો જોવા મળશે. મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી આકરા તાપની અસર વર્તાશે. આ સિવાય દેશના હવામાનમાં પણ મોટો પલટો આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, દેશના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે.
Ambalal Patel forecast: આ વર્ષે ગુજરાતમાં ઉનાળો અને ચોમાસું બંને રમત રમાડવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. એપ્રિલથી જૂન દરમિયાન ગુજરાત સહિત દેશભરના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે. એક તરફ ભારતીય હવામાન વિભાગે આકરી ગરમી અને હીટવેવની ચેતવણી આપી છે, તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને ચક્રવાતની આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે.
Ambalal's latest prediction: મતદાનના દિવસે આકરી ગરમીની આગાહીના પગલે રાજકીય પક્ષોની ચિંતા વધી છે. રાજકીય પક્ષો સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. અંબાલાલ પટેલ પ્રમાણે, મતદાનના દિવસે મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે
Ambalal Patel forecast: ગુજરાતીઓ માટે આવનારા દિવસો પડકારજનક રહેવાના સંકેત મળી રહ્યા છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી, વાવાઝોડું અને વરસાદને લઈને જે આગાહી કરી છે તે ધ્રુજાવી દે તેવી છે. આ વર્ષે ઉનાળો તેના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળશે. આગાહી મુજબ 24 એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો આસમાને પહોંચશે.
Gujarat Weather 2026: અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ગરમીમાં વધારો. અમદાવાદમાં 41 ડીગ્રી ઉપર ગરમીનું તાપમાન નોંધાયું છે. અસહ્ય ગરમી વચ્ચે લોકો ગરમીથી બચવાના ઉપાય કરતા જોવા મળ્યા. ગરમી વચ્ચે સૌથી વધુ શેરડીનો રસ પિતા લોકો જોવા મળ્યા. ગરમી વચ્ચે સૌથી વધુ પ્રવાહી રાહત આપે છે. પ્રવાહીમાં શેરડીનો રસ એનર્જી આપતો હોવાથી સૌથી વધુ લોકો શેરડીનો રસ પિતા જોવા મળ્યા. શેરડીનો રસ પિતા લોકો સાથે કરી ખાસ વાત.
Ambalal Patel's Big Prediction: ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આમ, અમદાવાદીઓ સહિત રાજ્યભરના લોકોએ ગરમી અને અચાનક આવતા વરસાદ એમ બંને માટે તૈયાર રહેવું પડશે.
Ambalal Patel's Big Prediction: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોને દઝાડી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં આજથી સતત ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ એટલે કે 'માવઠું' પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને જોતા ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.
Ambalal Patel Forecast For Rain On 19 To 21 April : રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. પરંતું આવતીકાલ 19, 20 અને 21 એપ્રિલે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં હવામાનમાં પલટો આવવાની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવશે. દરિયો તોફાની બનવાની અને કેટલાક ભાગમાં કરાં પડવાની શક્યતા છે. વરસાદના રાઉન્ડ બાદ ગરમીમાં વધારો થશે.
Monsoon 2026: માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હાલ હવામાન જે રીતનું જોવા મળી રહ્યું છે તે ચિંતાજનક છે. ઉપરથી IMDએ એવી આગાહી કરેલી છે કે આ વખતે ચોમાસું નબળું રહી શકે છે. ત્યારે આ નાનકડો છોકરો....એવું તે શું કરી રહ્યો છે જેના કારણે ખતરો ઊભો થયો છે?