ડિસેમ્બરના અંતમાં બની રહ્યો છે બે યોગનો અદભૂત સંયોગ, આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, માલામાલ થશે

જ્યોતિષ મુજબ ગુરુ પુષ્ય યોગ તમામ પ્રકારના શુભ કામો માટે  ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ યોગમાં સોના સહિત કેટલીક ચીજોની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય યોગ 29 ડિસેમ્બરથી બનવા જઈ રહ્યો છે. જે કેટલાક લોકો માટે ખાસ ફાયદાકારક રહેશે. 

સમય

1/8
image

ગુરુ પુષ્ય નક્ષત્ર 29 ડિસેમ્બર 2023ના રોજ મધરાતે 1.05 મિનિટ પર શરૂ થશે અને 30 ડિસેમ્બરના રોજ વહેલી પરોઢે 3.10 વાગે સમાપ્ત થશે.   

અદભૂત સંયોગ

2/8
image

29 ડિસેમ્બરના રોજ ગુરુ પુષ્ય નક્ષત્ર સાથે જ અમૃત સિદ્ધિ યોગ અને ત્રિપુષ્કર યોગનો સંયોગ બની રહ્યો છે. જેનાથી આ દિવસનું મહત્વ વધી જશે. 

ખરીદી માટે

3/8
image

29 ડિસેમ્બરનો આખો  દિવસ ગુરુ પુષ્ય નક્ષત્ર હોવાથી ખરીદી માટે સૌથી સારો દિવસ માનવામાં આવી રહ્યો છે. આ સાથે જ આ દિવસ તમે શુભ કાર્યોની શરૂઆત પણ કરી શકો છે. 

વૃષભ રાશિ

4/8
image

ગુરુ પુષ્ય નક્ષત્રથી વૃષભ રાશિવાળા માટે સારા દિવસો શરૂ થવાના છે. તમને નોકરી અને વેપારમાં પ્રગતિ થશે. રોકાણ માટે સૌથી સારો સમય છે. 

મિથુન રાશિ

5/8
image

મિથુન રાશિના જાતકો માટે ગુરુ પુષ્ય નક્ષત્ર ભાગ્યનો સાથ અપાવશે. તેના કારણે તમારા માન સન્માનમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. 

સિંહ રાશિ

6/8
image

સિંહ રાશિવાળા માટે ગુરુ પુષ્ય નક્ષત્ર ખુબ ખાસ રહેવાનું છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારી વર્ગ માટે સમય યોગ્ય છે. 

કન્યા રાશિ

7/8
image

ગુરુ પુષ્ય નક્ષત્ર કન્યા રાશિવાળા માટે ખુબ ખાસ છે. તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે. સફળતાના યોગ છે. 

8/8
image