Hanuman Jayanti 2024: બજરંગબલીના આ 5 મંદિરમાં દર્શન માત્રથી દૂર થઈ જાય છે સઘળા દુ:ખ-દર્દ

ભગવાન હનુમાન કે જેમને બજરંગ બલી, મારુતિ નંદન અને અંજનેય નામથી પણ ઓળખવામાં આવે છે તેમની પૂજા કરવાથી જીવનના સંકટ દૂર થાય છે. હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર હનુમાનજીનો જન્મ થયો હતો. આથી આ દિવસ હનુમાન જયંતી તરીકે ઉજવાય છે. આજે હનુમાન જયંતી છે. તેમાં પણ પાછો મંગળવાર છે અને આ કારણે તેનું મહત્વ વધી જાય છે. આજે  અમે તમને હનુમાનજીના ખાસમખાસ 5 મંદિરો વિશે જણાવીશું. 

મહેંદીપુરમાં બાલાજી હનુમાન મંદિર

1/5
image

રાજસ્થાનના દૌસા જિલ્લા પાસે મહેંદીપુરમાં બાલાજી મંદિર છે. એવી માન્યતા છે કે અહીં પથ્થ પર આપોઆપ હનુમાનજીની આકૃતિ ઊભરી આવી હતી. આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. અહીં દેશભરમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં હનુમાનજીની સાથે સાથે ભૈરવ બાબા, પ્રેતરાજ સરકાર અને કોતવાલ કેપ્ટનની પણ પૂજા થાય છે. આ મંદિર ભૂતપ્રેતની બાધાઓ દૂર કરવા માટે પ્રસિદ્ધ છે. 

સાલાસર હનુમાન મંદિર

2/5
image

રાજસ્થાનના ચૂરુમાં સાલાસર ગામમાં હનુમાનજીનું આ પ્રસિદ્ધ મંદિર છે. આ  કારણસર મંદિરનું નામ પણ સાલાસર હનુમાન મંદિર છે. એવું કહેવાય છે  કે અહીં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી.

જાખૂ મંદિર

3/5
image

હિમાચલ પ્રદેશમાં 8100 ફૂટની ઊંચાઈ પર હનુમાનજીનું આ પ્રસિદ્ધ જાખૂ મંદિર છે. અહીં હનુમાનજીની 108 ફૂટ ઊંચી મૂર્તિ છે. એવી માન્યતા છે કે હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થયા બાદ અહીં યક્ષ ઋષિએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ઋષિ યક્ષથી યાકુ અને યાકુથી આ મંદિરનું નામ જાખૂ પડ્યું.   

અલાહાબાદનું મંદિર

4/5
image

યુપીના અલાહાબાદમાં હનુમાનજીનું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનજી સૂતેલી અવસ્થામાં છે. આ કારણસર આ મંદિરને સૂતેલા હનુમાન મંદિર પણ કહે છે. આ મૂર્તિની લંબાઈ લગભગ 20 ફૂટ છે. આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અહીં દર્શન કરનારા લોકોની પરેશાનીઓ હનુમાનજી દૂર કરે છે. 

અયોધ્યાનું હનુમાનજી મંદિર

5/5
image

ઉત્તર પ્રદેશની રામનગરી અયોધ્યામાં હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર હનુમાનગઢીમાં છે. આ મંદિર ઊંચી પહાડીની ટોચ પર સરયુ નદીના કિનારે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના 300 વર્ષ પહેલા સ્વામી અભયારામદાસજીએ કરી હતી. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)