હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે જણાવ્યું કે આ દરમિયાન પવન પણ ફૂંકાશે.
Gujarat Weather Alert : ગુજરાતમાં સત્તાવાર ચોમાસું હજી આવ્યું નથી. આગામી દિવસોમાં રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે આજે 5 જુનથી 10 જુન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના કેટલાંક ભાગમાં હળવા વરસાદની આગાહી કરી છે. તો સાથે જ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું કે, આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમા હળવા વરસાદની આગાહી છે. આ સાથે જ પવનની ગતિ ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની રહી શકે છે. ભારે ગર્જના અને વીજળીના ચમકારા પણ રહી શકે છે. દરિયાઈ વિસ્તારમાં ૨૦ થી ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપ રહી શકે છે. ઉત્તરી પાકિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જમ્મુ કાશ્મીર પર એક સાયકોલિનિક સર્ક્યુલેશન અને ટ્રફ પણ સક્રિય અને દક્ષિણ પૂર્વી રાજસ્થાન પાસે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી કેરળ પહોંચેલા ચોમાસાની આગામી ૨-૩ દિવસમાં આગળ વધવાની સંભાવના છે.
Kerala Heavy Rain Alert:ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો છે કે ચોમાસાએ કેરલમમાં પ્રવેશ કરી લીધો છે. તેની અસર કેરલમ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે.
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ હવામાનમાં બહુ મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન એમ ત્રણ-ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય થતાં સમગ્ર રાજ્યના વાતાવરણમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આજે રાજ્યના 16 જિલ્લાઓ સહિત દાદરા-નગર હવેલી અને દીવ-દમણમાં મધ્યમથી ભારે વરસાદ સાથે વાવાઝોડાની આશંકાને પગલે 'યલો અલર્ટ' જાહેર કરાયું છે.
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં જોવા મળશે પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસર. 5 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના. 7,8,9 જૂન દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી. 8 જૂનથી દરિયા પવનો બદલાશે પવન તેજ થશે. 16 જૂન આસપાસ ચોમાસાનો વરસાદ ગુજરાત આવી શકે. 20 જૂનથી વાતાવરણમાં અણધાર્યો પલટો સર્જાશે. 28 જૂન સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી. 7 જુલાઈ સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી...
Ambalal Patel Forecast: સમગ્ર ગુજરાતમાં હાલ પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું છે. હવામાન વિભાગે આજે સવારે 7 વાગ્યે આગામી ત્રણ કલાક માટે નાવ કાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. જે મુજબ કચ્છ, બનાસકાંઠા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલમાં વાતાવરણમાં સર્જાયેલી ત્રણ સિસ્ટમો (બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય હોવાને કારણે સમગ્ર રાજ્યના હવામાનમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે.
Pre monsoon activity: શું જૂન મહિનામાં પણ ફેબ્રુઆરી જેવી ઠંડક અનુભવાતી રહેશે? કારણ કે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના 23 રાજ્યોમાં છેલ્લા 5 દિવસથી વરસાદ અને વાવાઝોડાનો દોર શરૂ છે. આ અઠવાડિયે પણ આ રાજ્યોમાં તોફાની પવન ફૂંકાશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, એટલે કે આ અઠવાડિયે પણ હવામાનના અલગ-અલગ રંગ જોવા મળી શકે છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. ગત મોડી રાત્રે રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.
Unseasonal rain in Gujarat : ગુજરાતમાં ચોમાસા પહેલા કમોસમી વરસાદથી વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે છેલ્લા ૨૪ કલાકના સત્તાવાર આંકડા અનુસાર, ગુજરાતના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જાણો ગુજરાતમાં ક્યા ગાજવીજ સાથે વરસાદ આવ્યો, ક્યાં વાવાઝોડું આવ્યું અને કયા કયા જિલ્લાઓ માટે હજી પણ વરસાદની આગાહી છે
Ambalal Patel Forecast: ક્રિકેટ રસિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ક્ષણ હવે આવી ગઈ છે, પરંતુ તેની સાથે જ એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 મેના રોજ રમાનારી IPL-2026ની ભવ્ય ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ફાઇનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે. આ વર્ષે ખિતાબ જીતવા માટે બેંગલુરુ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો થવાનો છે, પરંતુ કુદરતનો મૂડ આ રોમાંચ બગાડી શકે તેમ છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી જ વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે.
Gujarat Monsoon 2026 : ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ છવાયો છે. આજે અરવલ્લીના મોડાસા, માલપુર, શામળાજી તેમજ દાહોદના ઝાલોદ, લીમડી, ફતેપુરામાં વરસાદ આવતા લોકોને આકરી ગરમીથી રાહત મળી છે. તો આ સાથે જ રાજ્યમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ભારે વરસાદ થતાં અતિવૃષ્ટિની પણ સંભાવના આગાહીકારે વ્યક્ત કરી છે. ત્યારે આગામી દિવસો માટે અંબાલાલ પટેલ તથા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાત ડો.ધીમંત વઘાસિયાની આગાહી શું છે તે જાણીએ.
Gujarat Weather Forecast Today : ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. ત્યારે ગુજરાતમાં પણ આજથી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ સાથે જ અરવલ્લીમાં વહેલી સવારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તો અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું છે. આ વચ્ચે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જે મુજબ, સવારે 7:30 વાગેથી આગામી ત્રણ કલાક માટે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે.
Gujarat Rain Forecast: ગુજરાતમાં આખો મે કાળઝાળ ગરમી પડી છે. ત્યારે રાજ્યમાં આવતીકાલથી ગાજવીજ સાથે મેઘરાજા વરસશે. હવામાન વિભાગ દ્વારા 30 મેથી 4 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 30મી મેથી ગુજરાતમાં હવામાન પલટાશે અને ચોમાસાનો માહોલ સર્જાવવાની આગાહી આપવામાં આવી છે. હાલમાં ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે. ચોમાસું હાલ અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે અને ત્રણ દિવસ બાદ હવે ફરીથી ચોમાસાએ પ્રગતિ કરી છે. ત્યારે ચાલો જાણીએ શું છે નવી આગાહી?
Gujarat Weather 2026: રાજ્યના હવામાન વિભાગ દ્વારા અગામી દિવસોમાં સામાન્યથી ભારે વરસાદની અગાહી કરાવામાં આવી છે. અગામી 30 મેં થી 4 જૂન સુધી ભારે પવન અને ગાજ વીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની ગતી ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે
Ambalal Patel Agahi: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ગરમીનો પ્રકોપ ચરમસીમાએ છે. સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદ 44.4 ડિગ્રી તાપમાન સાથે બીજા ક્રમે નોંધાયું છે. આવી કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા ગુજરાતીઓ માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.
Ambalal Patel Agahi: ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા ગુજરાત માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રી થવાની છે. હવામાન વિભાગે રાજ્યમાં 30 મે થી 2 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તો અંબાલાલ પટેલે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.
Ambalal Patel Agahi : ગુજરાતમાં ગરમીનો કહેર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ સહિતના શહેરો અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. પરંતુ આ વચ્ચે હવે આવ્યા છે રાહતના સમાચાર. હવામાન વિભાગ અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ગરમીમાં ઘટાડાની આગાહી કરી છે. શું છે આ આગાહી? જુઓ આ અહેવાલમાં...
Ambalal Patel Forecast: ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજીતરફ ઉત્તર ભારત સહિતના રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર 5 મે માટે યુપી, બિહાર, હિમાચલ સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. સાથે જ 70 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન મુશ્કેલીઓ વધારી શકે છે. એટલું જ નહીં, પૂર્વી રાજ્યોમાં વીજળી પડવાની પણ પ્રબળ શક્યતા છે. બીજી તરફ, પહાડી રાજ્યો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Ambalal Patel weather forecast: દેશમાં ફરી એકવાર કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, સોમવારથી આગામી પાંચ દિવસ સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને જોરદાર આંધીનો પ્રકોપ જોવા મળશે. રવિવારે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પડ્યા બાદ હવે આ સંકટ વધુ ઘેરાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 5 દિવસ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 મે થી 8 મે વચ્ચે દિલ્હી-NCR સહિત 12 થી વધુ રાજ્યોમાં તેજ પવન, વરસાદ અને કરા પડવાની શક્યતા છે.
Ambalal Patel Forecast: ગુજરાત અત્યારે જાણે અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. સવારથી જ સૂર્યનારાયણ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દે છે. સિઝનમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે હજુ પણ 'તાપનું ટોર્ચર' વધવાની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં સૂર્યદેવનું કેવું ટોર્ચર રહેશે. શું છે નવી આગાહી.
Ambalal Patel Forecast: ગુજરાત સહિત દેશના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ક્યારેક ગરમી તો ક્યારેક કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાત સહિત દેશભરમાં પ્રચંડ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દેશમાં ભીષ ગરમીનો 149 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટશે તેવી આગાહી કરી છે. જ્યારે બીજી તરફ આગામી 24 કલાકમાં દેશના 13 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ગંભીર ચેતવણી પણ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે.