Happy Birthday Sachin: જાણો કેવી રીતે Sachin બની ગયો ક્રિકેટનો ભગવાન, સંઘર્ષથી સફળતાના શિખરો સુધીનો સફર

વિરલ પટેલ, અમદાવાદઃ માસ્ટર બ્લાસ્ટર કહો કે પછી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ન માત્ર ભારત પરંતું દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓના દિલમાં વસેલા છે. ક્રિકેટમાં અનેક રેકોર્ડ સર્જી 'ગોડ ઓફ ક્રિકેટ' બનનાર સચિન આજે સૌથી નાની વયે સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી સન્માનિત થવાનું ગૌરવ પણ પોતાના નામે ધરાવે છે. યુવા ક્રિકેટરોના રોલ મોડલ રહેનાર સચિન તેંડુલકરનો આજે 48મો જન્મદિવસ...

 

 

 

 

 

અનેક ઘરોના કાચ તોડ્યા સચિને

1/6
image

સચિન બાળપણમાં જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે આસપાસના ઘરોની બારીઓના કાચ તોડી દીધા હતા, તે સમયે કોણે જાણ્યું હશે ઘરની બારીઓના કાચ તોડનાર આ છોકરો એકદિવસ ક્રિકેટમાં એક પછી એક રેકોર્ડ બનાવશે. સચિનને તેના ભાઈ અજિત તેંડુલકર કોચ રમાકાંત આચરેકર પાસે લઈ ગયા.ઘણા ઓછા લોકોને આ વાત ખબર હશે કે ક્રિકેટની ખૂબ જ પ્રેક્ટિસ કરનાર સચિનને અનેક મહિનાઓ બાદ ક્રિકેટ રમવાની તક મળી ત્યારે શરૂઆતની બે મેચોમાં તે શૂન્ય રન પર આઉટ થઈ ગયા. ત્યારબાદ સચિને મેચોમાં ઘણુ સારું પ્રદર્શન કર્યું. સચિને તેના કોચ આચરેકરનો વિશ્વાસ જાળવી રાખ્યો. સચિન તેંડુલકરે પોતાના ઈન્ટરવ્યૂમાં આ વાત જણાવી છે કે તે જુદી જુદી ઉમરના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમતા હતા. સચિનની બેટિંગ જોઈ તેનાથી મોટી ઉમરના ખેલાડીઓ દંગ રહી જતા. આખરે સચિનની વર્ષોની મહેનત રંગ લાવી અને ભારતને તેણે વર્લ્ડકપ અપાવ્યો. આ સાથે સચિનનું વર્લ્ડકપ જીતવાનું સપનું પણ સાકાર થયું.

સચિન પાસે 13 અમૂલ્ય સિક્કા

2/6
image

સચિનની આ વાત જાણી તમે પણ તમારા ફેવરિટ ક્રિકેટર પર ગર્વ અનુભવશો. સચિન જ્યારે ક્રિકેટ એકેડમીમાં તાલીમ થઈ રહ્યા હતા ત્યારે તેમના કોચ રમાકાંત આચરેકર બોલરો સામે શરત મૂકતા કે જે દિવસભરમાં સચિનને આઉટ કરી લે તેને સિક્કો મળશે, અને જો આઉટ ન કરી શક્યા તો સિક્કો સચિનનો થશે. સચિન તેંડુલકરે આવા 13 સિક્કાઓ ભેગા કર્યા જે તેણે આજે પણ સંભાળી રાખ્યા છે.

પાકિસ્તાનની ટીમ સામે કર્યુ ડેબ્યૂ

3/6
image

સચિન તેંડુલકરે ટેસ્ટ અને વન-ડે મેચમાં ડેબ્યૂ પાકિસ્તાનની વિરુદ્ધ ડેબ્યૂ કર્યું. વર્ષ 1989માં સચિને ડેબ્યૂ કર્યુ હતું. સચિન તેંડુલકર આજે ક્રિકેટના ભગવાન ગણાય છે તેના માટે તેમના ગુણ અને જે હતા આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ. સચિન તેંડુલકરનો એક રસપ્રદ કિસ્સો છે, સચિન જ્યારે નવજોત સિદ્ધુ સાથે મેદાન પર રમવા ઉતર્યા. તે સમયે સચિન સામે હતા દુનિયાના તે સમયના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર વસીમ અકરમ.વસીમ અકરમની બોલ સચીનને મોંઢા પર વાગી અને લોહી પણ નીકળ્યું. તમામે તે સમયે સચિનને પરત જવાનું કહ્યુ પરંતું સચિને રમવાનો જ નિર્ણય લીધો. તે પછીના બોલમાં સચિને આત્મવિશ્વાસ સાથે ચોકો માર્યો. તે સમયે જેને પણ સચિનને રમતા જોયો હશે તેને માન્યું કે સચિન ક્રિકેટના ભગવાન છે.

5 વર્ષની ઉમરે હાથમાં પકડ્યું બેટ

4/6
image

સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના દિવસે મરાઠી પરિવારમાં થયો. સચિન તેંડુલકરના પિતા મરાઠી શિક્ષક હતા, જેમને લેખનનો ખૂબ શોખ હતો. સચિનને તેની માતા 'સચ્ચુ' કહીને બોલાવતી હતી. સચિન ખૂબ નાની ઉમરથી ક્રિકેટ તરફ આકર્ષાયા હતા. માત્ર 5 વર્ષની ઉમરે બેટ હાથમાં લઈ લીધું. સચિનનો ક્રિકેટ પ્રત્યે લગાવ જોઈને તેમના સચિનના મોટાભાઈ અજિત તેંડુલકરે સચિનને ક્રિકેટ એકેડમીમાં જોડાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

વિનોદ કાંબલી સાથે પારી રમી ચર્ચામાં આવ્યા

5/6
image

સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમેચ રમે તે પહેલા ચર્ચામાં આવી ગયા. સચિને તેના મિત્ર વિનોદ કાંબલી સાથે ટેસ્ટમેચ હેરિસ શિલ્ડ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં 664 રનની ભાગીદારી કરી. સચિને આ મુકાબલામાં 336 રન બનાવ્યા હતા. સચિનની રમતથી ક્રિકેટ્પ્રેમીઓનું તેના પર ધ્યાન ગયું

સચિનને સાચા અર્થમાં મળ્યો 'ક્રિકેટના ભગવાન'નો દરજ્જો

6/6
image

સચિનને તેની શાનદાર બેટિંગ કે તેને બનાવેલા વિશ્વવિક્રમોના કારણે જ 'ક્રિકેટનો ભગવાન' કહેવામાં આવતો નથી પરંતું તેના શાંત સ્વભાવ અને દરેક સાથે સારા વ્યવહારના કારણે પણ કહેવામાં આવે છે. સચિન દુનિયાના કેટલાક એવા ખેલાડીઓમાં સામેલ છે જેમણે સ્ટેડિયમ પર ભાગ્યે જ પિત્તો ગુમાવ્યો હોય. સચિન કોઈને ગાળ બોલીને કે તેની સાથે ઝઘડો કરી ઊંધો જવાબ આપવાના બદલે પોતાની બેટિંગથી જ સામેવાળાની બોલતી બંધ કરી છે. સચિન તેંડુલકર ક્યારે પોતાના માટે નહીં પરંતુ દેશ માટે રમ્યા છે.