આજે આટલા વર્ષના થયા Shah Rukh Khan, ગેરેજમાં ઉભી છે Black Badge જેવી કરોડોની કાર્સ
Happy Birthday Shah Rukh Khan- Car Collection: બોલિવૂડના કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ થયો હતો. એટલે કે આજે તે 58 વર્ષનો થઈ ગયો છે. તેની બોલિવૂડ કારકિર્દી લગભગ 30 વર્ષની છે. આ સમયગાળા દરમિયાન, તેમણે દેશની સાથે-સાથે વિદેશમાં પણ ઘણી ખ્યાતિ મેળવી. તે તેના અભિનય, રમૂજ અને સ્ટાઇલ માટે જાણીતા છે.
શું તમે જાણો છો કે તેઓ કારના પણ ખૂબ શોખીન છે? તેની પાસે લક્ઝુરિયસ કાર કલેક્શન છે, જેમાં દુનિયાની સૌથી મોંઘી અને લક્ઝુરિયસ કારનો સમાવેશ થાય છે. તેને તેની કાર ખૂબ જ પસંદ છે. શાહરૂખ ખાન ઘણીવાર તેની મોંઘી કાર સાથે જોવા મળ્યા છે.
Rolls Royce Cullinan Black Badge
શાહરૂખ ખાને આ વર્ષે પોતાના કલેક્શનમાં નવી રોલ્સ રોયસ કારનો સમાવેશ કર્યો છે. આ રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ છે. કેટલાક કસ્ટમાઇઝેશન સાથે, તેની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ હોવાની શક્યતા છે. રસપ્રદ વાત એ છે કે, શાહરૂખ ખાને આ નવા રોલ્સ રોયસ મોડલ માટે VIP લાઇસન્સ પ્લેટ નંબર '0555' પણ લીધો છે.
Rolls Royce Phantom Drophead Coupe
તેમની પાસે રોલ્સ-રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપ પણ છે. જોકે, ફેન્ટમ સેડાનનું આ ટુ-ડોર કન્વર્ટિબલ વર્ઝન બંધ કરવામાં આવ્યું છે. ફેન્ટમ ડ્રોપહેડ કૂપ 6.8-લિટર V12 પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 465 PS પાવર અને 750 Nm ટોર્ક જનરેટ કરે છે. તેના બંધ થવાના સમયે, તેના બેઝ નોન-કસ્ટમાઇઝ્ડ વર્ઝનની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા હતી.
Bentley Continental GT
શાહરૂખ ખાનના ગેરેજમાં બેન્ટલી કોન્ટિનેંટલ જીટી પણ છે. આ વૈભવી બે-દરવાજા બેન્ટલી કોન્ટિનેંટલ GT કૂપ 4.0-લિટર ટ્વીન-ટર્બો V8 પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે 505 PS મહત્તમ પાવર અને 660 Nm પીક ટોર્ક આઉટપુટ ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
BMW 7-Series
BMW 7-Series કદાચ Rolls-Royce અથવા Bentley વેલ્યૂ ભળે ના મળતી હોય, પરંતુ તે ઉત્તમ અનુભવ અને ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ કોઈથી ઓછી નથી. શાહરૂખ ખાન પાસે BMW 760 Li sedan છે. તેમાં 6.0-લિટર V12 પેટ્રોલ એન્જિન છે.
Audi A8 L
શાહરુખ ખાનના કાર કલેક્શનમાં જર્મન એન્જિનિયરિંગની બીજી એક શાનદાર પ્રોડક્ટ છે. તેની પાસે Audi A8L છે. તેની Audi A8 Lમાં 4.2-લિટર V8 ડીઝલ એન્જિન છે, જે 384 PS મેક્સ પાવર અને 850 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.
Trending Photos