Photos : ભારે વરસાદમાં પણ ‘મન્નત’ની બહાર શાહરૂખને બર્થડે વિશ કરવા પહોંચ્યા ફેન્સ

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan) આજે 2 નવેમ્બરે પોતાનો 54મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. ટીવીથી બોલિવુડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર શાહરૂખ ખાનને તેના ચાહકો અનેક નામથી ઓળખે છે. દર વર્ષે શાહરૂખ ખાન પોતાના બર્થડે પર ફેન્સને મળે છે. ત્યારે મુંબઈ (Mumbai) માં તેમના બંગલાના બહાર મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા હતા. મોડી રાત્રે મુંબઈમાં આવેલ શાહરૂખ ખાનનું ઘર ‘મન્નત’ (Mannat) ની બહાર બર્થડે પર ફેન્સની મોટી ભીડ જોવા મળી હતી.

નવી દિલ્હી :બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan) આજે 2 નવેમ્બરે પોતાનો 54મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. ટીવીથી બોલિવુડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર શાહરૂખ ખાનને તેના ચાહકો અનેક નામથી ઓળખે છે. દર વર્ષે શાહરૂખ ખાન પોતાના બર્થડે પર ફેન્સને મળે છે. ત્યારે મુંબઈ (Mumbai) માં તેમના બંગલાના બહાર મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા હતા. મોડી રાત્રે મુંબઈમાં આવેલ શાહરૂખ ખાનનું ઘર ‘મન્નત’ (Mannat) ની બહાર બર્થડે પર ફેન્સની મોટી ભીડ જોવા મળી હતી.

1/5
image

શાહરૂખ ખાન ભારે વરસાદની વચ્ચે પણ પોતાના ઘરની ટેરેસ પર આવ્યા હતા અને પ્રશંસકોનો આભાર માન્યો હતો.

2/5
image

ઉલ્લેખનીય છે કે, કરોડો ફેન્સ શાહરૂખ ખાનને બાદશાહ, કિંગ ખાન, રોમાન્સ કિંગ, કિંગ ઓફ બોલિવુડ કહીને બોલાવે છે. 

3/5
image

શાહરૂખ ખાને બોલિવુડમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

4/5
image

‘દિલવાલે દુલ્હનીય લે જાયેંગ’ જેવી રોમેન્ટિક ફિલ્મ અને ‘ડર’ જેવી ખતરનાક ફિલ્મોથી કિંગ ખાને દર્શકોના દિલ જીતી લીધા.

5/5
image

શાહરૂખ ખાનને પોતાની કરિયરમાં અનેક ખિતાબ પણ મળ્યા છે. (ફોટો સાભાર - તમામ તસવીરો યોગેન શાહ)