બોલિવુડ

હવે આ એક્ટ્રેસનો કોરોના નીકળ્યો, પોતાના નજીકના લોકોને ટેસ્ટ કરવાની આપી સલાહ

દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) ના મામલાની સંખ્યા 1.8 કરોડને પાર થઈ ગઈ છે. જ્યારે કે અંદાજે 6,88,000 લોકો આ બીમારીથી જીવ ગુમાવી ચૂક્યા છે. તો ભારતમાં પણ આ વાયરસનો પ્રકોપ ચાલુ છે. દેશભરમાં અત્યાર સુધી 18 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જેમાંથી 11 લાખની ઉપર આ બીમારીથી રિકવર થઈ ચૂક્યા છે. તેમજ ભારતમાં 38 હજાર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ વાયરસે મનોરંજન જગતને પણ પોતાની ઝપેટમાં લીધો છે.

Aug 4, 2020, 08:13 AM IST

Sushant Suicide Case: રિયા ચક્રવર્તી અને તેના ભાઈ પર નોંધાયો મની લોન્ડ્રિંગનો કેસ

હવે સુશાંત સિંહ રાજપૂત (Sushant Suicide Case) ના મોતના મામલામાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિત ચક્રવર્તી વધુ ઘેરાતા જઈ રહ્યાં છે. હવે ઈડીએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિત ચક્રવર્તીની વિરુદ્ધ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. તો #SushantSinghRajputના મોતના મામલા પર કેન્દ્રીય મંત્રી આરવી પાસવાને કહ્યું કે, આ મામલામાં બિહાર અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની વચ્ચે વાત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં હજી સુધી કોઈ એફઆઈઆર દાખલ ન થવાને કારણે રાજ્યોની વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે. ચિરાગ પાસવાને મહારાષ્ટ્ર સીએમ ઠાકરે સાથે વાત કરી હતી કે, સીબીઆઈ તપાસ હોવી જોઈએ. તમામ રાજનીતિક નેતા આ મામલે માંગ કરી રહ્યાં છે કે, સીબીઆઈને કેસ સોંપવો જોઈએ. 

Jul 31, 2020, 05:22 PM IST

Sushant Suicide Case: અચાનક ગાયબ થયા રિયા અને તેનો ભાઈ, ફોન પણ બંધ

સુશાંત સિંહ રાજપૂતની મોતનો મામલો વધુ પેચીદો થઈ રહ્યો છે. બિહાર પોલીસ સતત રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિક (Shovik) નો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેનાથી સંપર્ક થઈ રહ્યો નથી. પોલીસની પાસે હાલના દસ્તાવેજમાં શોવિકનો એડ્રેસ છે, આ એડ્રેસ પર ZEE NEWS ના રિપોર્ટર આ એડ્રેસ પર પહોંચ્યા હતા, ત્યારે શોવિક સાથે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

Jul 31, 2020, 01:52 PM IST

EXCLUSIVE: સામે આવ્યું સુશાંતના બેંક ડિટેઈલનું સત્ય, કરોડોનો વહેવાર થયો હતો

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના સ્યૂસાઈડ મામલામાં નોંધાયેલી એફઆઈઆર બાદ તપાસ માટે મુંબઈ પહોંચેલી બિહાર પોલીસની એક ટીમે સુશાંત સિંહના ડોક્ટર કેસરી ચાવડાનું નિવેદન લીધું છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, નવેમ્બર, 2019 થી તેઓ સુશાંતની સારવાર કરી રહ્યાં હતા. ડોક્ટરે પોલીસને જણાવ્યું કે, ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી સુશાંતે ન તો દવા રેગ્યુલર લીધી હતી, પરંતુ ડોક્ટરની સલાહને પણ અવગણી હતી. તો, બિહાર પોલીસે બેંકથી સુશાંત સિંહના એકાઉન્ટ ડિટેઈલની માહિતી મેળવી છે. જેમાં તેના રૂપિયાનો હિસાબ મળી આવ્યો છે. 

Jul 31, 2020, 12:40 PM IST

Sushant Suicide Case માં નોકરે પાર્ટીને લઈને કર્યો મોટો ખુલાસો

સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા મામલામાં સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે. ઝી મીડિયાને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સુશાંતના નોકરે બિહાર પોલીસને પૂછપરછ દરમિયાન આ સ્પષ્ટ કર્યું છે કે, આત્મહત્યાની આગલી રાતે સુશાંતના ઘર પર કોઈ પાર્ટી થઈ ન હતી. સુશાંતના નોકરે બિહાર પોલીસને જણાવ્યું કે, 13 જૂનની રાત્રે ડિનર બાદ સુશાંત પોતાના બેડરૂમમાં જ હતા. 14 જૂનના રોજ સુશાંત રોજની જેમ સવારે વહેલી ઉઠી ગયા હતા. તે રાત્રે 9 વાગ્યે ક્યાંક બહાર ગયા હતા અને ન તો ઘરમાં કોઈ પાર્ટી થઈ હતી. 

Jul 31, 2020, 10:52 AM IST

AR Rahmanનો દાવો: બોલિવૂડ 'ગેંગ' મારા વિરુદ્ધ ફેલાવે છે અફવા, નથી મળતું કામ

સંગીતકાર એ આર રહેમાન (AR Rahman)એ દાવો કર્યો કે બોલિવૂડમાં એક એવી ગેન્ગ (જૂથ) છે જેના કારણે તેમને કામ મળવામાં અડચણો આવી રહી છે. રહેમાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગત મહિને આત્મહત્યા કર્યા બાદ બોલિવૂડમાં ઈનસાઈડર અને આઉટસાઈડર (કલાકારોના બાળકો અને બહારથી આવતા કલાકારો)ને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે. 

Jul 26, 2020, 08:18 AM IST

ભારતના દુશ્મનોને ગળે લગાડી રહ્યાં છે બોલિવુડ સ્ટાર્સ, આ તસવીરથી થયો મોટો ખુલાસો

પાકિસ્તાન કેવી રીતે હિન્દી ફિલ્મ સ્ટાર્સનો ઉપયોગ કરીને પોતાના પ્રોપેગેન્ડાને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કાશ્મીરમાં આતંકવાદને ભડકાવવા માટે, કાશ્મીરના યુવાઓને ગુમરાહ કરીને આતંકવાદના ખૂની રસ્તા તરફ વાળવા માટે પાકિસ્તાન કેવી રીતે બોલિવુડને મોહરા બનાવી રહ્યું છે, તેના પર ZEE NEWS એ મોટી તપાસ કરી છે. જે ફિલ્મી કલાકારોને દેશના લોકોએ સ્ટાર બનાવ્યા, તેમની તસવીરો જ્યારે એવા લોકો સાથે સામે આવી, જે પાકિસ્તાનના હાથમાં રમી રહ્યાં છે. આ તસવીરો અનેક સવાલો ઉભા કરે છે. 

Jul 23, 2020, 09:53 AM IST

મહેસાણામાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈ પકડાયા

મહેસાણાના વિસનગર ખાતેના જુગાર ધામમાં અભિનેતા અને એમ.પી પરેશ રાવલના ભાઈ રેડમાં પકડાયા છે. વિસનગરના મથુરદાસ ક્લબના મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 20 જુગારીયા પકડાયા છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મહેસાણા એલસીબી અને પેરોફોલો સકોર્ડ મહેસાણા દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં  ૧.૯૪ લાખની રોકડ રકમ, ૧૬ મોબાઇલ અને ત્રણ વાહન મળી ૬.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 

Jul 22, 2020, 10:51 AM IST

મહેલ જેવો આલિશાન છે શિલ્પા શેટ્ટીનો બંગ્લો, VIDEOS માં જુઓ INSIDE LOOK

બોલિવુડ એક્ટ્રેસ અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આજે પણ ફેવરિટ સ્ટાર્સમાંથી એક છે. લોકો તેને હંમેશા સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. શિલ્પા પણ સતત પોતાના ફેન્સ સાથે કનેક્શન બનાવી રાખે છે. આ માટે તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોજ વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. પરંતુ વીડિયોમાં જો શિલ્પાની જે વસ્તુના સૌથી વધુ વખાણ થાય છે તે છે તેનો આલિશાન મહેલ જેવો બંગલો. કહેવાય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનું ઘર કોઈ રોયલ પેલેસથી ઓછું નથી. જ્યાં જીમ, સ્વીમિંગ પુલ, ગાર્ડન, લોબી બધુ જ આલિશાન છે. 

Jul 17, 2020, 09:20 AM IST

જોડિયા બહેનોની જેમ રહેતી રાની અને પ્રીટિની મિત્રતામાં આ કારણે આવી હતી દુશ્મનાવટ

એક સમય હતો, જ્યારે રાની મુખરજી (Rani Mukerji) અને પ્રીટિ ઝિંટા (Preity Zinta) એકદમ જુડવા બહેનોની જેમ સાથે રહેતી હતી. ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચૂપકે દરમિયાન રાની અને પ્રીટિની મિત્રતા ગાઢ બની હતી. આ મિત્રતા એવી હતી કે, આ ફિલ્મ દરમિયાન ક્યારેક સલમાન ખાન પણ નિગલેક્ટેડ અનુભવતો હતો. આ સમય દરમિયાન બંને એ ક્લાસની હિરોઈનો હતી. ટોપના હીરો સાથે કામ કરી રહી હતી. પરંતુ બંનેની મિત્રતામાં અચાનક દરાર આવી ગઈ. 

Jul 15, 2020, 10:06 AM IST

આય હાય.... આ એક્ટ્રેસનો આખેઆખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો

કોરોના વાયરસ (Coronavirus) ની સંખ્યા સતત દેશમાં વધતી જઈ રહી છે. તેથી એકવાર ફરીથી અનેક રાજ્યોમાં સંપૂર્ણ રીતે લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, અહી રિકવરી રેટ વધીને 77 ટકાથી વધુ થઈ ગયો છે. દેશની રાજધાનીમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના નવા 2089 કેસ સામે આવ્યા છે. જેના બાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1.09 લાખથી વધુ થઈ ગઈ છે. જોકે, રાહતના સમાચાર એ પણ છે કે, અત્યાર સુધી કોરોનાના કુલ 84694 દર્દીઓ સાજા પણ થયા છે. 

Jul 11, 2020, 08:19 AM IST

VIDEO: સરોજ ખાને માત્ર 20 મિનીટમાં માધુરી દિક્ષીતને બનાવી હતી ‘સુપરસ્ટાર’

દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાન (Saroj Khan) અને એક્ટ્રેસ માધુરી દિક્ષીત વચ્ચે અનોખો નાતો રહ્યો છે. માધુરી દિક્ષીત (Madhuri Dixit) નું લોકપ્રિત ગીત ‘1-2-3’ માટે ડાન્સ સ્ટેપ તૈયાર કરવામાં સરોજ ખાનને માત્ર 20 મિનીટ જ લાગ્યા હતા. માધુરીએ શનિવારની સાંજે પોતાના મિત્ર અને ગુરુ સરોજ ખાનની યાદમાં એક વીડિયો શેર કર્યો હતો, જેઓનું શુક્રવારે નિધન થયું હતું. ‘ધ ટ્રિપ ડાઉન મેમરી લેન’ ટાઈટલ સાથેના આ વીડિયોમાં સરોજ ખાન ‘એક દો તીન’એ પોતાના અવાજમાં ગીત ગાઈને માધુરી સાથે ડાન્સના હેન્ડ મુવમેન્ટ કર્યા હતા. એક્ટ્રસ અને કોરિયોગ્રાફર સોફા પર સાથે બેસેલા વીડિયોમાં જોઈ શકાય છે. 

Jul 5, 2020, 09:30 AM IST

સુશાંતસિંહની એક્ટ્રેસે છોડ્યું મુંબઈ, જતા જતા લખી અત્યંત ભાવુક પોસ્ટ

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી બોલિવુડમાં દરેક કોઈ શોકમાં છે. સુશાંતના નિધનના 18 દિવસ બાદ પણ તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું તેઓએ કેમ કર્યું તેનો ખુલાસો કર્યો નથી. પણ તેઓ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. મુંબઈ પોલીસ હજી આ મામલાની તપાસ કરી રહ્યાં છે. 

Jul 2, 2020, 11:56 AM IST

Priyanka Chopraનો ખુલાસો, હોલિવુડમાં જતા પહેલા ગુમાવવું પડ્યું હતું ‘આ’

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas)  નું કહેવું છે કે, હોલિવુડમાં જ્યારે તેણે પોતાનું કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો, તો પહેલા તેને પોતાના અભિમાનનો ત્યાગ કરવો પડ્યો હતો. બોલિવુડમાં પર્યાપ્ત લોકપ્રિયતા મેળવ્યા બાદ પ્રિયંકાએ લગભગ 8 વર્ષ પહેલા હોલિવુડમાં પોતાનું કરિયર બનાવવાની શરૂઆત કરી હતી. વેરાયટી ડોટ કોમ સાથેની મુલાકાતમાં તેણે જણાવ્યું કે, જ્યારે મને અમેરિકા આવીને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો તો, મને સૌથી પહેલા એ બાબત યાદ છે જે મને કરવી પડી હતી. તે એ કે, મને મારું અભિયાન ત્યાગ કરવો પડ્યો હતો.

Jul 2, 2020, 08:10 AM IST

સલમાન 5 સાઈકલ દાન આપતો, અને બીજા દિવસે છપાતું કે.... એક જાણીતા ડિરેક્ટરનો સલમાનના પિતા પર આરોપ

બોલિવુડ ફિલ્મ એક્ટર અભિનવ કશ્યપ (Abhinav Kashyap) સુપરસ્ટારે સલમાન ખાન અને તેના પરિવાર પર એક બાદ એક ગંભીર આરોપ લગાવી રહ્યાં છે. અભિનવ આ તમામ આરોપ એવા સમયે લગાવી રહ્યાં છે જ્યારે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વંશવાદની વાતો ફરીથી શરૂ કરી દીધી છે. અભિનવે પોતાના ફેસબુક પોસ્ટના માધ્યમથી આ વખતે સલમાન ખાનના પિતાને ટાર્ગેટ કર્યાં છે અને તના પર ગંભીર આરોપ લગાવ્યાં છે.  

Jun 21, 2020, 04:00 PM IST

સુશાંત રાજપૂતના પરિવાર પર વધુ એક મુસીબતનો પહાડ તૂટ્યો, રડીરડીને ભાભીનો ગયો જીવ

બોલિવુડના ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના પરિવાર પર જાણે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. 14 જૂન એટલે કે રવિવારે જ્યાં સુશાંત સિંહ (Sushant Singh Rajput) ની આત્મહત્યાના સમાચાર પર આખો પરિવાર અંદરથી તૂટી ગયો છે, બોલિવુડ પણ ગમમાં છે, ત્યાં સુશાંતના પિતરાઈ ભાભી તેમના નિધનના સમાચાર સહન ન કરી શક્યા અને સોમવારે બપોરે તેમના ભાભીએ પણ જીવ ગુમાવ્યો છે. આ ઘટના સુશાંતના પરિવાર માટે વધુ એક દુખદ ઘટના સાબિત થઈ છે. જેને સહન કરવું પરિવાર માટે મુશ્કેલ સાબિત થયું છે. 

Jun 16, 2020, 08:53 AM IST
PM Modi's Tweet On Sushant Singh's Suicide PT3M54S

સુશાંતના આપઘાતને પગલે PM મોદીનું ટ્વીટ

PM Modi's Tweet On Sushant Singh's Suicide

Jun 14, 2020, 05:35 PM IST