Hayabusa જેવા દેખાતા આ બાઈકની સ્પીડ છે 400kmph, ફિચર જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બાઈકની દુનિયામાં હાયાબુસાનું (Hayabusa) પોતાનું એક સ્થાન છે. આ એક એવી બાઈક છે, જેના વિશે દરેક જાણવા માંગે છે. એ જુદી વાત છે કે, આ બાઈક લોકોના બજેટમાં સરળતાથી ફિટ થતી નથી. પરંતુ તેની વિશેષ ડિઝાઈન, પાવન અને સ્પીડને કારણે તે આખી દુનિયામાં લોકપ્રિય બાઈક છે. હાલમાં યુકેની એક વ્હાઈટ મોટરસાયકલ કોન્સેપ્ટ્સે WMC250EV નામથી એક શાનદાર ઇલેક્ટ્રિક બાઈકનો પ્રોટોટાઈપ રજૂ કર્યો છે. તેના ફિચર અને ડિઝાઈન જોઇ તમે પણ ચોંકી જશો. આ બાઈકને હાયાબુસાના તર્જ પર ડિઝાઈન કરવામાં આવી છે. આવો જાણીએ તેના શાનદાર ફિચર...

હાયાબુસાની જેરોક્સ WMC250EV

1/5
image

હાયાબુસા બાઈક દુનિયાભરમાં તેની ડિઝાઈન, પાવર અને સ્પીડ માટે લોકોમાં ખુબ જ લોક પ્રિય બાઈક છે. જો કે, આ બાઈક સામાન્ય લોકો માટે બજેટ ફ્રેન્ડલી નથી. પરંતુ તેના વિશે જાણવા અને જોવા દરેકને ગમે છે. આ વચ્ચે યૂકેની વ્હાઈટ મોટરબાઈક કોન્સેપ્ટ્સે WMC250EV ઇલેક્ટ્રિક બાઈકનો પ્રોટોટાઈપ શેર કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ બાઈકને પણ હાયાબુસાની જેમ તૈયાર કરવામાં આવી છે.

નવો ઇલેક્ટ્રિક લેન્ડ સ્પીડ રેકોર્ડ

2/5
image

WMC250EV નામની આ ઇલેક્ટ્રિક બાઈકને બનાવવાનો ઉદેશ્ય એક નવા ઇલેક્ટ્રિક લેન્ડ સ્પીડ રેકોર્ડ બનાવવાનો હતો. આ ઇલેક્ટ્રિક બાઈક Moto GP legend Max Biaggi દ્વારા હત વર્ષે વોક્સન વાટમેન પર બનાવવામાં આવેલા 367 કિમી પ્રતિ કલાકના રેકોર્ડને તાડવાના ઇરાદો અને ક્ષમતા રાખે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ બાઈકની સ્પીડ 400 કિમી પ્રતિ કલાકની છે.

400kmph ની સ્પીડ

3/5
image

આ શાનદાર ઇલેક્ટ્રિક બાઈકના રિયર વ્હીલમાં બે 30KW મોટર અને આગળના ટાયર માટે 20KW મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઈકને 34 HP નો પાવર આપે છે. જો કે, આ પેટ્રોલથી ચાલતા બાઈકના પાવર કરતા વધારે નથી. પરંતુ કંપનીનું કહેવું છે કે, આ પાવર સ્પીડ પર ચાલવા માટે યોગ્ય છે. રિપોર્ટ્સ અનુસાર, 2022 સુધીમાં કંપની વોલિવિયા સોલ્ટ ફ્લેટ્સમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન કરશે તો બાઈકનો પાવર વધારવામાં આવશે.

Bolivia salt flats પર બનાવશે વર્લ્ડ રેકોર્ડ

4/5
image

જો તમે આ બાઇકનો પ્રોટોટાઇપ જુઓ તો તેમાં એક આશ્ચર્યજનક એરોડાયનામિક ડિઝાઇન આપવામાં આવી છે. તેના અહેવાલો કહે છે કે તેની બોડી ડિઝાઇન સેકેન્ડ જનરેશનની સુઝુકી હયાબુસા જેવી જ છે. બાઇકની વચ્ચે એક ડક્ટ છે જેને વી-એર કહેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇલેક્ટ્રિક બાઇકના ડ્રેગ ગુણાંકને લગભગ 70 % ઘટાડે છે.

ફ્રન્ટ લોડ પાંચ ગણો વધારે

5/5
image

તેની વિશેષ ડિઝાઇન હવાને બાઇકમાંથી પસાર થવા દે છે. આ ડિઝાઇનમાં વિંગલેટ્સ શામેલ નથી જે સામાન્ય રીતે ડાઉનફોર્સને વધારવા માટે ઉમેરવામાં આવે છે. તે જ સમયે, ઇવી ઉત્પાદક દાવો કરે છે કે WMC250EV નો આગળનો લોડ સામાન્ય બાઇક કરતા પાંચ ગણા વધારે છે.ો