Benefits Of Potato Peel: બટાકાની છાલ બોડી માટે છે ફાયદાકારક, આ રીતે કરો ઉપયોગ

મોટાભાગના લોકો બટાકાનું સેવન કરે છે પરંતુ તેની છાલ ફેંકી દે છે પરંતુ શું તમે જાણો છો કે બટાકાની છાલનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.  જી હા, જો તમે પણ બટાકાની છાલને નકામી માનીને ફેંકી દો છો, તો જરા થોભો.

1/5
image

બટાકાની છાલના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કારણ કે તેમાં વિટામિન સી મળી આવે છે. એટલા માટે તેનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

2/5
image

બટાકાની છાલમાં પોટેશિયમ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એટલું જ નહીં, તે હાર્ટ એટેકની શક્યતા ઘટાડવાનું કામ કરે છે.  

3/5
image

બટાકાની છાલ ત્વચા માટે ફાયદાકારક છે. કારણ કે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે.

4/5
image

બટાકાની છાલનું સેવન કરવાથી તમારા શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે, કારણ કે તેમાં આયર્ન, ફોસ્ફરસ વગેરે મળી આવે છે.જેના કારણે સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે.

5/5
image

બટાકાની છાલ આંખોની નીચેના ડાર્ક સર્કલ ઘટાડવાનું કામ કરે છે. આ માટે બટાકાને છાલની સાથે કાપીને આંખોની નીચેના ડાર્ક સર્કલ પર ઘસો.