ગુજરાતના તમામ 33 જિલ્લા માટે આગામી 48 કલાક ભારે, એક સાથે 3 સિસ્ટમ સક્રિય, અતિભારે વરસાદની આગાહી

Guj Rain Alert: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સાતમ-આઠમના તહેવાર પર પણ વરસાદની અસર જોવા મળી છે. બીજીતરફ હજુ લોકોને વરસાદથી રાહત મળવાની નથી. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. 
 

આગામી બે દિવસ ભારે

1/7
image

હવામાન વિભાગે  ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું જોઈએ. ગુજરાતમાં આજે રેડ એલર્ટ છે. જો તમે ફરવા જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા હો તો સાચવજો આજે ફરવા નીકળશો તો ફસાશો. રાજ્યમાં સાંબેલાધાર વરસાદની આગાહી છે. આગામી 48 કલાક અતિભારે છે. ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે.  

27 ઓગસ્ટે આ જિલ્લામાં આગાહી

2/7
image

હવામાન વિભાગના અનુમાન મુજબ 27 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારો પર સિસ્ટમ પહોચતા  આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાત પર આવતા રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે.  હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે પરિણામ સ્વરૂપ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેરગામમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે. મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે બેઠક કરી છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે અને 25 ગામને એલર્ટ કરાયા છે. 4 ઈંચ વરસાદમાં અમદાવાદ પાણીમાં ડૂબ્યું છે.  AMCની એક બેઠક મળી છે. પૂર્વમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયું છે. ચામુંડા બ્રિજ તરફ આવવાનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે.

3/7
image

29 ઓગસ્ટે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે,

4/7
image

28 ઓગસ્ટે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 

આ જિલ્લાઓમાં મંગળવારે રેડ એલર્ટ

5/7
image

સોમવાર અને મંગળવારે વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર અને આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા કેટલાક સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે. IMD એ આવા સ્થળો માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

અંબાલાલની આગાહી

6/7
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ભારે વરસાદથી ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. ખેડૂતોને વહેણ વોંકળા કાંસ પાણી જવાના માર્ગો પર જળ ભરાશે. ખેડૂતોએ પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા ઈષ્ટ રહેશે. ટૂંકી મુદ્દતના પાકો અર્ધ ચોમાસું પાકોનું વાવેતર થઈ શકશે. ૧૦ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગર માં પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે. ૨૩ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.

પરેશ ગોસ્વામીની આગાહી

7/7
image

આગામી 24 કલાક રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. નડિયાદ, વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહીસાગર, સુરતમાં અતિભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે.