PM મોદીએ માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી, ભારે હૈયે માતાને આપી વિદાય, તસવીરોમાં જુઓ અંતિમયાત્રા

PM Modi Mother Heeraben funeral: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ...મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. 

પાર્થિવ દેહને કાંધ આપી

1/12
image

પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી. 

પીએમ મોદી શબવાહિનીમાં પાર્થિવ દેહ સાથે બેઠા

2/12
image

માતાના પાર્થિવ દેહની સાથે શબવાહિનીમાં પીએમ મોદી પણ બેઠા હતા. 

વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ

3/12
image

તેમણે અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમશ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારીયાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી.

તાજેતરમાં જ પીએમ મોદીએ કરી હતી માતા સાથે મુલાકાત

4/12
image

ગત 4 ડિસેમ્બર, 2022ના રોજ પ્રધાનમંત્રી મોદીએ માતા સાથે મુલાકાત કરી હતી. આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હતા. પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. 18 જૂન 2022 તેમણે તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.

પીએમ મોદીએ આપ્યો અગ્નિદાહ

5/12
image

પીએમ મોદીના માતા હીરાબાના પાર્થિવ દેહને પીએમ મોદી સહિત તેમના પુત્રોએ ભારે હૈયે અગ્નિદાહ આપ્યો. 

ગાંધીનગર ખાતે અંતિમ સંસ્કાર

6/12
image

પીએમ મોદીના માતા હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરના સેક્ટર 30 ખાતે કરવામાં આવ્યા. 

મુખ્યમંત્રીએ પણ શોક વ્યક્ત કર્યો

7/12
image

હીરાબાના નિધનના સમાચાર જાણ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. 

માતાની ખુબ નીકટ હતા પીએમ મોદી

8/12
image

પ્રધાનમંત્રી મોદી પહેલાંથી તેમના માતા હીરાબાની ખુબ નિકટ હતાં. નરેન્દ્ર મોદીએ ભલે યુવાવસ્થાથી જ ગૃહત્યાગ કર્યો હતો. પણ તેઓ હંમેશા હીરાબાના ખબરઅંતર લેતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ નિયમિત રીતે જન્મદિવસ હોય કે કોઈ સારો અવસર હોય ત્યારે હીરાબાના આશીર્વાદ લેવા જરૂર જતાં. હીરાબાએ પહેલાં જ ભવિષ્ય વાણી કરી દીધી હતી કે તેમનો દિકરો નરેન્દ્ર આગળ જતાં દેશનો પ્રધાનમંત્રી બનશે અને દેશની સેવા કરશે. અને પછી થયું પણ એવું જ, નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યાં અને દેશના પ્રધાનમંત્રી બન્યાં.

 

9/12
image

10/12
image

11/12
image

12/12
image