Heeraba Modi Health: PM મોદીની માતા હીરાબા સાથેની અતિ દુર્લભ તસવીરોમાં જુઓ યાદગાર પળોની સફર

PM Modi Mother Health: PM મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને અમદાવાદની યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ પીએમ મોદી યુ.એન. મેહતા હોસ્પિટલમાં પહોંચી ચૂક્યા છે. ગત 4 ડિસેમ્બર, 2022ના રોજ પ્રધાનમંત્રી મોદીએ માતા સાથે મુલાકાત કરી હતી. આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હોય છે. પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. 18 જૂન 2022 તેમણે તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

1/19
image

પ્રધાનમંત્રી મોદી પહેલાંથી તેમના માતા હીરાબાની ખુબ નિકટ હતાં. નરેન્દ્ર મોદીએ ભલે યુવાવસ્થાથી જ ગૃહત્યાગ કર્યો હતો. પણ તેઓ હંમેશા હીરાબાના ખબરઅંતર લેતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ નિયમિત રીતે જન્મદિવસ હોય કે કોઈ સારો અવસર હોય ત્યારે હીરાબાના આશીર્વાદ લેવા જરૂર જતાં. હીરાબાએ પહેલાં જ ભવિષ્ય વાણી કરી દીધી હતી કે તેમનો દિકરો નરેન્દ્ર આગળ જતાં દેશનો પ્રધાનમંત્રી બનશે અને દેશની સેવા કરશે. અને પછી થયું પણ એવું જ, નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યાં અને દેશના પ્રધાનમંત્રી બન્યાં. 

2/19
image

પ્રધાનમંત્રી બન્યા બાદ પણ પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે જરૂર હીરાબાના આશીર્વાદ લેવા જતાં. અને પોતાના માતા હીરાબાની સાથે તેઓ જમતા હતાં. પીએમ મોદીની હીરાબા સાથેની આ તસવીરો હંમેશા યાદગાર રહેશે. તબિયત નાદુરસ્ત હોવાને કારણે પીએમ મોદીના માતા હીરાબાને અત્યારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જોકે, હાલ હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.

3/19
image

4/19
image

5/19
image

6/19
image

7/19
image

8/19
image

9/19
image

10/19
image

11/19
image

12/19
image

13/19
image

14/19
image

15/19
image

16/19
image

17/19
image

18/19
image

19/19
image