Himachal Pradesh Tourist Places: દેવતાઓની ભૂમિ ફરવાનું મન થાય અને પ્લાન બનાવો તો આ જગ્યાઓ પર જવાનું બિલકુલ ન ભૂલતા
Himachal Pradesh Tourist Places List: હિમાચલ પ્રદેશ પણ ઉત્તરાખંડની જેમ દેવોની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં આવીને તમને કુદરતનું એવું સૌંદર્ય માણવા મળશે કે જાણે ધરતી પર સ્વર્ગનો અહેસાસ થશે. મનાલીની શાંત ઘાટીઓથી લઈને ધર્મશાળાની આધ્યાત્મિક આભા...દેવભૂમિના આ લોભામણા દ્રશ્યો જોઈને તમે તમે તેમાં ખોવાઈ જશો.
શિમલા
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા એક આકર્ષક હિલ સ્ટેશન છે. જે પોતાની વાસ્તુકળા, ટોય ટ્રેનની સવારી અને આજુબાજુના પહાડોની સુંદરતા માટે પ્રસિદ્ધ છે. મોલ રોડ પર ટહેલો, પ્રતિષ્ઠિત જાખુ મંદિર જાઓ અને હિમાચલ ધામ જેવા કેટલાક ગરમ સ્થાનિક વ્યંજનોનો સ્વાદ પણ લેવાનું ન ભૂલતા.
ધરમશાળા અને મેકલિયોડ ગંજ
14માં દલાઈ લામાના નિવાસ તરીકે ઓળખાતા ધરમશાળા અને મેકલિયોડ ગંજ હિમાચલ પ્રદેશના સાંસ્કૃતિક કેન્દ્ર છે. તિબ્બતી મઠોના શાંતિપૂર્ણ માહોલમાં ડૂબી જાઓ. તિબ્બતી સંગ્રહાલયમાં તિબ્બતી સંસ્કૃતિ અને ઈતિહાસ વિશે જાણો તથા ત્રિયુંડના દેવદાર જંગલો વચ્ચે તાજગીભરી સેર કરો. સ્થાનિક ભોજનાલયોમાં સ્વાદિષ્ટ તિબ્બતી વ્યંજનોનો સ્વાદ લેવાનું ન ભૂલતા.
કસોલ અને પાર્વતી ઘાટી
પાર્વતી ઘાટીમાં વેસલુ કસોલ બેકપૈકર્સ અને કુદરત પ્રેમીઓ માટે એક સ્વર્ગ છે. ઊંચી બરફથી ઢંકાયેલી ટોચ અને હરિયાળીથી ઘેરાયેલા, કસોલ તમને શહેરના ધમાલિયા વાતાવરણમાં શાંતિનો અનુભવ કરાવશે. તોશ અને મલાણાના ચિત્ર પરિપૂર્ણ ગામોની મુસાફરી કરો, મણિકરણના ઉપચારાત્મક ગરમ ઝરણાનો આનંદ લો અને વાસ્તવમાં અવિસ્મરણીય અનુભવ માટે તારાથી ઝગમગાતા આકાશની નીચે ડેરા ડાલજો.
મનાલી
કુલ્લુ ઘાટીમાં આવેલું મનાલી સાહસપ્રેમીઓ અને કુદરતપ્રેમીઓ માટે એક સ્વર્ગ છે. સોલાંગ ઘાટીના હરિયાળીવાળા જંગલોમાં ટ્રેકિંગથી લઈને વ્યાસ નદીમાં રિવર રાફ્ટિંગનો રોમાંચ અનુભવવા સુધી મનાલી તમને બધી મજા કરાવશે. પ્રાચીન હિડિંબા મંદિર જોજો, જૂના મનાલીના જીવંત બજારોમાં ફરો અને રોહતાંગ દર્રેની અસલ સુંદરતા વચ્ચે આરામ કરો.
ડેલહાઉસી અને ખજિયાર
ધૌલાધાર પર્વત શ્રેણી વચ્ચે આવેલું ડેલહાઉસી એક વિચિત્ર હિલ સ્ટેશન છે. જે તમને ઔપનિવેશિક આકર્ષણ અને મનોરમ્ય દ્રશ્યની સેર કરાવે. સેન્ટ જોન્સ અને સેન્ટ ફ્રાન્સિસના ઐતિહાસિક ચર્ચોને જુઓ. ખજિયારનું કુદરતી સૌંદર્ય માણજો, આ જગ્યા ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ કહેવાય છે.
કુલ્લુ
કુદરતી સુંદરતાથી ભરપૂર કુલ્લુના રિજોર્ટ શહેર હરિયાળી, તાજી વહેતી નદી અને સુખદ જળવાયુથી ભરપૂર છે. અહીં વિવિધ પૂજા સ્થળોના ઘર અને અનેક ટ્રેક તથા ઊંચાઈવાળા પર્વત શિખરની મુસાફરીઓનું આધારબિંદુ પણ છે.
કુફરી
અહીંની બરફીલી વાદીઓ તમારું મન પ્રફુલ્લિત કરી દેશે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી અહીં ખુબ હિમવર્ષા થાય છે. કુફરીનું સૌથી મોટું આકર્ષણ હિમાલયન નેચર પાર્ક છે. જે વિવિધ પ્રકારના છોડવા અને જાનવરો સાથે એક ઊંચાઈવાળું પ્રાણી સંગ્રહાલય છે. બર્ફીલા હિલ સ્ટેશનના મનમોહક દ્રષ્યોનો આનંદ લેવા પર્યટકો મહાસૂ પીક જાય છે.
Trending Photos