7 એપ્રિલે શનિનું મોટુ પરિવર્તન, ચમકી જશે 5 જાતકોનું ભાગ્ય, વર્ષ 2024ના અંત સુધી રહેશે મોજ

Lord Shani : ભગવાન શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ દેવ 7 એપ્રિલ 2024ના નક્ષત્ર પરિવર્તન કરવાના છે. આ દિવસે શનિદેવ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. 
 

Shani Horoscope Rashifal

1/6
image

જ્યોતિષમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવને પાપી ગ્રહ કહેવામાં આવે છે. શનિના અશુભ પ્રભાવોથી દરેક વ્યક્તિ ભયભીત રહે છે. શનિના અશુભ થવા પર વ્યક્તિએ જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડે છે, તો શુભ થવા પર જીવન સુખમય થઈ જાય છે. આ સમયે શનિદેવ શતભિષા નક્ષત્રમાં છે. શનિદેવ આ વર્ષ એટલે કે 7 એપ્રિલે નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે શનિદેવ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિદેવના નક્ષત્ર પરિવર્તન કરતા કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. આવો જાણીએ શનિના નક્ષત્ર પરિવર્તનનો લાભ કોને મળશે. 

મેષ રાશિ

2/6
image

મેષ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન અત્યંત શુભ રહેવાનું છે. વેપારીઓના વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયમાં આવક પણ વધશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન સાથે પગાર વધારો મળી શકે છે. કુલ મળીને આ સમય તમારા માટે શુભ રહેશે. જે તમારા નસીબને ચમકાવશે. 

મિથુન રાશિ

3/6
image

શનિનું નક્ષત્ર પરિવર્તન મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. તેના માટે કમાણીનો પ્રબળ યોગ બનશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. કારોબારીઓને નફો થઈ શકે છે. આ સમયમાં તમારા અટવાયેલા કામ થઈ શકે છે. જેનાથી તમને રાહત મળી રહેશે  

સિંહ રાશિ

4/6
image

સિંહ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર લાભકારી રહેવાનું છે. આ દરમિયાન તમને ધનલાભ થવાની પ્રબળ શક્યતા છે. મંગળ દેવની કૃપાથી તમારા કારોબારમાં વિસ્તાર થઈ શકે છે. આવકમાં વધારો થવાનો યોગ પણ બની રહ્યો છે. આ સમયમાં તમારો ભાગ્યોદય થઈ શકે છે. તમને આર્થિક લાભ પણ થશે. 

કન્યા રાશિ

5/6
image

કન્યા રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન શુભ સમાચાર લાવી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે. આ સમયમાં તમે જે કાર્યમાં હાથ લગાવશો તેમાં સફળતા મળશે. શનિ દેવની કૃપાથી પરિવારમાં સુખ-શાંતિ રહેશે. આ તમારા માટે ફાયદાકારક રહેશે. 

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા ટસીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.