દવાની નહીં પડે જરૂર, જાદૂની જેમ કંટ્રોલ થશે બેડ કોલેસ્ટ્રોલ, બસ કરવા પડશે આ 3 કામ

માનવ શરીરમાં ગુડ અને બેડ બંને કોલેસ્ટ્રોલ હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન એ કોલેસ્ટ્રોલ, ચરબી અને પ્રોટીનથી બનેલું લિપોપ્રોટીન છે. તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ છે અને પ્રોટીનની માત્રા ઓછી છે. ખરાબ કોલેસ્ટ્રોલને શરીર માટે હાનિકારક માનવામાં આવે છે, કારણ કે તેની વધુ માત્રા સ્ટ્રોક, હાર્ટ એટેક અને અન્ય રોગોની સમસ્યામાં વધારો કરે છે. આજે અમે તમને જણાવીશું કે ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાય

1/5
image

બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તમારે કેટલાક ઉપાય અજમાવવા જોઈએ. તેમાં લાઇફસ્ટાઇલ અને ખાન-પાનમાં ફેરફાર દ્વારા સુધાર લાવી શકાય છે. આ સિવાય અજમા અને લીલા શાકભાજીનું સેવન ખુબ મહત્વપૂર્ણ છે. આ સિવાય સિગારેટ પીવાની આદત થોડી દેવી જોઈએ. આ ત્રણ મુખ્ય કામ કરવાથી બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં ખુબ મદદ મળે છે.

અજમા

2/5
image

શરીરમાં રહેલ બેડ કોલેસ્ટ્રોલ સામે લડવા માટે અજમાનું સેવન ખુબ લાભકારી માનવામાં આવ્યું છે. અજમામાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ ગુણ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

લીલા શાકભાજી

3/5
image

અજમા સિવાય લીલા શાકભાજી તેના માટે ઉપયોગી માનવામાં આવે છે. જાણકારી પ્રમાણે લીલા શાકભાજીમાં સામેલ ફૂલકોબી, પત્તા કોબી, પાલક, ટામેટા બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

સ્મોકિંગ છોડો

4/5
image

સ્મોકિંગ કરવાની આદતને ઘણી બીમારીઓનું કારણ માનવામાં આવ્યું છે. બેડ કોલેસ્ટ્રોલનું મોટું કારણ સિગારેટનું વ્યસન હોય છે. તેથી જો તમે સિગારેટ પીતા હોવ તો તત્કાલ બંધ કરી દો. તેની જગ્યાએ શારીરિક ગતિવિધિ વધારો, જે શરીર માટે લાભકારી સાબિત થઈ શકે છે.

સીડ ઓયલ

5/5
image

આ સિવાય સીડ ઓયલનો ઉપયોગ કરો. વનસ્પતિ ઘી, વધુ માત્રામાં દેશી ઘી, ડીપ ફ્રાઈ જંક ફૂડ વગેરે વસ્તુનું સેવન બંધ કરી દો. આ સિવાય બેડ કોલેસ્ટ્રોલની માહિતી મેળવવા માટે શરીરનો લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ સમય-સમય પર કરાવવો જોઈએ.