Diwali Rangoli Design: દિવાળી પર ટ્રાય કરો આ ડિઝાઇનવાળી રંગોળી, ઘરની સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ

Treanding Design: આવતીકાલે દિવાળી છે, અહીં રંગોળી બનાવવા માટે લેટેસ્ટ અને સરળ ડિઝાઇન આપવામાં આવી છે જે તમારા ઘરની સુંદરતા તો વધારશે જ પરંતુ દેવી લક્ષ્મીને પણ પ્રસન્ન કરશે. આ વખતે અમે તમને રંગોની સાથે-સાથે ફૂલોની રંગોળીની ડિઝાઇન પણ જણાવીએ છીએ. જે સમયની બચત કરીને તમારા કામને સરળ બનાવશે.

બંગડીની મદદથી

1/10
image

આ રંગોળી ડિઝાઇન સૌથી સરળ છે, તમે તેને બોટલ કેપ અથવા બંગડીની મદદથી બનાવી શકો છો.

રંગોળી કોમ્બિનેશન

2/10
image

જો તમે ઝગમગતા દીવાઓ અને રંગોળીના કોમ્બિનેશનથી કોઈને ઇંપ્રેસ કરવા માંગતા હોવ. તો આ ડિઝાઈન ચોક્કસ બનાવો

વાઇબ્રેન્ટ કલર

3/10
image

તેમાં ઘણા વાઇબ્રન્ટ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તમે આ દિવાળીમાં તમારી રંગોળીને આકર્ષક બનાવવા માંગો છો, તો આ ડિઝાઇન કરેલી રંગોળી ઘરે જ બનાવો.

દિવા વડે પણ સજાવી શકો છો

4/10
image

જો તમને મોરપીંછની ડિઝાઇન સાથે રંગોળી બનાવવી ગમે તો તમે આ સુંદર રંગોળી ડિઝાઇન અજમાવી શકો છો. ગોળ આકારમાં બનેલો મોર અને તેના પીંછા ફેલાયેલા છે તે ખૂબ જ સુંદર લાગે છે. આમાં અનેક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે તેને દિવા વડે પણ સજાવી શકો છો

ચાર ચાંદ લાગી જશે

5/10
image

અનેક રંગોનો ઉપયોગ કરીને બનાવેલી આ રંગોળી તમારા ઘરની સજાવટમાં આકર્ષણ વધારશે. તો આ દિવાળીમાં કંઈક નવું ટ્રાય કરો

ડ્રોઇંગ હોલ

6/10
image

તમે આ સુંદર રંગોલી ડિઝાઇનથી તમરા ઘરને શણગારો. દરેક જણ જોઇને તમારા હુન્નરની પ્રશંસા કરશે. તમારી પાસે રંગોળી બનાવવા માટે પુરતો સમય છે તો તેનાથી તમે ડ્રોઇંગ હોલને ડેકોરેટ કરી શકો છો. 

ખૂબ જ સરળ અને સુંદર

7/10
image

જો તમે ઘણા બધા રંગોથી રંગોળી બનાવવા માંગતા હોવ તો તમારા માટે આનાથી સારો વિકલ્પ બીજો કોઈ નહીં હોય. આ ડિઝાઈન અજમાવો અને તમારી દિવાળી પર આ રંગોળી બનાવો જે ખૂબ જ સરળ અને સુંદર છે.

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર

8/10
image

તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર આ પ્રકારની રંગોળી ડિઝાઇન બનાવી શકો છો, જે ખૂબ જ ટ્રેન્ડમાં છે અને આકર્ષક પણ છે, તો આ દિવાળીમાં કંઈક નવું ટ્રાય કરો.

નવી ડિઝાઇન

9/10
image

તમે રંગોળીની આ નવી ડિઝાઈન ટ્રાય કરી શકો છો, તેને ઓછી જગ્યામાં પણ બનાવી શકાય છે, સફેદ અને લાલ સિવાય કોઈ અન્ય રંગ પસંદ કરવાની જરૂર રહેશે નહીં અને તે ખૂબ જ સુંદર દેખાશે.

ફૂલો અને પાંદડા સાથે રંગોળી

10/10
image

જો તમે દિવાળી પર રંગોથી રંગોળી બનાવી શકતા નથી, તો આ વખતે ફૂલો અને પાંદડાની રંગોળી અજમાવી જુઓ. સોપારી અથવા અન્ય કોઈ પાંદડા લો. પહેલા સર્કલ ડિઝાઇનમાં પૂજા થાળી મૂકો, પછી ગુલાબની પાંખડીઓ, મેરીગોલ્ડ ફૂલ અને પછી પાંદડા મૂકો. આ રંગોળી પૂજા ઘરે બનાવવી એ વધુ સારો વિચાર હોઈ શકે છે. તેને બનાવવામાં તમને વધુ સમય લાગશે નહીં, અને તે સુંદર પણ લાગશે.