Smartphone Hack: Holi પર ફોનમાં પાણી જતું રહે તો આ 5 ટિપ્સ કામ લાગશે, શું તમને છે જાણકારી

Smartphone Water Removal: હોળી પર ફોટા ક્લિક કરવા માટે લોકો મોટાભાગે ફોન પોતાની સાથે જ રાખે છે. એવામાં જો તમે પણ હોળી રમતી વખતે ફોનને તમારી સાથે રાખો તો તેમાં પાણી જઇ શકે છે. જો તમે આ સમસ્યાથી બચવા માંગો છો તો આજે અમે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું જે ફોનને ખરાબ થતાં બચાવશે. 

1/5
image

ફોનને સુકવ્યા બાદ, સિમ કાર્ડ અને મેમરી કાર્ડ નિકાળી દો. સિમ કાર્ડ અને મેમરી કાર્ડને પણ સારી રીતે સુકવી દો. 

2/5
image

તમે હેર ડ્રાયરનો ઉપયોગ કરીને ફોનને સૂકવી શકો છો. હેર ડ્રાયરને ઓછા સેટિંગ પર રાખો અને ફોનથી ઓછામાં ઓછા 10 ઇંચ દૂર રાખો. ફોનને ધીરે ધીરે સુકાવો.  

3/5
image

ચોખા પાણીને શોષવામાં ખૂબ સારા છે. પ્લાસ્ટિકની થેલીમાં ચોખા ભરો અને તેમાં ફોન મૂકો. બેગ બંધ કરો અને તેને 24 કલાક માટે છોડી દો. ચોખા ફોનમાં રહેલા પાણીને શોષી લેશે.

4/5
image

ફોન બંધ કર્યા પછી તેને હળવા હાથે હલાવો. આનાથી ફોનમાં ફસાયેલ પાણીને બહાર આવવામાં મદદ મળશે. ફોનને હલાવતી કરતી વખતે તેને નીચેની તરફ રાખો જેથી પાણી સરળતાથી બહાર આવી શકે.

5/5
image

સૌથી પહેલાં ફોનને તાત્કાલિક બંધ કરી દો. તેનાથી પાણીને ફોનની અંદર જતાં રોકી શકાય છે. જો ફોન પહેલાંથી જ ચાલુ છે, તો તેને બંધ કરવા માટે પાવર બટનને દબાવીને રાખો.