'હીરોઈન બનવું છે તો ગુજારવી પડશે રાત', આ એક્ટ્રેસને કાસ્ટિંગ ડિરેક્ટરે કરી ઓફર
કાસ્ટિંગ ડિરેક્ટરની ખૂલી પોલ
કાસ્ટિંગ કાઉચ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝનું એક એવું સત્ય છે કે એનો સામનો કેટલાય સ્ટાર્સને કરવો પડ્યો છે.
પંડ્યા સ્ટોરમાં કામ કરી ચૂકેલા મોહિત પરમાર અને એની ફ્રેન્ડ એક્ટ્રેસ પ્રેરણા ઠાકુરને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે.
ઘટના પ્રકાશમાં આવતાં મોહિત પરમારે હિરોઈન પ્રેરણાનો સાથ આપ્યો અને ઓફર આપનાર ડિરેક્ટરની પોલ આખી દુનિયા સામે જાહેર કરી દીધી.
હિરોઈન પ્રેરણા ઠાકુરને એક કાસ્ટિંગ ડિરેક્ટરે કામની સામે કોમ્પ્રોમાઈઝ કરવાની ઓફર આપી હતી અને ફોન પર ગંદા મેસેજ કર્યા હતા.
ફ્રેન્ડ સાથે કરાયેલી બદસલૂકીને મોહિત પરમાર નજર અંદાજ ન કરી શક્યો અને કાસ્ટિંગ ડિરેક્ટરના સ્ક્રીન શોટને સોશિયલ મીડિયા પર મૂકીને લોકોને સાવધાન રહેવા અપીલ કરી.
ચેટીંગમાં તમે જોઈ શકો છે સ્કાયલાઈન સ્પ્રી પ્રોડક્શનનો મેમ્બર કહેનાર વ્યક્તિ હિરોઈનને રોલની સામે સેકસ્યુઅલ ફેવરની માગ કરતો હતો.
હિરોઈનને મોકલાયેલા કાસ્ટિંગ ડિરેકટરના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ચેટિંગ જોઈને ઘણા ફેન્સ હેરાન છે.
મોહિત પરમારે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરી છે કે આવા કાસ્ટિંગ ડિરેક્ટરથી સાવધાન રહો. જે ફિમેલ હિરોઈનને હેરેસમેન્ટ પહોંચાડે છે.
હિરોઈન સાથે ખોટો વ્યવહાર કરે છે અને એમને એક રાત સૂવાની ઓફર કરે છે.
તમને પણ આ કાસ્ટિંગ માટેની ઓફર કરે છે અથવા કોઈ ઓડિશન ગ્રૂપમાં આ મળે છે તો તેને બ્લોક કરો અથવા એની સામે ફરિયાદ કરો
મહિલા મિત્રને મદદ કરવા બદલ અને કાસ્ટિંગ ડિરેક્ટરની પોલ ખોલવા બદલ લોકો મોહિતને રિયલ હિરો કહી રહ્યાં છે અને તેનાં વખાણ કરી રહ્યાં છે.
Trending Photos