Ind vs Eng: Chennai માં England સામે કેમ જીતી ન શકી Team India, હારના 7 મોટા કારણ
પોતાના ઘરમાં વિરોધી ટીમોને ઘૂળ ચટાડનારી ટીમ ઇન્ડિયાને (India vs england) ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે (England) 227 રનથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં (Australia) ટેસ્ટ સિરીઝ 2-1 થી જીત્યા બાદ પરત ફરનારી ટીમ ઇન્ડિયા આ મેચની જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ઇંગ્લેન્ડે તેમને ચારે બાજુએથી હરાવ્યું છે.
ટીમ ઇન્ડિયાની હારના 7 મોટા કારણ
ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારતને જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યુ હતું, પરંતુ ઇંગ્લેન્ડે સામે હારનો સામનો કરવો પડ્યો અને ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડે 1-0 લીડ મેળવી છે. ચેન્નાઇમાં ટીમ ઇન્ડિયા (Team India) જીતી શકતી હતી, પરંતુ 7 એવા કારણ રહ્યા જેના કરાણે વિરાટ સેનાને પોતાના ઘરમાં જ મોઢાની ખાવી પડી. આવો એક નજર કરીએ ટીમ ઇન્ડિયાની હારના 7 મોટા કારણ પર...
ઇંગ્લેન્ડની સામે ભારતનું ટોસ હારવું
ઇંગ્લેન્ડ (England) સામે ટોસ હારવો ભારતને ભારે પડ્યું છે. આ મેચના પરિણામ જોતા ઇંગ્લેન્ડ માટે ટોસ જીતવો ખુબજ મહત્વપૂર્ણ સાબિત થયું છે. પ્રથમ બે દિવસમાં બેટિંગ માટે ચેન્નાઈની પિચ ઘણી સારી હતી, જેનો ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ ફાયદો ઉઠાવ્યો અને પ્રથમ ઇનિંગ્સમાં ભારત (Team India) સામે 578 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ત્રીજા દિવસે ભારતે જ્યારે બેટિંગ કરી તો ચેન્નાઈની (Chennai) પિચ તૂટવા લાગી અને સ્પિન બોલરોને ઘણી મદદ મળી. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં ભારતને 337 રન પર ઓલઆઉટ કરી 241 રનની લીડ મેળવી હતી. ઇંગ્લેન્ડે ત્યારબાદ અંતમાં ભારતને જીત માટે 420 રનોનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ટીમ ઇન્ડિયામાં ખળભળાટ મચી ગઈ હતી.
જો રૂટની 218 રનની ઇનિંગ્સ અને સિબલીની સાથે પાર્ટનરશિપ
પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ શ્રેષ્ઠ બેટિંગ કરી હતી. જો રૂટ અને ડોમિનિક સિબ્લી વચ્ચે 200 રનની ભાગીદારીથી મેચનો માર્ગ બદલાઈ ગયો. વિરાટ કોહલીની કપ્તાનીમાં પ્લાનિંગનો અભાવ જોવા મળ્યો, જેનાથી જો રૂટ અને ડોમિનિક સિબ્લીને પિચ પર સેટ થવાની તક મળી અને બંનેએ ત્રીજી વિકેટ માટે 200 રનની ઉત્કૃષ્ટ ભાગીદારી કરી. કોહલીએ વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ નદીમ વધુ પડતી બોલિંગ કરાવી હતી, જેનાથી જો રૂટ અને ડોમિનિક સિબ્લીને કોઈ મુશ્કેલી થઈ નહીં.
પ્રથમ ઇનિંગ્સમાં ભારતની ખરાબ બોલિંગ, 20 નો બોલ નાખ્યા
ભારતના બોલરોએ પ્રથમ દાવમાં ઘણી નબળી બોલિંગ કરી હતી, જેનાથી ઇંગ્લેન્ડના બેટ્સમેનોને ઘણો ફાયદો થયો હતો. ટીમ ઈન્ડિયાના બોલરોએ ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં 20 નો બોલ અને બીજી ઇનિંગમાં 7 નો બોલ ફેંક્યા હતા, જે ભારતીય ટીમના 10 વર્ષ પછી સૌથી વધુ નો બોલ ફેંકવાનો શરમજનક રેકોર્ડ છે. ભારતીય સ્પિનર શાહબાઝ નદીમે પહેલી ઇનિંગમાં સૌથી વધુ નો બોલ ફેંક્યા હતા.
પ્લેઇન્ગ ઇલેવનમાં કુલદીપ યાદવને ન કરવો સામેલ
ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલીએ પ્લેઇન્ગ ઇલેવનમાં કુલદીપ યાદવની પસંદગી ન કરતાં મોટી ભૂલ કરી હતી. ચેન્નાઈનું એમએસ ચિદમ્બરમ મેદાન સ્પિનરો માટે ખૂબદ મદદગાર રહ્યું હતું અને કુલદીપ યાદવ બોલને ટર્ન કરવા માટે નિષ્ણાત છે. આવા સંજોગોમાં તે ઇંગ્લેન્ડની ટીમ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કુલદીપ યાદવે 6 ટેસ્ટમાં 24.12 ની સરેરાશથી 24 વિકેટ ઝડપી છે. જ્યારે આ ફોર્મેટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 6-119 છે. શાહબાઝ નદીમે આ મેચમાં સારી બોલિંગ કરી નહી અને ઘણાં નો બોલ પણ ફેક્યા હતા. શાહબાઝ નદીમ એકદમ મોંઘો સાબિત થયો.
પ્રથમ ઇનિંગ્સમાં કોહલી, રોહિત અને રહાણેની ફ્લોપ બેટિંગ
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને અજિંક્ય રહાણેની પ્રથમ ઇનિંગ્સમાં ફ્લોપ થવું હારનું મોટું કારણ છે. આ ત્રણેયમાંથી એક પણ બેટ્સમેન જો મોટી ઇનિંગ્સ રમ્યો હોત તો ભારત પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ સામે 578 રનના સ્કોર નજીક પહોંચી શકતું. પરંતુ ટીમ ઇન્ડિયાની પ્રથમ ઇનિંગ્સ 337 રન પર સમેટાઈ ગઈ અને ઇંગ્લેન્ડે 241 રનની લીડ મેળવી. ઇંગ્લેન્ડના ઓફ સ્પિનર ડોમિનેક બીસે ટીમ ઇન્ડિયાના ચારે ખુંખાર બેટ્સમેનની વિકેટ લીધી હતી, જેમાં કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને ઋષભ પંત સામેલ હતો.
DRS માં વિરાટ કોહલીનો ખોટો નિર્ણય
ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલીનો ડીઆરએસ લેવાનો નિર્ણય પર ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન 165મી ઓવરમાં વોશિંગટન સુંદરનો બોલ જોસ બટલરના બેટને અડીને પંતના હાથમાં ગયો. ખેલાડીઓએ અપીલ કરી પરંતુ એમ્પાયરે નોટ આઉટનો નિર્ણય આપ્યો. રીપ્લેમાં જાણવા મળ્યું કે, બટલર આઉટ હતો, પરંતુ ભારત પાસે એક પણ રીવ્યૂ નહીં હતો. આ એટલા માટે કેમ કે, વિરાટ કોહલીના પહેલા ખોટા નિર્ણયને કારણે તમામ 3 રિવ્યૂ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ ફેન્સે કોહલીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
એન્ડરસનની રિવર્સ સ્વિંગ સામે ઘૂંટણ ટેકવા
ચોથી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની ઘાતક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો પાસે કોઈ જવાબ નહોતો. ચોથી ઇનિંગમાં ચેન્નાઈની તૂટેલી પીચ પર, એન્ડરસનના રિવર્સ સ્વીંગની સામે, ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ઘૂંટણ ટેકી દીધા હતા. એન્ડરસન એક જ ઓવરમાં શુબમન ગિલ અને અજિંક્ય રહાણેને બોલ્ડ કરતી વખતે ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખી હતી, ત્યારબાદ તેણે ઇન-ફોર્મ ઋષભ પંતને પણ આઉટ કર્યો હતો અને મેચ બચાવવાની આશાઓ પર પાણી ફેરવ્યું હતું.
Trending Photos