આ ભારતીય ક્રિકેટર્સ છે ડોગ લવર, જુઓ એકથી એક સુંદર ફોટો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરોની તેના પેટ ડોગ્સ પ્રત્યેની દીવાનગી કોઈથી છુપાયેલી નથી. ધોનીથી લઈને સચિન અને વિરાટ સુધી તમામ ક્રિકેટરો હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના પેટ ડોગ્સની સાથે રમતા ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. અમે તમને તે ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે ડોગ લવર છે. આ ભારતીય ક્રિકેટરો પાસે પાલતૂ ડોગ છે અને તેની સાથે મસ્તી કરતા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. 
 

વિરાટ કોહલી

1/5
image

વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માને ડોગ્સ સાથે ખુબ લગાવ છે. હંમેશા વિરાટ અને અનુષ્કા શર્મા પોતાના પેટ ડોગ્સની સાથે ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. વિરાટની પાસે મુંબઈમાં એક પેટ ડોગ છે. તેનું નામ  `Dude` છે. 

 

 

મહેન્દ્ર સિંહ ધોની

2/5
image

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની ડોગ લવર છે. રાંચી સ્થિત તેના ફાર્મ હાઉસમાં ઘણા ડોગ હાજર છે. ધોનીની પત્ની સાક્ષી હંમેશા પેટ ડોગ્સની સાથે મસતી કરતા ફોટો અને વીડિયો શેર કરતી હોય છે. એમએસ ધોનીની પાસે જર્મન શેફર્ડ અને અન્ય ડોગ છે.

સચિન તેંડુલકર

3/5
image

ભારતના મહાન બેટર સચિન તેંડુલકરનો ડોગ પ્રત્યેનો પ્રેમ છુપાયેલો નથી. સચિન હંમેશા પોતાના ડોગ સ્પાઇકની સાથે સોશિયલ મીડિયામાં ફોટો અને શેર કરતો રહે છે. તેંડુલકરે એકવાર સોશિયલ મીડિયા પર તેનો વીડિયો શેર કર્યો હતો.

 

લોકેશ રાહુલ

4/5
image

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર લોકેશ રાહુલ પણ ડોગ લવર છે અનેતેની પાસે જે ડોગ છે તેનું નામ છે Simba. સિમ્બાની પોપુલેરિટીનો અંદાજો તે વાતથી લગાવી શકાય કે તેના નામે પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. સિમ્બા સિવાય પણ રાહુલની પાસે અન્ય ડોગ્સ પણ છે.

હાર્દિક પંડ્યા

5/5
image

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ મોટો ડોગ લવર છે. હાર્દિકના ઘરમાં અનેક ડોગ છે. હાર્દિક હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાના ડોગ્સની સાથે ફોટો અને વીડિયો શેર કરતો રહે છે.