International Mountain Day: જન્નતથી કમ નથી દુનિયાના આ 5 પહાડ, જીંદગીમાં એકવાર જરૂર જજો

Most Beautiful Mountains to Visit: દર વર્ષે 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે, જેનો હેતુ આપણા જીવનમાં પર્વતોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પર્વતો કુદરતની ભેટ છે જે પર્યાવરણ અને હવામાન પર સકારાત્મક અસર કરે છે. પર્વતો દ્વારા આપણને સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, પાણીના સ્ત્રોત અને અનેક ઔષધીય વનસ્પતિઓ મળે છે. તો ચાલો જાણીએ દુનિયાના 5 સૌથી સુંદર પર્વતો, જે પ્રવાસીઓ માટે સ્વર્ગથી ઓછા નથી.

મેટરહોર્ન

1/5
image

આ આલ્પ્સ પર્વતમાળાનો એક ભાગ છે જે સ્વિટ્ઝર્લેન્ડ અને ઈટાલીની સરહદ પર સ્થિત છે, અહીં લાઇટ શોનું પણ આયોજન કરવામાં આવે છે. આ પિરામિડ આકારનો પર્વત છે. અહીં તમે પર્વતારોહણ, હાઇકિંગ, ડોગ સ્લેડિંગ અને કેબલ કારનો આનંદ માણી શકો છો.

માઉન્ટ એવરેસ્ટ

2/5
image

નેપાળ અને ચીનની સરહદની વચ્ચે સ્થિત આ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 8,848.86 મીટર છે. હિમાલયની આ ટોચ પર વિજય મેળવવો એ વિશ્વભરના પર્વતારોહકોનું સ્વપ્ન છે.

માઉન્ટ ફુજી

3/5
image

હોન્શુ ટાપુ પર સ્થિત માઉન્ટ ફુજી, જાપાનનું સૌથી ઊંચું શિખર છે, તેનું સૌથી ઊંચું બિંદુ 3,778.23 મીટર છે. આ પર્વત ટોક્યોથી લગભગ 100 કિલોમીટર દૂર છે, જે એર ક્વોલિટી ઇંડેક્સ સારી હોય તો જાપાનની રાજધાનીથી સ્પષ્ટ દેખાય છે.

માઉન્ટ કિલીમંજારો

4/5
image

તાંઝાનિયામાં સ્થિત માઉન્ટ કિલીમંજારો આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. પર્વતારોહકો અને ફોટોગ્રાફીના શોખીન લોકો માટે આ કોઈ સ્વર્ગથી ઓછું નથી. અહીં દર વર્ષે ઘણા લોકો પર્વતારોહણ કરવા આવે છે.

વિનીકુનકા

5/5
image

દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં આવેલ વિનિકુન્કાને રેઈન્બો માઉન્ટેન પણ કહેવામાં આવે છે, કારણ કે દૂરથી જોવા પર તે મેઘધનુષ્ય જેવો દેખાય છે. આ એન્ડીસ પર્વતમાળાનો એક ભાગ છે જે કોઈ કુદરતી અજાયબીથી ઓછો નથી.