IPL 2020: UAEની ગરમીથી બચવા ખેલાડીઓ સ્વીમિંગ પૂલના સહારે, જુઓ PHOTOS


વિરાટ કોહલી સહિત ઘણી ટીમના ખેલાડીઓએ સ્વિમિંગ પૂલ અને દરિયા કિનારે પસાર કર્યો સમય, યૂએઈની ગરમીથી બચવા શાનદાર ઉપાય. 
 

નવી દિલ્હીઃ 19 સપ્ટેમ્બરથી ઈન્ડિયન પ્રીમિયર લીગ   (IPL 2020)ની 13મી સીઝન શરૂ થવાની છે. લગભગ એક મહિનાથી બધી ટીમો તેની તૈયારીઓ કરી રહી છે. તો યૂએઈની ભારે ગરમી પણ ખેલાડીઓ માટે મુશ્કેલી બની છે. પરંતુ ખેલાડીઓએ આ ગરમીથી બચવાનો રસ્તો શોધી લીધો છે. પ્રેક્ટિસ બાદ જો કોઈને સમય મળે તો ખેલાડીઓ સ્વીમિંગ પૂલમાં મસ્તી કરવાની તક છોડતા નથી. જુઓ સ્વીમિંગ પૂલની અનેક તસવીરો. 

 

વિરાટ કોહલી

1/7
image

વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. કેપ્શનમાં વિરાટે લખ્યુ છે, સ્વીમિંગ પૂલને કારણે પસાર થયેલો દિવસ ખુબ શાનદાર રહ્યો. 

એબી ડિવિલિયર્સ

2/7
image

ક્રીઝ પર વિરાટનો સાભ નિભાવતો એબી ડિવિલિયર્સ પૂલમાં કેપ્ટન સાથે મસ્તી કરતો જોવા મળ્યો. 

નવદીપ સૈની

3/7
image

આરસીબીના સ્ટાર ખેલાડી ડિવિલિયર્સની સાથે જોવા મળ્યો ફાસ્ટ બોલર નવદીપ સૈની

કુલદીપ યાદવ

4/7
image

કેકેઆરનો કુલદીપ યાદવ પણ ગરમીથી બચવા પૂલમાં જોવા મળ્યો. આગામી સીઝન માટે તૈયાર છે SRKની ટીમ.

તેજિંદર સિંહ ઢિલ્લન

5/7
image

કિંગ્સ ઇલેવન પંજાબનો તેજિંદર ઢિલ્લન પણ યૂએઈની ગરમીથી બચતો જોવા મળ્યો. 

ધવલ કુલકર્ણી

6/7
image

જ્યાં બીજી ટીમના ખેલાડી સ્વીમિંગ પૂલમાં સમય પસાર કરી રહ્યાં છે. તો મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી બીચ પર મસ્તી કરતા જોવા મળ્યા. આ તસવીરમાં ધવલ કુલકર્ણી ગરમીમાં દરિયાના પાણીમાં આનંદ માણી રહ્યો છે. 

આદિત્ય તારે

7/7
image

મુંબઈ ઈન્ડિયન્સનો ક્રિકેટર આદિત્ય તારે પોતાની પત્ની કરિશ્મા અને નાની પુત્રી રબ્બાની સાથે જોવા મળ્યો.