MOBILE: આવી ગયો મોબાઈલની દુનિયાનો 'જેમ્સ બોન્ડ', ખાસિયતો જોઈને તમે થઈ જશે ખરીદવાની ઈચ્છા

ONEPLUS સ્માર્ટફોન્સને ટક્કર આપશે iQOO7, 12GB રેમ, 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, SoC 888 5G પ્રોસેસરથી છે સજ્જ. iQOO કંપનીએ અનેક શાનદાર ફિચર્સ સાથે પોતાનો iQOO7 ફોન લોન્ચ કર્યો છે. આ ફોન 8 અને 12GB રેમના વેરિયંટમાં મળશે. સાથે જ 120Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટથી ફોન 15 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે. 

ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્માર્ટફોન મેકર કંપની VIVOના સબ બ્રાન્ડ iQOOએ અનેક નવા ફિચર સાથે શાનદાર iQOO7 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. iQOO7 એક હાઈ એન્ડ સ્માર્ટફોન છે. જેમાં Qualcomm Snapdragon 888નું લેટેસ્ટ સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં હાઈ રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં અનેક ધાસું ફિચર્સ આપવામાં આવ્યા છે, જેને સાંભળી તમે આશ્ચર્યચકિત થઈ જશો. આવો જાણીએ તમામ માહિતી.

સ્ક્રિન અને સ્ટોરેજ

1/5
image

iQOO7માં 6.62 ઈંચની ફુલ HD+(1080*2400) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનો સ્ક્રિન ટુ બોડી રેશિયો 91.4% છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જ્યારે ટચ સેંપ્લિંગ રેટ 300Hz છે. ફોન 2 વેરિયંટમાં મળશે. જેમાં પહેલા વેરિયંટમાં 8GB રેમ અને 128GB UFS 3.1 ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. જ્યારે બીજા વેરિયંટમાં 12GB LPDDR5રેમ અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. 

કેમેરા

2/5
image

ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48 મેગાપિક્સલ(f/1.79)નો પ્રાઈમરી કેમેરો, 13 મેગાપિક્સલ(f/2.2)નો અલ્ટ્રાવાઈડ લેન્સ(120 ડિગ્રી વાઈડ એંગલ) અને 13 મેગાપિક્સલ(f/2.4)નો પોટ્રેટ લેન્સ આપવામાં આવ્યો છે. 48મેગાપિક્સલના કેમેરામાં સુપર વીડિયો સ્ટેબિલાઈઝેશનનું ફિચર પણ છે. બીજી તરફ ફોનના ફ્રંટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. 

 

બેટરી

3/5
image

iQOO7 સ્માર્ટફોનમાં 2000mAHની 2 બેટરી ફીટ કરવામાં આવી છે. એટલે ફોનમાં 4000mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી મળશે. ફોનમાં 120Wનો ફ્લેશ ચાર્જિંગ સપોર્ટ છે. કંપનીએ દાવો કર્યો છે કે માત્ર 15 મિનિટમાં ફોન ફુલ ચાર્જ થઈ જશે જે 15.4 કલાકનો બેટરી બેકઅપ આપશે.

સોફ્ટવેર

4/5
image

આ સ્માર્ટફોનમાં પ્રેશર સેંસિટિવ ડિસ્પ્લે આપવામાં આવી છે અને કંપની ગેમિંગને ધ્યાને રાખી ફોન બનાવ્યો છે. ડિસ્પ્લે HDR10+ સર્ટિફાઈડ છે. iQOO7માં એન્ડ્રોઈડ 11 બેઝ્ડ OriginOS આપવામાં આવ્યું છે. ફોનમાં 5G, 46 VoLTE, Wi-Fi, Bluetooth v5.2, GPS/A-GPS, NFC અને ટાઈપ C સપોર્ટ છે. ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. 

કલર અને કિંમત

5/5
image

iQOO7 સ્માર્ટફોન 3 કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં લાઈટ બ્લૂ, બ્લેક અને વ્હાઈટમાં BMW M Sport ડિઝાઈન સામેલ છે. ફોનનું 8GB/128GB વેરિયંટ 43,100ની કિંમતથી શરૂ થાય છે. જ્યારે 12GB/256GB વેરિયંટ 47,600ની કિંમતથી શરૂ થાય છે.