business

2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો

લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) ની જાહેરાત કરી હતી. જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનો

May 22, 2020, 11:59 AM IST

લોન લેવા રાજકોટવાસીઓ કોરોના, ગરમી, સોશિયલ ડિસ્ટન્સિંગ બધુ જ ભૂલ્યા, 800થી વધુ ફોર્મ લેવા પહોંચ્યા

આજથી રાજ્યમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana)ના ફોર્મ વિતરણની શરૂઆત થઈ હતી. જોકે, કોઈ પણ પ્લાનિંગ અને સૂચના વગર આ જાહેરાત થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. લગભગ દરેક શહેરોમાં ફોર્મ મેળવવા બેંકોની બહાર લાંબી લાઈનો લાગી હતી. ત્યારે રાજકોટમાં સવારે 1 લાખ રૂપિયાની લોન લેવા લોકોએ જિંદગી દાવ પર મૂકી તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. સહકારી બેંકો પર લોન માટે ફોર્મ મેળવવા લોકોએ બેંક બહાર લાંબી લાઇનો લગાવી છે. પરંતુ ફોર્મ લેવા પહોંચેલ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. પારેવડી ચોક સ્થિત નાગરિક બેંક બહાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી. બેંક ખૂલે એ પહેલા લગભગ 700થી 800 લોકોનું ટોળુ બેંક બહાર ઉભું હતું. તો બીજી તરફ, આ બેંકમાં વધુ ફોર્મ આવ્યા ન હોવાથી પ્રિન્ટર પરથી પ્રિન્ટ કાઢીને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. તો કેટલાક લોકોને ઓનલાઈન ફોર્મ મેળવી લેવા કહેવામાં આવ્યું હતું. 

May 21, 2020, 02:10 PM IST

2%ની લોન લેવા ગુજરાતના દરેક શહેરોમાં સવારથી લાઈનમાં ઉભા છે લોકો, બેંકોએ કહ્યું- ફોર્મ નથી આવ્યા...

ગુજરાત સરકાર તરફથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) અંતર્ગત જે 1 લાખ રૂપિયા સુધીની લોન 2 ટકાના વ્યાજદરે આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આજથી રાજ્યની બેંકો ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજથી રાજ્યભરની કો-ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, સિટી કો-ઓપરેટિવ બેંક મળીને કુલ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે લોન લેવા માટે બેંકો બહાર મોટી સંખ્યામાં લાઈન જોવા મળી. તો કેટલાક શહેરોમાં ફોર્મ આવ્યા નથીની ફરિયાદો પણ ઉઠી છે.

May 21, 2020, 11:40 AM IST

5 હજાર રૂપિયાનું રોકાણ કરો અને મહિને 50000 રૂપિયાની કરો કમાણી, જાણો કઇ રીતે

લોકડાઉન (Lockdown) માં અનેક લોકોને નોકરી જવાનો ખતરો છે. ત્યાર બાદ એક મોટી ચિંતા એ પણ છે કે, લોકડાઉન બાદ ઘર કઇ રીતે ચલાવી શકશે? જો તમારા મનમાં પણ આ સવાલ છે તો ચિંતા છોડી દો. અમે તમને જણાવી રહ્યા છીએ કે એક શાનદાર બિઝનેસ પ્લાન જેના થકી તમે દર મહિને 50 હજાર રૂપિયા સુધીની કમાણી પણ કરી શકો છો. સૌથી સારી વાત છે કે, તેને ચાલુ કરવાનો ખર્ચ ખુબ જ ઓછો છે. 

May 18, 2020, 09:39 PM IST

માત્ર આટલા રૂપિયામાં બને છે લોકડાઉનનો નકલી પાસ, સરકારી પાસનો ખુલ્લેઆમ વેપાર

લોકડાઉન દરમિયાન શહેરમાં ફરવા માટેની છૂટછાટના નકલી પાસ કાઢવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. પરસાણાનગર વિસ્તારમાં સ્ટુડિયો ચલાવતા એક યુવક દ્રારા રૂપિયા લઇને નકલી પાસ કાઢવામાં આવતા હતા. આ મામલે પોલીસે 17 શખ્સો સામે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો છે.જો કે સવાલ એ છે કે છેલ્લા એક મહિનાથી આ ગોરખધંધો ચાલતો હતો તો પોલીસના ધ્યાને શા માટે ન આવ્યું.

May 15, 2020, 03:03 PM IST

લોકડાઉનમાં લોકો પાસે રૂપિયા નથી ને, હવે સિંગતેલના ભાવમાં વધારો થયો

લોકડાઉનમાં લોકોની આર્થિક સ્થિતિ બગડી રહી છે, તો બીજી તરફ સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલ (ground nut oil) ના ભાવે ડબ્બે 60 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ડબ્બે 60 રૂપિયા વધારો થતાં આજે સિંગતેલનો ભાવ 2300ને પાર જોવા મળ્યો છે. હાલ જ્યારે લોકડાઉનમાં લોકોની આવકમાં બ્રેક લાગ્યો છે, પરંતુ જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં સિંગતેલ પણ બાકાત રહ્યું નથી. 

May 8, 2020, 09:49 PM IST

સોનાના ભાવમાં મોટો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળે છે 10 ગ્રામ સોનુ

સોનાના ભાવ (Gold rate today) માં આજે મોટા ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોના-ચાંદીના ભાવમા માર્કેટ ખૂલતા જ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સોનાનો ભાવ 199 રૂપિયા ઘટીને 45,962 રૂપિયા ઘટીને 45,962 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. તો ચાંદીમાં જુલાઈના વાયદાના ભાવમાં આજે 157 રૂપિયાની તેજી જોવા મળી છે. ચાંદી હવે 42,280 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે. 

May 8, 2020, 03:18 PM IST

લોકડાઉનમાં SBIની ગ્રાહકોને મોટી ભેટ, હોમ-ઓટો-પર્સનલ લોન માટે કરી મોટી જાહેરાત

દેશની સૌથી મોટી સરકાર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) એ લોકડાઉનની વચ્ચે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે વ્યાજ દરોમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ વ્યાજ દર 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા પર આવી ગયા છે. નવો ભાવ 10 મેથી લાગુ થશે. SBI એ સતત 12મી વાર એમસીઆરએલમાં ઘટાડો કર્યો છે. તો ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં સતત બીજીવાર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલા એપ્રિલમાં SBI એ વ્યાજ દરોમાં 0.35 ટકા ઘટાડો કર્યો હતો. 

May 7, 2020, 07:27 PM IST

કોરોનાની આગમાં સ્વાહા થઈ વધુ એક કંપની, સેંકડો કર્મચારીઓને કાઢી મૂકવાની કરી જાહેરાત

કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉને કારણે કંપનીઓ પર ભારે અસર પડવા લાગી છે. હાલમાં જ અમેરિકા અને દુનિયાની સૌથી મોટી કંપની જિમ બ્રૈન્ડ Gold Gym એ પોતે નાદાર થયાની જાહેરાત કરી છે. લોકડાઉને કારણે હવે દુનિયાની સૌથી મોટી કેબ સર્વિસ કંપની ઉબેર (Uber) પર પણ ભારે મુસીબત આવી પડી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, આર્થિક તકલીફોને કારણે તેને સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા પડશે.

May 7, 2020, 02:52 PM IST

અમદાવાદ શટડાઉનમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે કે નહિ? તમારા સવાલનો આ રહ્યો જવાબ...

દેશભરમાં કોરોનાને કારણે સરકાર પેટ્રોલ-ડીઝલ (Petrol Price Today) પર વેટ વધારી રહી છે. હાલમાં જ દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ વધાર્યું હતું, જેના બાદ હવે યુપી સરકારે પણ ગઈકાલે રાત્રે વેટ વધારવાની જાહેરાત કરી છે. હવેથી યુપીમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ખરીદવા પર તમને પહેલાની સરખામણીમાં વધુ રૂપિયા ખર્ચવા પડશે. જોકે, આજે દેશના કોઈ પણ મહાનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. દેશની રાજધાની દિલ્હી સહિત અનેક મહાનગરોમાં તેલના  ભાવ આજે પણ સ્થિર રહ્યાં છે.

May 7, 2020, 11:23 AM IST

Xiaomi ના Mi TV માં ઉમેરાયા નવા ફીચર્સ, નવા લુક સાથે લોન્ચ થયું સોફ્ટવેર અપડેટ

ચીનની કંપની Xiaomi એ ભારતમાં અપડેટેડ સોફ્ટવેર લોન્ચ કરી દીધું છે. અપડેટ બાદ Xiaomi ના સ્માર્ટ ટીવીમાં કેટલાક નવા ફીચર્સ ઉમેરાતા લુકમાં પણ ફેરફાર જોવા મળશે. નવા અપડેટ સાથે ગ્રાહકોને Disney+ Hotstar ની એપ પણ મળશે.

May 6, 2020, 04:44 PM IST

ચીનને લાગી રહ્યો છે ભારતથી ભય, FDI પર આપ્યું મોટું નિવેદન

કોરોના વાયરસ (Coronavirus)ના લીધે વિદેશી કંપનીઓને દૂર જવાનો ડર ચીનને સતાવવા લાગ્યો છે. ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના બિઝનેસ ચીનથી સમેટીને ભારત જેવા દેશોમાં લગાવવાનું વિચાર કરી રહી છે.

Apr 20, 2020, 08:09 PM IST

કોરોના માટે PM મોદીને દાન કરવાનું વિચારો છો તો ચેતી જજો, નહિ તો મોટું નુકસાન થશે

Coronavirus સામે લડવા માટે દેશભરમાંથી લોકો PM cares fund માં દાન કરી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલાક સાયબર આરોપીઓ પણ સક્રિય થઈ ગયા છે. જેઓ ફેક UPI ID ના માધ્યમથી લોકોને લૂંટી રહ્યાં છે. સાયબર સુરક્ષા સંબંધોને જોતી સંસ્થા CERT-IN એ લોકોને પીએમ કેર ફંડ (PM Cares fund) સાથે લાગતા-વળગતા ફેક UPI ID થી લોકોને ચેતવ્યા છે.  

Apr 5, 2020, 11:33 AM IST

કોરોના કરતા પણ વધુ ડરાવનો IMFનો રિપોર્ટ, દુનિયાની એક-એક વ્યક્તિને રડાવશે

કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને રોકવા માટે દુનિયાભરમાં પ્રયાસો થઈ રહ્યાં છે. Lockdownને લાગુ કરવાને કારણે ખતરનાક વૈશ્વિક મંદી આવવાની શક્યતા છે. હાલની મંદીની ગંભીરતાનો અંદાજો માત્ર આ વાતથી લગાવી શકાય છે કે, તે 2008માં આવેલ સ્લોડાઉન કરતા પણ વધુ હશે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં ગત ત્રણ મહિનાથી ચાલી રહેલ લોકડાઉન બાદ મોટાભાગની ફાઈનાન્સ રિસર્ચ કંપનીઓ આર્થિક મંદીના સંકેત આપી ચૂકી છે. 

Apr 4, 2020, 11:37 AM IST

લોકડાઉનમાં online order આપી રહ્યા છો તો બધુ પડતુ મૂકીને પહેલા આ વાંચજો

કોરોના વાયરસ (corona virus) ને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ઓનલાઈન માત્ર ખાદ્ય પદાર્થોનું વેચાણ જ થઈ રહ્યું છે. પરંતુ સામાન પહોંચાડવાની તેની ગતિ બહુ જ ધીમી થઈ ગઈ છે. બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવા ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મના કર્મચારીઓની અછતને કારણે ડિલીવરી પહોંચાડવામાં બહુ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઓનલાઈન ડિલીવરી પ્લેટફોર્મને લોકડાઉનનો દિવસ 24 માર્ચની મધ્યરાત્રિએ જ લાગુ થવા પહેલા અનેક ઓર્ડર (online order) મળી ગયા હતા, જેને હાલ કંપનીઓને પૂરા કરવાના છે. 

Apr 3, 2020, 03:26 PM IST

કોરોના ભારતની અર્થવ્યવસ્થાને ભાંગીને ભૂક્કો કરી નાંખશે, જુઓ શું કહે છે ADBનો રિપોર્ટ

કોરોના વાયરસ (Corona virus)સંક્રમણ અને તેના બાદ 21 દિવસના લોકડાઉનથી તનારા આર્થિક નુકસાન પર વિવિધ રિપોર્ટસ સામે આવી રહ્યાં છે. કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને કારણે દુનિયાભરમાં પેદા થયેલા હેલ્થ ઈમરજન્સીની વચ્ચે એશિયાઈ વિકાસ બેંકે (ADB) અનુમાન વ્યક્ત કર્યું છે કે, ફાઈનાન્શિયલ વર્ષ 2021માં ભારતનો આર્થિક વિકાસ દર (GDP) ઘટીને 4 ટકા પર પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં ગત વર્ષે આવેલી સુસ્તી બાદથી જ ભારતનો વિકાસ દર ઘટતો ગયો હતો. ફાઈનાન્શિયલ વર્ષ 2019માં તે 6.1 ટકાથી ઘટીને 5 ટકા રહી ગયો હતો. સરકારે 2020-21માં વિકાસ દર 6 થી 6.5 ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી. 

Apr 3, 2020, 01:11 PM IST

Coronaના ડરથી work from home નોકરીની ડિમાન્ડ એકાએક વધી

કોરોના વાયરસ (Corona virus) ના પગલે કરાયેલા લોકડાઉનમાં માત્ર ભારતનું જ નહિ, પરંતુ વિશ્વભરનું આર્થિક તંત્ર ખોરવાઈ ગયું છે. ઉદ્યોગ-ધંધા ઠપ્પ થઈ ગયા છે. લોકોની આવક બંધ થઈ ગઈ છે. વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે. આ લોકડાઉન વચ્ચે એક બાબત સૌથી વધુ પોપ્યુલર બની છે. વર્ક ફ્રોમ હોમ (work from home). લોકડાઉનમાં પણ અનેક એવા કામ છે જે ઘરે બેસીને કરી શકાય છે. આઈટી સબિત અનેક ક્ષેત્રના કામકાજ ઘરે બેસીને થઈ રહ્યા છે. ત્યારે હવે મોટાપાયે રિમોટ વર્કિંગ એટલે કે વર્ક ફ્રોમ હોમ નેચરવાળી નોકરીઓ લોકો શોધી રહ્યાં છે. 

Apr 2, 2020, 01:07 PM IST

લોકડાઉનમાં EMI ન ભરવાની ચિંતા સતાવી રહી છે, તો આ સમાચાર તમારા કામના છે

લોકડાઉનને કારણે જો તમે તમારા લોનની ઈએમઆઈ (EMI) આપવાથી ચૂકી જાઓ છો તો તમારા CIBIL પર તેનો કોઈ પ્રભાવ નહિ પડે. સામાન્ય રીતે ઈએમઆઈ (EMI) મિસ થવા પર ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે. વ્યાજ સાથે જોડાયેલી તમામ માહિતી આપતી કંપની ટ્રાન્સયુનિયન સિબિલે સોમવારે જણાવ્યું કે, તે રિઝર્વ બેંકની ઈએમઆઈ ચૂકવવા પર લગાવવામાં આવેલ ત્રણ મહિનાના પ્રતિબંધ અંગે માહિતી મેળવી રહી છે. જેથી તેની અસર ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર ન પડે. કોરોના વાયરસના સામુદાયિક ફેલાવને રોકવા માટે સરકારે દેશભરમાં 21 દિવસનું લોકાડાઉન જાહેર કર્યું છે. આ કારણે રાષ્ટ્રવ્યાપી આર્થિત લેણદેણ ઠપ્પ પડી ગયું છે. 

Mar 31, 2020, 09:07 AM IST

શેરબજાર પર કોરોનાનો અજગરી ભરડો, સેન્સેક્સમાં મોટો કડાકો, નિફ્ટીમાં પણ ગાબડું

સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેર માર્કેટમાં ભારે ઘટાડા સાથે જોવા મળ્યું છે. ગત અનેક દિવસોથી માર્કેટમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. જાનલેવા કોરોના વાયરસને કારણે માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1755.52 અંક એટલે કે 6.08 ટકાના ઘટાડાની સાથે 27,113.99 ના સ્તર પર ખૂલ્યુ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 464.30 અંક એટલે કે 5.48 ટકાના ઘટાડા સાથે 8004.50ના સ્તર પર ખૂલ્યું છે. શેર માર્કેટ ત્રણ વર્ષના નીચલા સ્તર પર છે. ડિસેમ્બર 2016 બાદ નિફ્ટીનું ન્યૂનતમ સ્તર છે અને સેન્સેક્સ 37 મહિનાના નીચા સ્તર પર છે. 

Mar 19, 2020, 09:56 AM IST

શું બંધ થઈ જશે Vodafone-Idea? બહુ જ કામના છે આ સમાચાર

જો તમે વોડાફોન-આઈડિયાના ગ્રાહક છો તો તમારા માટે બહુ જ ખરાબ સમાચાર છે. કંપની બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ એ પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે, આગામી મહિનાથી સામાન્ય કોલ અને ડેટા માટે વધુ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. AGR એટલે કે એડજસ્ટ ગ્રોસ રેવન્યુના બોજ તળે દબાયેલ વોડાફોન (Vodafone) આઈડિયા (Idea) ની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. બુધવારે પણ કંપનીને સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી કોઈ રાહત મળી નથી. બની શકે છે કે, કંપની ભારતમાં ક્યારેય પણ વેપાર ધંધા બંધ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયાને એજીઆર માટે લગભગ 53000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપની આ રૂપિયાને ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે.

Mar 19, 2020, 09:18 AM IST