Relationship Tips: ક્યાંક પાર્ટનર તમને દગો તો નથી કરતો ને! આ રીતે ચેક કરો લોયલ્ટી

1/6
image

Relationship Tips:આજકાલ રિલેશનશીપમાં દગો આપવો એ સામાન્ય બની ગયું છે. પરંતુ તેના કારણે અન્ય વ્યક્તિ સંપૂર્ણપણે તૂટી જતી હોય છે અને ડિપ્રેશનમાં પણ જતા હોય છે. આવામાં જો તમને પણ એવું લાગે કે તમારો બોયફ્રેન્ડ કે પછી ગર્લફ્રેન્ડ તમને ચીટ કરી રહ્યા છે તો તમે આ રીતે તે જાણી શકો છો. 

તમારો મત ન લેવો

2/6
image

જ્યારે કપલ્સ રિલેશનશીપમાં હોય છે તો નિર્ણય મ્યુચ્યુઅલ લે છે પરંતુ જો તમારો પાર્ટનર તમારા નિર્ણયને જરાય ભાવ ન આપે અને દરેક જગ્યાએ પોતાની રીતે જ નિર્ણય લે તો સમજી લેવું કે દાળમાં કાળું છે. 

વાત ન સમજવી

3/6
image

જ્યારે તમારો પાર્ટનર તમારી વાતોને મહત્વ ન આપે કે તમારા વચ્ચે અંડરસ્ટેન્ડિંગ ઓછી થવા લાગે તો સમજી લેવું કે તમારો સંબંધ ખતમ થવાની કગાર પર છે. 

બહાના બનાવવા

4/6
image

જો તમારા પાર્ટનર તમારી વાતને ના પાડ્યા કરે અને તમારી સાથે ક્યાંક જવામાં કે મળવામાં ખચકાય તો સમજી લેવું કે તેની લાઈફમાં કોઈ બીજુ છે જેને તે મહત્વ આપે છે. 

કમિટમેન્ટથી ભાગવું

5/6
image

જો તમારા પાર્ટનર  કમિટમેન્ટથી ગભરાતા હોય કે પછી એ મુદ્દે વાત કરવામાં ખચકાય તો તમારો સંબંધ આગળ જઈને ખતમ થઈ શકે છે. 

ખોટું બોલવું

6/6
image

જો તમારા પાર્ટનર તમને ખોટું બોલીને મિત્રો સાથે પાર્ટી કરે કે ટ્રિપ પર ક્યાંક જાય છે. તમને સમય નથી આપતા અને બીજી બધી વસ્તુઓમાં બીઝી રહે તો આ તમારા માટે ખતરાની ઘંટી છે.