cheating

83 વર્ષીય વૃદ્ધાને ભોળવીને લાખો રૂપિયાની ઠગાઇ કરનાર ભેજાબાજ ઘરઘાટી ઝડપાયો

ઈસનપુરમાં 83 વર્ષીય વૃદ્ધા સાથે  ઠગાઈ થયાની ઘટના સામે આવી છે. જેમાં વૃદ્ધાના જ ઘરઘાટીના મિત્રે ઠગાઈ કર્યાનું સામે આવતા સાયબર ક્રાઇમે તેની ધટપકડ કરી લીધી છે. ઇસનપુરમાં રહેતી વૃદ્ધાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી કે તેના એકાઉન્ટ માંથી 8.85 લાખ રૂપિયા તેના જ ઘરઘાટીના મિત્ર તુષાર કોષ્ટિએ વિશ્વાસમાં લઈને ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી.

Aug 1, 2021, 01:40 AM IST

આ અભિનેત્રીના લગ્નના સમાચાર સાંભળીને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડ્યા હતા શત્રુઘ્ન સિન્હા! બીજી જોડે પત્નીએ રંગે હાથ પકડ્યા ત્યારે તો...

શત્રુધ્ન સિન્હા માત્ર એક એભિનેતા નથી. પણ તેઓ એક ફિલ્મ નિર્માતા, રાજનેતા, મંત્રી અને સિંગર પણ રહી ચુક્યા છે. તેમના સમયમાં તેમની લવ સ્ટોરી પણ એટલી ચર્ચામાં રહી હતી.

Jul 19, 2021, 11:35 AM IST

તમારું આધાર કાર્ડ નકલી તો નથીને? મસમોટું કૌભાંડ ઝડપાયું, આ રીતે કરતા છેતરપિંડી

  • કોર્પોરેટરના નકલી સહી સિક્કા અને સ્ટેમ્પ પણ મળી આવ્યા છે

Jun 24, 2021, 07:23 PM IST

છેતરપિંડી: અશ્વગંધાના બીજ ખાધા પછી તમારી પત્ની પણ કહેશે કે હવે બસ કરો...

  • પોતાનો સેક્સ પાવર વધારવાની સાથે સાથે તગડી કમાણીની લાલચે વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
  • અગાઉ પણ આયુર્વેદિક પ્રોડક્ટ અને સેક્સ પાવર વધારવાની દવાના નામે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવ્યા

Jun 21, 2021, 06:02 PM IST

WhatsApp Cheating કોઈ જોઈ લેશો તો, શું તમને સતાવે છે આવો ડર? અપનાવો આ Tips

WhatsApp માં તમારા પાસે એ ઓપ્શન છે કે તમે પ્રોફાઈલ કોને કોને બતાવવા માગો છો. તે માટે તમારે સેટિન્ગમાં જવાનું અને ત્યાં અકાઉન્ટ પર ક્લિક કરવું પડશે. તે બાદ પ્રાઈવેશીમાં જશો એટલે પ્રોફાઈલ ફોટો માટે એક ઓપ્શન દેખાશે. જેમાં તમે માય કોન્ટેક્ટ સિલેક્ટ કરી શકો છો.

Jun 13, 2021, 10:45 AM IST

ઠગોએ આ પવિત્ર ફિલ્ડને પણ ન છોડ્યું, નકલી આર્મી મેન બની કરતો લોકોની ઠગાઇ અને છેડતી

 એક નકલી આર્મીમેન ઝડપાયો છે. પોતાને આર્મીનો જવાન હોવાની ઓળખ આપી અને લોકો પાસેથી મદદના બહાને પૈસા પડાવતો હતો. વલસાડની એક મહિલા ટી.આર.બી કર્મચારીને ધાક ધમકી આપતા એક નકલી આર્મીમેનની વલસાડ સિટી પોલીસે ધરપકડ કરી છે. આર્મી સિપાઈના યુનિફોર્મમાં જ એક નકલી આર્મીમેન ઝડપી પાડયો છે.

Mar 20, 2021, 07:54 PM IST

કો. ઓપરેટિવ બેંકના નામે લેભાગુ કંપનીઓની લોભામણી જાહેરાતોથી ચેતજો

લોભામણી જાહેરાતથી લોકોને લલચાવી છેતરપિંડી કરવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. વધુ એક કિસ્સો બનાસકાંઠાના દાંતાના આંતરિયાળા વિસ્તારમાં સામે આવ્યો જ્યાં સરકારી સંસ્થા નામે એકના ડબલની લાલચે અનેક લોકો સાથે થઈ છે છેતરપિંડી..પણ પાંચ ભેજાબાજ અન્યને શિકાર બનાવે તે પહેલા સકંજામાં આવી ગયા છે.
 

Feb 7, 2021, 10:32 PM IST

Matrimonial પર તમે જીવનસાથી શોધી રહ્યા છો? જો જો લગ્નના ઉન્માદમાં છેતરાતાં નહીં

ઘણી વાર જે દેખાતું હોય છે તે હોતું નથી અને હોય છે તે દેખાતું નથી. આ વાત અત્યારના સમયમાં સાર્થક થઈ છે. તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમે એક એવા ભેજાબાજને ઝડપ્યો જે મેટ્રોમોનિયલ સાઈટ પર લોભામણી જાહેરાત આપીને રીતસર યુવતીઓને ચુંબકની જેમ આકર્ષતો હતો અને પછી કરતો તેમના શરીરનો ઉપભોગ અને પૈસા ખંખેરતો. આ ભેજાબાજે 50 યુવતીઓને પોતાનો શિકાર બનાવી. એવું નથી કે યુવકો જ યુવતીઓને ફસાવે છે પણ કેટલાક કિસ્સાઓમાં યુવતીઓ પણ યુવકોને ફસાવી તેમને ખંખેરી લે છે.

Jan 23, 2021, 03:46 PM IST

મેટ્રીમોનિયલ દુલ્હનથી બચીને રહેજો, ક્યાંક તમારે પણ પસ્તાવવાનો વારો ન આવે

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં (Lucknow) દુલ્હને લગ્ન પહેલા દુલ્હાને ચૂનો ચોપડી 10 લાખ રૂપિયા લૂંટી લીધા બાદ ફરાર થઈ ગઈ છે. ત્યારબાદ પીડિત મનોજ અગ્રવાલે લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં (Hazratganj Police Station) છેતરપીંડિની ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Jan 19, 2021, 11:12 AM IST

'જિન્ન' બતાવીને ડોક્ટરને 31 લાખમાં વેચી દીધો 'અલાદ્દીન નો ચિરાગ'!

ઉત્તર પ્રદેશ  (Utter Pradesh) ના મેરઠથી પોલીસે એક ડોક્ટર સાથે છેતરપિંડી કરનાર 2 લોકોની ધરપકડ કરી છે. આ ઠગોએ લંડનથી આવેલા ડોક્ટરને અલાદ્દીનનો ચિરાગ બતાવીને 31 લાખમાં એક લેમ્પ વેચી દીધો.

Oct 31, 2020, 06:12 PM IST

Mithun Chakrabortyના પુત્ર મહાક્ષય પર લાગ્યો રેપનો આરોપ, પોલીસ ફરીયાદ નોંધાઈ

બોલીવુડ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની પત્ની યોગિતા બાાલી (Yogita Bali) અને પુત્ર મહાક્ષય પર બળાત્કાર (Rape), ચીટિંગ અને જબરજસ્તી ગર્ભપાત (Abortion) કરાવવાનો કેસ મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે

Oct 17, 2020, 12:11 PM IST

Paytm ના KYC ના નામે છેતરપિંડી કરતી Jamtara ગેંગ સક્રિય, એક ઝડપાયો

: ટેકનોલોજીના વધતા જતા વ્યાપને પગલે છેતરપિંડીની મોડેસ ઓપરેન્ડી પણ બદલાતી ગઈ છે. પહેલા લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ હવે  મોબાઈલમાં એક એપ્લિકેશન કે મેસેજ નાખીને ભૂલ કરાવી લાખો રૂપિયા પડાવી જાય છે. ગણતરીની મિનિટોમાં એકાઉન્ટ માં રહેલા રૂપિયા સાફ કરી જાય છે. આવા જ એક શખ્સની ધરપકડ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે કરી છે. મૂળ ઝારખંડની જામતારા ગેંગ ખુબજ ઓનલાઇન છેતરપિંડી  કરવામાં જાણતી અને કુખ્યાત  છે.

Oct 16, 2020, 05:07 PM IST

લોનના નામે છેતરપિંડી કરતા દંપત્તીની ધરપકડ, જો લોન માટે ડોક્યુમેન્ટ આપ્યા હોય તો સાવધાન

સામાન્ય વર્ગ હોય કે તવંગર વર્ગ દરેકને પોતાની આર્થિક જરૂરિયાતો પુરી કરવા માટે પૈસાની જરૂર તો પડતી જ હોય છે.અને આ જરૂરિયાત પુરી કરતું સૌથી હાથવગું સાધન છે લોન. વહેલી તકે મોટી રકમ પ્રાપ્ત કરવા માટે લોન મહત્વનુ પાસુ બની રહે છે. પણ લોન લેતી વખતે આપવામાં આવતા ડોકયૂમેન્ટ ક્યારેક આફત સર્જી શકે છે. ડોક્યુમેન્ટ આપતી વખતે કાળજી રાખવી ખુબ જરુરી છે. નહી તો પસ્તાવાનો વારો આવી શકે છે. આવા જ એક ચેતવણી આપતા કિસ્સો ગોધરા સાયબર રેન્જ પોલીસે ઉજાગર કર્યો છે. બંટી બબલીની જેમ લાખોની છેતરપિંડી આચરતાં વડોદરાના એક દંપતીને પંચમહાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે.

Oct 12, 2020, 10:52 PM IST

કચ્છમાં બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઈ

બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઇ કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા 18 મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને ઈ-મેઇલ આઇડી ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે

Sep 19, 2020, 09:43 AM IST

નડીયાદનો યુવક પત્ની સાથે છેતરપિંડી કરીને લંડન ભાગી ગયો, વિધર્મી યુવતી સાથે હતું ચક્કકર પછી...

નડીયાદના એક યુવકે લગ્નના ત્રણ માસના ગાળામાં જ પત્ની સાથે કરી છેતરપિંડી. અન્ય યુવતી સાથે પ્રેમના તાંતણે બંધાયેલ યુવક પત્નીને તરછોડી લંડન ભાગી ગયો. જ્યારે પીડિતાએ પોતાના સાસરી પક્ષના લોકોને આ બાબતે ફરિયાદ કરી ત્યારે તે લોકોએ જે જવાબ આપ્યા તે સાંભળી આ પીડિતા સ્તબ્ધ રહી ગઈ. નડીયાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલી આ મહિલાનું નામ છે રોનક મહિડા. મુળ ભરૂચની આ યુવતીના લગ્ન ડિસેમ્બર 2019માં અસીમ મહિડા નામના યુવક સાથે સામાજિક રીત-રિવાજો મુજબ થયા હતા. પરંતુ લઘુમતી કોમના આ યુવકને એક હિન્દુ યુવતી સાથે પ્રેમ ચક્કર ચાલતું હતું. બંને યુવક યુવતી લંડન ફરાર થઈ ગયા. 

Sep 5, 2020, 10:15 PM IST

અમદાવાદ: ATM સ્વેપિંગ મશીન મુકી ઠગાઇ કરતો આરોપી ઝડપાયો, મોટાભેદ ખુલવાની શક્યતા

સામાન્ય રીતે ખઆનગી અને સરકારી બેંકોના ATM ની સુરક્ષા બેજોડ હોય છે. ભલભલા મશીનો પણ આ મશીનને ભેદી શકતા નથી. જો કે અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા ઝડપવામાં આવ્યા છે. એક ભેજાબાજની મોડસ ઓપરેન્ડી જાણી આશ્ચર્યચકિત રહેશે. ઠગાઇની દુનિયામાં ટેક્નોલોજીને પણ બીટ કરીને ઠગાઇ કરતા આ યુવકને પોલીસે ઝડપી પાડ્યા બાદ ચોંકાવનારી હકીકતો આવી છે. આ આરોપી ઘણા સમયતી ફરાર હતો. એટીએમ મશીનમાંથી રૂપિયા ખંખેરી લેવાની તરકીબ અજમાવી ચુક્યો છે.

Sep 1, 2020, 10:20 PM IST

વડોદરા: મિલ્કતનો કેસ જીતાડવાની લાલચ આપીને 2 ઠગોએ 17.40 લાખ રૂપિયા પડાવ્યા

  જમીન મિલ્કત અને કોર્ટ કચેરીના કેસમાં ઝડપથી ઝડપથી ચુકાદો આવે અને પોતાનાં પક્ષે આવે તેવી લાલચ આપીને લોકો સાથે ઠગાઇ કરનારા 2 તાંત્રીકોને વડોદરા SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઠગોએ છાણીનાં એક વ્યક્તિ પાસેથી મિલ્કતના ઝગડાની ઝડપી પતાવટ થાય તે માટે 17.40 લાખ રૂપિયા પડાવ્યા હતા. 

Aug 22, 2020, 04:32 PM IST

કોન્ટ્રાક્ટમાં ગાડી ભાડે લેવાના બહાને ગીરવે મુકી છેતરપિંડી કરનાર 3 આરોપી પકડાયા

ગાડી કોન્ટ્રાક્ટમાં ભાડે લેવાના બહાને ગીરવે મુકી છેતરપિંડી કરનાર 3 આરોપી વિરુધ્ધ કુલ 4 ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કરી લીધી છે. સાથે સાથે છેતરપિંડીના ગુનામાં બેદરકારી દાખવનાર પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ ગુનાના મુળ સુધી પહોંચવા માટે એસીપીને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે, આખરે પોલીસ તપાસમાં શુ સામે આવે છે.

Jun 12, 2020, 07:22 PM IST