Israel Army: ગોળા બારૂદ સાથે રમે છે આ હસીનાઓ, જેટલી સુંદર દેખાય છે તેના ખતરનાક છે લેડી સોલ્ઝર્સ

ઇઝરાયલ વર્ષ 1948 માં આઝાદ થયું હતું. ઇઝરાયલ દુનિયાના તે 9 દેશોમાં સામેલ છે જ્યાં મહિલાઓ માટે મિલિટ્રી સર્વિસ અનિવાર્ય છે. 

1/7
image

ઇઝરાયલ એક એવો દેશ જે આકાર અને વસ્તીની દ્રષ્ટિએ મોટો નથી, પરંતુ તાકાતના મામલે બધા પર ભારે છે. તેની સૌથી મોટી તાકાત તેની મજબૂત આર્મી છે. જેમાં દેશના દરેક નાગરિકને કામ કરવાનું હોય છે. 

2/7
image

થોડા સમય પહેલાં ઇઝરાયલની સેનાએ એક ફેરફારના ભાગરૂપે લેડી ઓફિસર્સને પણ મંજૂરી આપી હતી. તેના અંતગર્ત હવે ઇઝરાયલની સેનાઓએ કોમ્બેટટ રોલમાં મહિલાઓની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે અને લેડી ઓફિસર્સને હવે આર્ટિલરી, એર ડિફેન્સ, ઘરેલૂ મોરચા અન્ય કમાનોમાં કોમ્બેટ રોલમાં લગાવવામાં આવે છે. 

3/7
image

ઇઝરાયલ વર્ષ 1948 માં આઝાદ થયું હતું. ઇઝરાયલ દુનિયાના તે 9 દેશોમાં સામેલ છે જ્યાં મહિલાઓ માટે મિલિટ્રી સર્વિસ અનિવાર્ય છે. મહિલાઓ 1948 થી સતત આર્મીમાં સેવા પણ આપી રહી છે. એટલા માટે કે ઇઝરાયલની આર્મી શરૂથી આટલી મજબૂત છે. 

4/7
image

મહિલાઓનું યોગદાન ચોક્કસ શરૂઆતથી જ ઇઝરાયલની આર્મીમાં રહ્યું હોય, પરંતુ તેમને તે મોટી જવાબદારી ક્યારેય મળી નથી. પરંતુ હવે ઇઝરાયલે આ લેડી ઓફિસર્સને કોમ્બેટ રોલમાં લાવીને મોટું પગલું ભર્યું છે. જોકે એ પણ જણાવી દઇએ કે ફક્ત યહૂદી મહિલાઓ જ સેનામાં ભરતી થઇ શકે છે. 

5/7
image

વર્ષ 2021 સુધી ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસમાં મહિલાઓની ભાગીદારી 40 ટકાથી વધુ હતી. વર્ષ 2018 માં લગભગ 10 હજાર મહિલાઓને કાયમી કમીશન મળ્યું હતું. ઇઝરાયલ મિલિટ્રીના આંકડાના અનુસાર વર્ષ 1962 થી 2016 સુધી દેશની સેવા કરતાં 535 લેડી સોલ્ઝર્સ શહીદ થઇ હતી. 

6/7
image

વર્ષ 2014 ઇઝરાયલ સેનાએ જણાવ્યું હતું કે 4 ટકાથી પણ ઓછી મહિલાઓ કોમ્બેટ રોલ જેમ કે લાઇટ ઇનફેંટ્રી અને હેલિકોપ્ટર અથવા પછી ફાઇટર પાયલોટની ભૂમિકામાં છે. 2020 માં 55 ટકા મહિલાઓને આઇડીએફમાં સામેલ થવાના યોગ્ય ગણવામાં આવી હતી. નોન કોમ્બેટ રોલ માટે 24 મહિનાની સર્વિસ થાય છે, જ્યારે કોમ્બેટ રોલમાં 30 મહિનાની સર્વિસ હોય છે. 

7/7
image

વર્ષ 2001 સુધી મહિલાઓએ પાંચ વર્ષ વર્ષની બેસિક ટ્રેનિંગ બાદ વીમેન્સ કોરમાં સર્વ કર્યો જેને હિબ્રૂમાં ચેનના નામથી ઓળખાય છે. 2011 ના આંકડાના અનુસાર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસના 88 ટકા પદ મહિલાઓ માટે નક્કી કરવામાં આવ્યા હતા.