Photos : માત્ર સેલિબ્રિટીઝ વેડિંગ માટે જ નહિ, ફરવા માટે પણ વર્લ્ડનું બેસ્ટ લોકેશન છે લેક કોમો

ઈટલીના લેક કોમોની ગણતરી દુનિયાના સૌથી સુંદર સરોવરોમાં થાય છે. આ જગ્યા હવે દુનિયાભરના સેલેબ્સ અને બિઝનેસમેન માટે વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પોપ્યુલર થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈ લેક કોમોમાં ભવ્ય રીતે યોજાઈ હતી. તો હવે બોલિવુડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન પણ આ જ જગ્યાએ થવાના છે. એવું શું છે આ જગ્યામાં, જને કારણે સેલિબ્રિટીઝ આ જગ્યા પર ખેંચાઈ આવે છે. તો જોઈએ....
 

કેમ ખાસ છે લેક કોમો

1/5
image

લેક કોમોનું વાતાવરણ બારેમાસ ખુશ્નુમા રહે છે. તેથી વર્ષમાં જ્યારે પણ લગ્નનું પ્લાનિંગ કરો, આ સ્થળ અવેલેબલ હોય છે. વેડિંગ માટે અહીં અનેક વેડિંગ પ્લાનર સરળતાથી મળી રહે છે. લગ્ન માટે અહીં એક એકથી ચઢિયાતા સુંદર લોકેશન આવેલા છે. લગ્નને વધુ શાનદાર બનાવવા માટે અહીં અંદાજે 52 વિલા આવેલા છે. તો બીજી તરફ, ફરવા આવવા માટે અહીં કોઈ મોસમની રાહ જોવી પડતી નથી. લેક કોમોમાં બારેય મહિનામાં ગમે ત્યારે ફરવા આવી શકાય છે. 

ઈટલીનું ત્રીજું સૌથી મોટું સરોવર

2/5
image

લેક કોમો ઈટલીનું ત્રીજું સૌથી મોટું લેક છે. અંદાજે 146 સ્કેવર કિલોમીટરમાં ફેલાયેલ આ સરોવરની ઊંડાઈ 1300 ફીટ છે. તેનો તટ લગભગ 160 કિલોમીટર લાંબો છે. જેની ચારેતરફ ગામ અને શહેર વસેલા છે. જ્યાં એક એકથી ચઢિયાતા આલિશાન અને મોંઘાદાટ બંગલા આવેલા છે. લેકની ચારેતરફનો નજારો દિલકશ છે. ચારેતરફ ફેલાયેલી હરિયાળી, બરફથી ઢંકાયેલી પહાડીઓ અને રંગબેરંગી ફૂલોને કારણે અહીંની સુંદરતા આંખોમાં સમાતી નથી. લેકની આસપાસના ગામમાં આવેલા રંગબેરંગી ઘર પણ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ગોથિક આર્કિટેક્ચરને કારણે આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. લેટિન ભાષામાં આ લેકને લોરિયલ નામથી ઓળખવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો તેને કોમો એટલે કે લેક ઓફ કોમોના નામથી જ ઓળખે છે. 

વીઆઈપી માટે પોપ્યુલર છે આ જગ્યા

3/5
image

લેક કોમોમાં આવેલ વિલા ડેલ બાલબિયાનેલોમાં દુનિયાના અનેક વીઆઈપી અને ફેમસ સ્પોર્ટસ પ્લેયર્સા લગ્ન થયા છે. બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ઈટલીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ઈટલીના ટસ્કનીમાં થયા હતા. 

મિલાનથી લેક કોમોનું અંતર

4/5
image

ઈટલીનું સૌથી સુંદર અને ફેમસ શહેર મિલાન લેક કોમોથી માત્ર 84 કિલોમીટર દૂર આવેલું છે. હોલિવુડ સેલિબ્રિટી જ્યોર્જ ક્લુનીએ અહીં એક ઘર ખરીદ્યું, ત્યારે આ જગ્યા ચર્ચામાં આવી હતી. આ બંગલાથી લેકની સુંદરતાને નિહાળી શકાય તેવું છે. હોલિવુડની અનેક નામી હસ્તીઓએ આ જગ્યા પર લેકના કિનારે ઘર ખરીદ્યા છે. 

ખાણીપીણી

5/5
image

આ લેક માત્ર તેની સુંદરતાને કારણે જ નહિ, પરંતુ તેની ખાણીપીણી અને માર્કેટને કારણે પણ ફેમસ છે. આ સ્થળ સિલ્ક ઉત્પાદન માટે પણ ફેમસ છે. અહીંના ફાર્મમાં મધ, ઓલિવ ઓઈલ જેવી અનેક વસ્તુઓનું ઉત્પાદન થાય છે. જે મોંઘીદાટ હોય છે.