ગુજરાતમાં તલવારબાજીમાં સર્જાયો નવો વિશ્વવિક્રમ, 17 જિલ્લાના 5000 રાજપુતોએ કર્યું અદ્દભુત પ્રદર્શન

મુસ્તાક દલ/જામનગર: જિલ્લાના ધ્રોલ તાલુકાના ઐતિહાસિક ભૂચર મોરી મેદાન ખાતે સામૂહિક તલવારબાજી અંગે એક નવો વિશ્વ કીર્તિમાન સ્થપાયો છે. જેમાં 17 જિલ્લાના 5000 જેટલા રાજપુતોએ એકીસાથે તલવારબાજીનું અદભુત પ્રદર્શન કરી "વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન" માં તલવારબાજીનો નવો કીર્તિમાન સ્થપાયો છે. આ સમારોહમાં કેન્દ્રીય અને રાજ્યકક્ષાના મંત્રી સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

1/6
image

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે 31મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ કેન્દ્રિય જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનાં મંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

2/6
image

ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતાં. જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. જેના ભાગરૂપે છેલ્લા 30 વર્ષથી ભુચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

3/6
image

આજે શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે 31માં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહમાં 5000 રાજપૂત યુવાઓએ સવારે 10 વાગ્યાથી 11 મિનિટ સુધી તલવારબાજી કરી "વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન" માં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નરિક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.  

4/6
image

આ સમારોહમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી આઇ. કે. જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મેનેજિંગ ટ્રસ્ટી પી.ટી. જાડેજા, મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

5/6
image

6/6
image