ગરબા નાઇટમાં કિલર લુકમાં પહોંચી Kangana Ranaut, ચણીયા ચોળીમાં પાથર્યો જાદૂ
Kangana Ranaut Look: કંગના રનૌત (Kangana Ranaut) ની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ મલ્ટીકલર્ડ લહેંગા ચોલી પહેરેલી અને કેમેરાની સામે તેના કિલર લુક અને સ્ટાઈલ બતાવતી જોવા મળી હતી. કંગના રનૌતે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જે થોડી જ વારમાં વાયરલ થઈ રહી છે.
મલ્ટીકલર લેહેંગા ચોલી
આ તસવીરોમાં કંગના રનૌતે (Kangana Ranaut) મલ્ટીકલર્ડ યલો, પિંક અને રેડ કલરના કોમ્બિનેશનમાં લહેંગા ચોલી પહેરી છે. અભિનેત્રીનો આ લહેંગા અને ચોલી તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યા છે. જેને પહેરીને એક્ટ્રેસે કેમેરા સામે કિલર પોઝ આપ્યા હતા.
ગરબા લુક
અભિનેત્રીના આ આઉટફિટ વિશે વાત કરીએ તો તે ગરબા માટે પરફેક્ટ છે. અભિનેત્રીએ આ લહેંગા સાથે ડાર્ક લાલ રંગની ચોલી પહેરી છે. આ ચોળી પર ઘણું વર્ક કરવામાં આવ્યું છે જે સ્કર્ટના લુકને વધુ નિખારે છે.
કાતિલ લુક્સ
તેના લુકને પૂર્ણ કરવા માટે કંગના રનૌતે (Kangana Ranaut) તેના વાળ બાંધીને પોની બનાવી છે. આ સાથે તેણે બેકલેસ ચોલી પહેરી છે. સાથે જ સટલ મેકઅપ અને કાતિલ લુકથી લોકો દિલ પર ચાકૂ ચલાવતી જોવા મળી હતી.
આ રીતે પુરો કર્યો લુક
આ સાથે અભિનેત્રીએ કાનમાં મોટી બુટ્ટી પહેરી હતી. આ તસવીરો શેર કરતી વખતે કંગનાએ કેપ્શનમાં લખ્યું- 'ગુજરાત, તમે મારું હૃદય છો. અમદાવાદમાં ગરબા નાઇટમાં. તેજસ સાથે. કંગનાનો આ ગરબા લૂક તેને ખૂબ જ સૂટ કરે છે.
તેજસ થઇ રહી છે રિલીઝ
તમને જણાવી દઈએ કે, કંગના રનૌતની ફિલ્મ 'તેજસ' 20 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. અભિનેત્રી આ દિવસોમાં આ ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. લોકોને આ ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ આવ્યું અને લોકોએ તેને ઘણો પ્રેમ આપ્યો. તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેની એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Trending Photos