KIA ની EV6 ઈલેક્ટ્રિક SUV કાર લોન્ચ, 5 મિનિટમાં ચાલે છે 100 કિમી, જુઓ બીજા શાનદાર ફિચર્સ

નવી દિલ્લીઃ દક્ષિણ કોરિયાની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની કિઆ કોર્પોરેશન (KIA CORPORATION) ની નવી ઈલેક્ટ્રિક SUV KIA EV6ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કિઆએ તાજેતરમાં અમેરિકામાં ઈવી 6નું બુકિંગ શરૂ કર્યું હતું. રિપોર્ટ અનુસાર બુકિંગની થોડી કલાકોમાં જ કારનો પહેલો લોટ વેચાઈ ગયો. આ ઈલેક્ટ્રિક કારના 1500 યુનિટ્સ પ્રથમ લોટમાં રાખવામાં આવ્યા હતા. જેને ગ્રાહકોએ ટૂંક સમયમાં બુક કરાવી લીધા. કિઆ ઈવી 6 ઈલેક્ટ્રિક SUVની વિશેષતા એ છે કે તેની બેટરી ફક્ત 5 મિનિટમાં એટલી ચાર્જ થઈ શકે છે કે તે 112 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તમને જણાવી દઈએ કે કિઆ મોટર્સની આ ઈલેક્ટ્રિક કાર વધુ રેન્જ આપતી ટેસ્લા કારને મોટી ટક્કર આપશે.
 

કંપનીએ આ વિશેષ ઓફર આપી હતી-

1/8
image

કિઆએ નવી કારના બુકિંગને વેગ આપવા માટે ઘણી આકર્ષક ઓફર્સ રજૂ કરી હતી. આ ઓફર સાથે, કંપની તેની નવી કાર તરફ ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માગતી હતી. આ ઓફર્સમાં APPLE વોચ, કાર માટેનું હોમ ચાર્જર અને રાષ્ટ્રીય ચાર્જિંગ નેટવર્કમાં 1000 kWH ક્રેડિટ શામેલ છે. રિપોર્ટ અનુસાર, કિઆએ કહ્યું કે ઈવી 6 ઈલેક્ટ્રિક SUV બુક કરતી વખતે ગ્રાહકોએ APPLE વોચને બદલે હોમ ચાર્જર વધુ પસંદ કર્યું. 80 ટકાથી વધુ ગ્રાહકોએ APPLE વોચને બદલે ઈવી હોમ ચાર્જિંગ યુનિટને લેવાનું પસંદ કર્યું.  

3 વેરિયંટ્સમાં ઉપલબ્ધ છે કાર-

2/8
image

કિઆ ઈવી 6 કંપનીની પહેલી ડેડિકેટેડ ઈલેક્ટ્રિક કાર છે જેને તાજેતરમાં રજૂ કરવામાં આવી હતી. કિઆ ઈવી 6 કાર કંપનીના નવા ઈવી પ્લેટફોર્મ (E-GMP અથવા ઈલેક્ટ્રિક-ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ) પર બનાવવામાં આવી છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ હ્યુન્ડાઈ IONIQ 5માં પણ થશે. આ SUV 3 વેરિયંટ્સમાં રજૂ કરવામાં આવી છે - ઈવી 6, ઈવી 6 જીટી અને ઈવી 6 જીટી લાઈન. આ સિવાય કિઆ ઈવી 6એ કંપનીની નવી ડિઝાઇન ફિલોસોફીનું પહેલું ઉદાહરણ છે જે કંપનીની આગામી કારોમાં જોવા મળશે. ઈવી 6ને બ્રાન્ડ નવી ડિઝાઇન ફિલોસોફી 'ઓપોઝિટ્સ યુનાઈટેડ' હેઠળ ડિઝાઇન કરવામાં આવી છે, જે પ્રકૃતિ અને માનવતામાં મળતા વિરોધાભાસોથી પ્રેરણા આપે છે. આ ઈલેક્ટ્રિક વાહનમાં કંપનીનો નવો લોગો પણ જોવા મળશે.  

બેટરી અને ડાયમેન્શન-

3/8
image

કિઆ ઈવી 6 ઈલેક્ટ્રિક કારમાં બે બેટરી પેક મળશે. લોંગ રેન્જ વેરિએન્ટમાં 77.4 kWHનું બેટરી પેક આપવામાં આવ્યું છે. જ્યારે 58.0 kWHનું બેટરી પેક કારના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં આપવામાં આવ્યું છે. આ બંને બેટરી પેક ઈવી 6 GT-LINEમાં આપવામાં આવ્યા છે. પરંતુ ઈવી 6 જીટીને ફક્ત લોંગ રેન્જ બેટરી પેક મળશે. આ કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર છે જેમાં 2-વ્હીલ ડ્રાઈવ અને 4-વ્હીલ ડ્રાઈવ બંને વિકલ્પો આપવામાં આવ્યા છે. ઈવી 6 લંબાઈમાં 4680 મીમી, પહોળાઈમાં 1880 મીમી અને ઉંચાઈમાં 1550 મીમી છે. આ કારનું વ્હીલબેસ 2900 મીમી છે.

પાવર અને સ્પીડ-

4/8
image

ઈવી 6ના લોંગ રેન્જના વેરિયંટના ટુ-વ્હીલ ડ્રાઈવ વેરિયંટમાં 77.4 kWHનું બેટરી પેક મળશે, જે ફુલ ચાર્જિંગમાં 510 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. તેમાં 168 kW પાવરની ઈલેક્ટ્રિક મોટર છે જે 229 PSનો પાવર ઉત્પન્ન કરે છે. જ્યારે 4-વ્હીલ ડ્રાઈવ વેરિયંટમાં 239 kW પાવરની ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. આ મોટર 325 PSની પાવર ઉત્પન્ન કરે છે. આ ઈલેક્ટ્રિક ક્રોસઓવર SUV ફક્ત 5.2 સેકંડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. ઈવી 6 સ્ટાન્ડર્ડ રેન્જ વેરિયંટના 2-વ્હીલ ડ્રાઇવ વેરિયંટમાં 125 kWHની ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. જ્યારે તેના 4-વ્હીલ ડ્રાઇવ વેરિયંટમાં 173 kWની ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. આ વેરિયંટ ફક્ત 6.2 સેકંડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.  

GT ટ્રિમનો પાવર-

5/8
image

ઈવી 6 ઈલેક્ટ્રિક ક્રોસઓવરનું 4-વ્હીલ ડ્રાઈવ GT વર્ઝન 430kWની ડ્યુઅલ મોટરથી ચાલે છે. તે 740 NMનું ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ વેરિયંટ ફક્ત 3.5 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ વેરિયંટની ટોપ સ્પીડ 260 કિમી પ્રતિ કલાકની છે. આપને જણાવી દઈએ કે આ વેરિયંટમાં વિશેષ લિમિટેડ સ્લીપ સોફ્ટવેર મળે છે.  

ચાર્જિંગ અને ડ્રાઈવિંગ રેંજ-

6/8
image

કિઆ ઈવી 6 ઈલેક્ટ્રિક કારમાં 800 વોલ્ટ અને 400 વોલ્ટની ચાર્જિંગ સિસ્ટમ મળે છે. આ ઈવી 6 કારને માત્ર 18 મિનિટમાં 10થી 80 ટકા સુધી ચાર્જ કરે છે. ખાસ વાત એ છે કે આ ઈલેક્ટ્રિક SUV માત્ર 4 મિનિટ 30 સેકંડમાં એટલી ચાર્જ થઈ જાય છે કે તે સરળતાથી 100 કિલોમીટરના અંતર દૂરી નક્કી કરી શકે છે. કંપનીનો દાવો છે કે કિઆ ઈવી 6 ઈલેક્ટ્રિક SUV ફુલ ચાર્જિંગ પર 510 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપશે.  

KIA EV6માં ક્રોસઓવર જેવી ડિઝાઈન આપવામાં આવી

7/8
image

હાલમાં લોન્ચ થયેલી IONIQ 5માં સ્ટ્રીમલાઈન લુકને બદલે KIA EV6માં ક્રોસઓવર જેવી ડિઝાઈન આપવામાં આવી છે. કિઆ ઈવી6ના ફ્રંટમાં કાર નિર્માતાએ નવો લોગો આપ્યો છે. કારના ટોપ પર એક પાતળી ગ્રીલ આપવામાં આવી છે. આ સાથે જ એક મોટું હેડલાઈટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેમાં સિક્વેશ્યલ એનિમેશન સાથે DRL આપવામાં આવ્યું છે. કારના ઓવરઓલ ફ્રંટ લુકમાં નવી ડિઝાઈન એલિમેન્ટ જોવા મળે છે. જેને કિઆ ડિજિટલ ટાઈગર ફેસ કહેવામાં આવે છે. આ કાર નિર્માતાની સિગ્નેચર ટાઈગર-નોઝ ગ્રીલના લુકને વધુ આકર્ષક બનાવે છે. જો કે કિઆ ઈવી6નો ફ્રંટ લુક કંપનીના રેગ્યુલર કારો કરતા ઘણો અલગ છે.  

કારનું શાનદાર ઈન્ટીરિયર

8/8
image

કારની ઈન્ટીરિયરની વાત કરીએ તો કિઆ આ સેગમેન્ટમાં કોઈ પણ કાર કરતા વધુ સ્પેસ આપવાનું વચન આપે છે. હ્યુંડાઈમાં એક ફ્લેટ ડેશબોર્ડ મળે છે, જ્યારે ઈવી6માં ડ્રાઈવરની સીટની ચારેકોર કોકપિટને સમેટી લેવામાં આવી છે. કારમાં એક મોટું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સેન્ટ્રલ ઈન્ફોટેઈનમેન્ટ સ્ક્રીનને બ્લેક ડેશબોર્ડમાં ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે. કારમાં ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. સામેની સીટોની વચ્ચે ફ્લોટિંગ સેન્ટર કોન્સોલ મળે છે. જેમાં સ્ટાર્ટ બટન, રોટેટિંગ ગીયર લીવર મળે છે.