KIA EV6 SUV ઈલેક્ટ્રીક કારના 3 વેરિયન્ટ કર્યા લોન્ચ, એકવાર ચાર્જ 510 KM દોડશે

દક્ષિણ કોરિયન કાર ઉત્પાદક કંપની કિયા કોર્પોરેશન (KIA CORPORATION)એ તેની પહેલી ડેડીકેટેડ ઈલેક્ટ્રીક કાર EV6 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. કંપનીએ આ ઈલેક્ટ્રિક કારને લગતી ઘણી મહત્વપૂર્ણ વિગતો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે કિયાની આ ઈલેક્ટ્રીક કાર વધુ રેન્જ આપતી TESLAની કારોને ટક્કર આપશે. આવો જાણીએ આ કાર વિશે તમામ માહિતી.

કારના 3 વેરિયંટ્સ

1/8
image

KIA EV6 કંપનીની પહેલી ડેડીકેટેડ ઈલેક્ટ્રીક કાર હોવાની સાથે કંપનીએ નવા EV પ્લેટફોર્મ(E-GMP એટલે કે ઈલેક્ટ્રીક-ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ) પર તૈયાર કરવામાં આવી છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ HYUNDAI IONIQ 5માં પણ કરવામાં આવશે. આ SUVને 3 વેરિયંટમાં લોન્ચ કરવામાં આવી છે. EV6, EV6 GT અને EV6 GT LINE. EV6ને નવી ડિઝાઈન ફિલોસોફી 'ઓપોઝિટેડ યુનાઈટેડ' અંતર્ગત ડિઝાઈન કરવામાં આવી છે, જે પ્રકૃતિ અને માનવતામાં જોવા મળતા વિરોધાભાસથી પ્રેરણા આપે છે. આ ઈલેક્ટ્રીક કારમાં કંપનીનો નવો લોગો પણ જોવા મળશે.

બેટરી અને ડાયમેન્શન

2/8
image

KIA EV6 ઈલેક્ટ્રીક કારમાં 2 બેટરી પેક આપવામાં આવે છે. લોંગ રેન્જ વેરિયંટમાં 77.4 kWhનું બેટરી પેક આપવામાં આવ્યું છે. જ્યારે કારના સ્ટાન્ડર્ડ વેરિયંટમાં 58 kWhનું બેટરી પેક આપવામાં આવ્યું છે. EV6 GT LINEમાં બંને બેટરી પેક આપવામાં આવ્યા છે. જો કે EV6 GTને માત્ર લોંગ રેન્જ બેટરી પેક મળશે. આ કંપનીની પહેલી ઈલેક્ટ્રીક કાર હશે જેમાં 2-વ્હીલ ડ્રાઈવ અને 4-વ્હીલ ડ્રાઈવનું ઓપશન આપવામાં આવ્યું છે.

પાવર

3/8
image

EV6નું લોંગ રેન્જ વેરિયંટના 2-વ્હીલ ડ્રાઈવમાં 77.4 kWhનું બેટરી પેક મળે છે, જે ફુલ ચાર્જ પર 510 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેંજ આપે છે. કારમાં 168 kW પાવરની ઈલેક્ટ્રીક મોટર આપવામાં આવી છે, જે 229 PSનો પાવર જનરેટ કરે છે. જ્યારે 4-વ્હીલ ડ્રાઈવમાં 239 kW પાવરની ઈલેક્ટ્રીક મોટર આપવામાં આવી છે, જે 325 PSનો પાવર જનરેટ કરે છે.   

સ્પીડ

4/8
image

આ ઈલેક્ટ્રીક ક્રોસઓવર SUV માત્ર 5.2 સેકેન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ઝડપી લે છે. EV6ના સ્ટાન્ડર્ડ વેરિયંટમાં 2-વ્હીલ ડ્રાઈવમાં 125 kW પાવરની ઈલેક્ટ્રીક મોટર આપવામાં આવી છે. જ્યારે 4-વ્હીલ ડ્રાઈવમાં 173 kW પાવરની ઈલેક્ટ્રીક મોટર આપવામાં આવી છે. આ વેરિયંટ માત્ર 6.2 સેકેન્ડમાં 0-100ની કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ઝડપી લે છે.

EV6 GTનો પાવર

5/8
image

EV6 ઈલેક્ટ્રીક ક્રોસઓવરના 4-વ્હીલ ડ્રાઈવમાં 430 kWની ડ્યુલ મોટર આપવામાં આવી છે. જે 740NMનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ વેરિયંટ માત્ર 3.5 સેકેન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ઝડપી લે છે. આ વેરિયંટની ટોપ સ્પીડ 260 કિલોમીટર પ્રતિ કલાકની છે.  

ચાર્જિંગ અને ડ્રાઈવિંગ રેન્જ

6/8
image

KIA EV6 ઈલેક્ટ્રીક કારમાં 800 વોલ્ટ અને 400 વોલ્ટની ચાર્જિંગ સિસ્ટમ મળે છે. જેના દ્વારા કારને 10-80 ટકા ચાર્જ કરવામાં માત્ર 18 મિનિટનો સમય લાગે છે. ખાસ વાત એ છે કે આ ઈલેક્ટ્રીક SUV માત્ર 4 મિનિટ 30 સેકેન્ડમાં એટલી ચાર્જ થઈ જાય છે કે તે 100 કિલોમીટર સુધીની રેંજ આપી શકે છે. ફુલ ચાર્જ પર આ ઈલેક્ટ્રીક કાર 510 કિલોમીટરની રેંજ આપે છે.

કારના લુક્સ

7/8
image

હાલમાં લોન્ચ થયેલી HYUNDAIની IONIQ 5ના વધુ સ્ટ્રીમલાઈન લુક સામે KIA EV6માં ક્રોસઓવર જેવી ડિઝાઈન આપવામાં આવી છે. કારના ટોપમાં એક પાતળી ગ્રિલ સાથે એક મોટું હેડલાઈટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. કારમાં સિક્વેંશિયલ એનિમેશન સાથે DRL લાઈટ્સ આપવામાં આવી છે. કારના ઓવરઓલ ફ્રંટ લુકમાં નવી ડિઝાઈન એલિમેન્ટ આપવામાં આવી છે, જેને કિયા ડિજિટલ ટાઈગર ફેસ કહે છે. KIA EV6નો ફ્રંટ લુક કંપનીની રેગ્યુલર કારો કરતા ઘણો અલગ છે.

કારના ઈન્ટીરિયર

8/8
image

KIA EV6માં ઈન્ટીરિયરની વાત કરીએ તો આ કારમાં વધુ સ્પેસ આપવામાં આવી છે. EV6માં મોટું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સેન્ટ્રલ ઈન્ફોટેઈન્મેંટ સ્ક્રીનને એક બ્લેક ડેશબોર્ડમાં ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે. કારમાં ટુ-સ્પોક સ્ટિયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે.