પીંક સાડી પહેરીને ખૂબ જ Gorgeous લાગી રહી છે kiara advani, જુઓ તસ્વીરો

Kiara Advani Photos: બોલિવૂડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણી તેના લગ્ન બાદથી ઘણી  ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. હાલમાં જ તેણે પિંક સાડીમાં તેની તસવીરો શેર કરી છે. તે સાડીમાં અદભૂત દેખાઈ રહી છે અને અદ્ભુત પોઝ આપીને ચાહકોને દિવાના બનાવી રહી છે.

કિયારા અડવાણીએ ગુલાબી સાડીમાં તબાહી મચાવી

1/6
image

કિયારા અડવાણીએ ગુલાબી સાડીમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. કિયારા અને કાર્તિક આર્યનની ફિલ્મ 'સત્ય પ્રેમ કી કથા' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

સાદગી અને નઝાકત

2/6
image

એક્ટ્રેસનો સાડી લુક જોઈને દરેક લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. કિયારાએ ગુલાબી સાડી સાથે સફેદ બ્લાઉઝ પહેર્યું છે. ગુલાબી અને સફેદ રંગનુ મેચિંગ તેને પરફેક્ટ લુક આપી રહ્યુ છે.

ચાહકોના દિલ પર વીજળી પડી

3/6
image

કિયારાએ લાઇટ મેકઅપ અને મોટી ઇયરિંગ્સ પહેરીને તેના લુકને કમ્પલીટ કર્યો છે. તે સાડીમાં એકથી વધુ પોઝ આપીને ચાહકોના દિલ પર છવાઈ રહી છે.

'પ્રીટી ઇન પિંક'

4/6
image

ફોટોમાં કિયારાની દેસી બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. યુઝર્સ કોમેન્ટ બોક્સમાં તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તેના પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, પ્રીટી ઇન પિંક.

કિયારા પહેલા કરતા વધુ સ્ટાઇલિશ બની ગઈ છે

5/6
image

અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ફેન્સ તેને દરેક લુકમાં ખૂબ પસંદ કરે છે. લોકો કહે છે કે લગ્ન પછી કિયારા પહેલા કરતા વધુ સ્ટાઇલિશ બની ગઈ છે.

ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે

6/6
image

કિયારાની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.