Photos: અનન્યા નહીં...ડિવોર્સ પછી ગૂપચૂપ રીતે આ હોટ સુંદરીને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા? અટકળો તેજ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. પહેલા પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ડિવોર્સ અને ત્યારબાદ અનન્યા પાંડે સાથે ડેટિંગની અટકળો....હવે એક નવી ચર્ચા ઉઠી છે કે હાર્દિક પંડ્યા એક હસીનાને ડેટ કરી રહ્યો છે અને બંને વેકેશન માટે સાથે ગ્રીસ પણ ગયા. તો ચાલો આપણે આ હસીના વિશે જાણીએ જેનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડાઈ રહ્યું છે. 

1/8
image

હાર્દિક પંડ્યાનું નામ હવે પોપ્યુલર બ્રિટિશ સિંગર જસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે હાર્દિકે ગ્રીસ વેકેશનથી પોતાનો એક કિલર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હાર્દિક સુંદર લોકેશન પર ફૂલ ચીલ મોડમાં જોવા મળી રહ્યો છે. હાર્દિકના ચહેરાની મુસ્કાન જણાવે છે કે તે કેટલું એન્જોય કરી રહ્યો છે. અને તેનો સ્વેગ પણ જોવા લાયક છે. 

2/8
image

બીજી બાજુ બ્રિટિશ સિંગર જસ્મીન વાલિયાએ પણ ગ્રીસના સેમ લોકેશનથી પોતાના વેકેશનની તસવીરો શેર કરી છે. હાર્દિક અને જસ્મીન એક જ જગ્યાએ વેકેશન એન્જોય કરતા જોઈને ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે હાર્દિક અને જસ્મીન સાથે છે. હાર્દિક અને જસ્મીનના પોસ્ટ જોત જોતામાં તો વાયરલ થઈ ગયા અને બંનેના સીક્રેટ રેલિશનશીપમાં હોવાની અટકળો તૂલ પકડી રહી છે. જસ્મીનના પોસ્ટ પર  ફેન્સ કમેન્ટ પણ કરી રહ્યા છે કે તે હાર્દિક સાથે જ એન્જોય કરી રહી છે. 

કોણ છે જસ્મીન વાલિયા

3/8
image

જસ્મીન વાલિયા એક બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી છે. જેની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ ચર્ચા છે. લંડનના એસ્સેક્સમાં જન્મેલી જસ્મીનના માતા પિતા ભારતીય મૂળના છે. જસ્મીન બ્રિટિશ રિયાલિટી ટીવી સિરીઝ The Only Way is Essex નો ભાગ બની ત્યારબાદ ચર્ચામાં આવી હતી. 

4/8
image

વર્ષ 2010માં તેણે એક એકસ્ટ્રા તરીકે શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ 2012માં તે ફૂલ ટાઈમ કાસ્ટ મેમ્બર થઈ ગઈ. આ શો દ્વારા જસ્મીનને એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એ પેનિટ્રેશન મળી ગયું જેની તેને સૌથી વધુ જરૂર હતી. 

કાર્તિકની ફિલ્મ માટે ગીત

5/8
image

જસ્મીને આ શો બાદ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા અને વર્ષ 2014માં પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી. ચેનલ પર જસ્મીન અન્યના ગીતો ગાઈને પોતાની ટેલેન્ટ દેખાડતી હતી. તેણે જેક નાઈટ, ઈન્ટેન્સ ટી અને ગ્રીન મ્યુઝિક સાથે હાથ મિલાવ્યા અને પછી તેને વર્ષ 2017માં સૌથી મોટો બ્રેક મળ્યો બોમ ડિગી ડિગીથી. 

6/8
image

જસ્મીને પહેલીવાર જેક નાઈટ સાથે પરફોર્મ કર્યું અને પછી તો લોકપ્રિયતા એટલી વધી ગયી કે 2018માં સોનુ કે ટીટુ કી સ્વીટી માટે બોમ ડિગી ડિગી સોંગને રીમેક કરાયું. 

બિગ પોસ 13 વિનર સાથે વીડિયો

7/8
image

વર્ષ 2022માં જસ્મીન વાલિયાએ બિગ બોસ 13ના ફાઈનલિસ્ટ આસીમ રિયાઝ સાથે Nights n Fights નામનો મ્યુઝિક વીડિયો બનાવ્યો અને તેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ઘણી લોકોને પસંદ પડી. 

8/8
image

જસ્મીન સોશિયલ મીડિયા સેન્સેશન છે અને ફક્ત ઈન્સ્ટાગ્રામ પર તેના 6.4 લાખ ફોલોઅર્સ છે. યુટ્યુબ પર 5.7 લાખ લોકોએ તેને સબસ્ક્રાઈબ કરી છે. તે પોતાની બોલ્ડ અને સેન્સેશન્લ તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ખુબ વાયરલ થાય છે.