અંતરિક્ષમાં સૌથી પહેલાં ગયો હતો કુતરો! કુતરા પણ જોઈ શકે છે સારા સપના! જાણો કેટલીક રોચક હકીકતો

Knowledge Story: ના માત્ર સુંઘવામાં પણ શ્વાન સપના પણ સારા જોઈ શકે છે, કુતરા વિશે જાણવા જેવી છે આ ખાસ હકીકતો.

Oct 19, 2021, 04:19 PM IST

નવી દિલ્હીઃ આપણા દેશમાં પાળતુ (Pets) જાનવરોમાં મોટા ભાગે શ્વાનને જ પસંદ કરવામાં આવે છે. લોકો શ્વાનને (Dog)ના માત્ર પાળે છે પણ જીવથી પણ વધુ પ્રેમ કરે છે. તે શ્વાનના આરામ માટે બધા જ પ્રયત્નો કરે છે. પરંતુ શ્વાનથી જોડાયેલી કેટલીક ખાસ વાતો (Interesting Facts) ખુબ ઓછા લોકો જાણે છે.

1/5

વફાદારી સિવાય પણ છે કેટલીક ખાસિયત

વફાદારી સિવાય પણ છે કેટલીક ખાસિયત

મોટા ભાગે શ્વાનની ખાસિયતની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલા વફાદારી પર જ વાત આવતી હોય છે. શ્વાન ખુબ જ વફાદાર હોય છે. પરંતુ તે સિવાય પણ તેની બહુ બધી ખાસિયત છે. જોકે વફાદારીને ધ્યાનમાં રાખીને હજારો વર્ષોથી શ્વાનને પાળતુના રૂપમમાં પાળવામાં આવે છે.

2/5

માત્ર શ્વાન જ આંખોથી ભાવનાઓ ઓળખે છે

માત્ર શ્વાન જ આંખોથી ભાવનાઓ ઓળખે છે

માણસ સિવાય શ્વાનમાં જ આ ગુણ હોય છે કે તે સામે વાળાની આંખોમાં જોઈને હાવભાવ કે પછી મૂડ જાણી લે છે. તેના માટે શ્વાનને ટ્રેનિંગ આપવી અને કામ કરાવવુ પણ આસાન થઈ જાય છે. તે આંખો જોઈને સમજી જાય છે કે વ્યક્તિ નારાજ છે પ્રેમના મૂડમાં છે.

3/5

સપના પણ જુએ છે શ્વાન

સપના પણ જુએ છે શ્વાન

માણસની જેમ શ્વાન પણ સપના જોઈ શકે છે. કેટલીક વાર તે ઉંઘમાં પગ હલાવતા જોવા મળતા હોય છે. સપના જોતી વખતે તે આવી રીતે પગ હલાવતા હોય છે.

4/5

માણસથી વધુ ઉંઘે છે શ્વાન

માણસથી વધુ ઉંઘે છે શ્વાન

એક રિપોર્ટ અનુસાર શ્વાન માણસો કરતા વધુ ઉંઘ લેતા હોય છે. આ મામલે કેટલીક મેગેઝિનમાં રિસર્ચ પેપર્સ પણ પબ્લિશ થયા છે.

5/5

અંતરિક્ષમાં સૌથી પહેલા શ્વાનને મોકલવામાં આવ્યું

અંતરિક્ષમાં સૌથી પહેલા શ્વાનને મોકલવામાં આવ્યું

શ્વાનનુ સુંઘવાની શક્તિ માણસો કરતા હજાર ગણી સારી હોય છે. કોઈ પણ વસ્તુની તપાસ કરવામાં શ્વાન પર ભરોસો કરવામાં આવે છે. આ ખાસિયતને ધ્યાનમાં રાખીને અંતરિક્ષમાં સૌથી પહેલા શ્વાનને મોકલવામાં આવ્યુ હતું. શ્વાન 150 શબ્દ પણ શીખી શકે છે.