વાળમાં લગાવો આ પાંદડાની પેસ્ટ, ખરતા વાળ થઈ જશે બંધ
આજના સમયમાં વાળ ખરવાની સમસ્યાથી અનેક લોકો પરેશાન છે. આ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. સતત આમ થવા પર સ્કિનને પણ નુકસાન થાય છે. આ સાથે વાળ પણ ખરાબ થતાં રહે છે. તેના કારણે આજે અમે તમને વાળને હેલ્ધી બનાવવા માટે એક નુસ્ખો જણાવી રહ્યાં છીએ, જેનાથી તમારા વાળ થોડા દિવસમાં મજબૂત, લાંબા અને સુંદર થઈ જશે. આ વસ્તુને મોરિંગા કહે છે.
લાંબા અને મજબૂત વાળ
મોરિંગાના ઝાડને મિરેકલ ટ્રીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેના પાંદડામાં ભરપૂર વિટામિન, મિનરલ્સ અને કેલ્શિયમ હોય છે. આ કારણે મોરિંગા ખરતા અને તૂટતા વાળને રોકવામાં મદદ કરે છે. મોરિંગાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ, ઓમેગા 3, ફેટી એસિડ, ફોલેટ અને ફાઈબર હોય છે, જે વાળના રોમને નુકસાન થતાં બચાવે છે.
મોરિંગાના પાંદડાની પેસ્ટ
તમે ખરતા વાળમાં મોરિંગાના પાંદડાની પેસ્ટ લગાવી શકો છો. તેને બનાવવા માટે પહેલા પાંદડાને પીસી લો અને પછી તેમાં નાળિયેરનું તેલ મિક્સ કરો. આ હેર માસ્કને વાળમાં સારી રીતે લગાવો. થોડા સમય બાદ હેર વોશ કરી લો. આમ કરવાથી ખરતા વાળ બંધ થઈ જશે.
મોરિંગાની ચાના પાંદડાનું પાણી
વાળમાં તમે મોરિંગાની ચાના પાંદડાનો પણ ઉપયોગ કરી શકો છો. તે માટે પાણીમાં તાજા મોરિંગાના પાંદડા ગરમ કરી ઉકાળી લો, પછી તેને ઠંડા થવા દો. તેને લગાવતા પહેલા શેમ્પૂથી વાળ દોઈ લો અને પછી ચાના પાણીને નાખીને સ્કેલ્પની માલિશ કરો. 20 મિનિટ બાદ વાળ ધોઈ નાખો.
મોરિંગાના પાંદડાનું તેલ
આ સિવાય તમે વાળમાં મોરિંગના પાંદડાનું તેલ પણ લગાવી શકો છો. તે માટે તમે તેના પાંદડાનો પાઉડર નાળિયેરના તેલમાં મિક્સ કરી લો, ત્યારબાદ તેને ગરમ કરો, જ્યાં સુધી તે લિક્વિડ ફોર્મમાં ન આવી જાય.
હુંફાળા તેલથી માલિસ
પછી હુંફાળા તેલને સ્કેલ્પ પર લગાવો અને થોડી મિનિટો સુધી માલિશ કરો. તેલને આખી રાત માથામાં લગાવી રાખો અને સવારે વોશ કરો. આમ કરવાથી થોડા દિવસમાં ખતરા વાળ બંધ થઈ જશે.
Trending Photos